Gujarat Congress (@INCGujarat) header
Gujarat Congress (@INCGujarat) profile picture

The Official Twitter Account Of Gujarat Pradesh Congress Committee.

Joined March 2009
Photo by Gujarat Congress (@INCGujarat)Photo by Gujarat Congress (@INCGujarat)Photo by Gujarat Congress (@INCGujarat)Photo by Gujarat Congress (@INCGujarat)Photo by Gujarat Congress (@INCGujarat)Photo by Gujarat Congress (@INCGujarat)Photo by Gujarat Congress (@INCGujarat)Photo by Gujarat Congress (@INCGujarat)Photo by Gujarat Congress (@INCGujarat)
“સંવિધાન રક્ષા માર્ચ” 📍 અમદાવાદ #संविधान_रक्षा_मार्च #SaveConstitution
4
7
303
•ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભામાં જણાવ્યું હતું કે, બંધારણ શક્ય બનવા પાછળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નું અનુશાસન, વિશ્વાસ અને સિધ્ધાંત અહમ રહ્યાં : રણજીતસિંહ સુરજેવાલા •દેશનું ચૂંટણી પંચ રાતોરાત ૧૩.૫૦ કરોડ નાગરિકોનો મત અધિકાર છિનવી લે તો બંધારણ કેવી રીતે ચાલશે ? : રણજીતસિંહ સુરજેવાલા •દેશના સંવિધાને વાણી ની સ્વતંત્રતા, વિચારોની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, લખાવાની સ્વતંત્રતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા આપેલ છે. ભાજપ સરકારે જનતાના સ્વતંત્રતાના અધિકારો છીનવી લીધા છેઃ અમિત ચાવડા •લોકશાહી અને સંવિધાન બચાવવા મતના અધિકારની રક્ષા માટે કોંગ્રેસનો કાર્યકર દરેક બુથ ઉપર વોટ રક્ષક બની ગુજરાતીઓના મતના અધિકારની રક્ષા કરશે : અમિત ચાવડા •ભારત દેશનું બંધારણ તે માત્ર પુસ્તક નહીં જીવતો જાગતો દસ્તાવેજ છે : ડૉ. તુષાર ચૌધરી ભારતીય ચૂંટણી પંચ જેવી બંધારણીય નિષ્પક્ષ સંસ્થા ઉપર ભાજપાના સત્તાધીશ દ્વારા તેમના લાભાર્થે બેસાડવામાં આવેલ ચૂંટણી કમિશ્નર શ્રી જ્ઞાનેશકુમારને હટાવવા અને ફોજદારી કાર્યવાહી કરવાની માંગણીના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત “સંવિધાન રક્ષા માર્ચ” માં ગુજરાતના વિવિધ જીલ્લા અને શહેરથી ખુબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર, આગેવાનો જોડાયા. ૨૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ સંવિધાન સભામાં ડૉ. બાબા સાહેબ આંબેડકરે કહ્યું જો ભારતનું સંવિધાન બની શકશે તો તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અનુશાસન, વિશ્વાસ અને સિધ્ધાંતના કારણે બનશે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહેલ કે કોઈપણ સંવિધાન કેટલુ પણ સારુ બનાવીએ પણ તે જો કોઈ ખોટા હાથમાં જતુ રહેશે તો તેનો કોઈ મતલબ નહી રહે અને સંવિધાન ગમે તેટલુ ખરાબ કે ત્રુટીઓવાળુ બન્યું હશે પણ તે કોઈ લાયક સત્તા કે હાથમાં જશે તો આપોઆપ યોગ્ય થઈ જશે અને આ જ વાત ઉપર ફરી એક વાર આજે તા. ૨૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સંવિધાન રક્ષા માર્ચ સભામાં આપણે સૌએ એકવાર ડૉ. બાબાસાહેબે કહેલી વાત યાદ કરવી પડશે. - રણજીતસિંહ સુરજેવાલા ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહેલ કે રાજકીય આઝાદી તો મળી ગયેલ પણ સામાજીક આઝાદીનું નિર્માણ કરવું તે આપણી વર્તમાન સરકારની પ્રથમ પ્રાથમિકતા રહેશે. સામાજીક આઝાદી એટલે આ દેશનો સૌથી અમીર વ્યક્તિ અને આ દેશનો સૌથી ગરીબ વ્યક્તિ એક સમાન સ્વતંત્રતાના અધિકારો સાથે જીવી શકે તેવો અધિકાર આ દેશના પ્રત્યેક નાગરિકને મળવો. આ દેશના દલિત, આદિવાસી, અલ્પસંખ્યક, ગરીબ, ખેડુત, યુવાન, મહિલા કે પછાત હોવાના આધારે ભેદભાવ ના કરે તેમજ મુઠ્ઠીભર અમીરો પૈસાના જોરે આ દેશનું સંચાલન ના કરી શકે તો જ અસલી સામાજીક આઝાદી મળી કહેવાય અને તેવા દેશનું નિર્માણ કરવું તે જ બંધારણ સભાની ફરજ છે. - રણજીતસિંહ સુરજેવાલા આજની સંવિધાન રક્ષા માર્ચ એ કોઈ રાજકીય એજન્ડા કે ચૂંટણી જીતવાના એજન્ડા તરીકે નહીં પણ ભારતના એક-એક નાગરિકની રક્ષા અને અધિકાર માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા જે સંવિધાન મળ્યું છે અને આ વર્તમાન સરકાર દ્વારા તેના ઉપર જે જોખમ ઉભુ થયું છે. તેના ચિંતન માટે રાખવામાં આવી છે. - અમિત ચાવડા આ દેશની ૮૦ ટકા મિલકત આ દેશના ૫ ટકા અમીર લોકો પાસે અને ૨૦ ટકા મિલકત આ દેશના ૯૫ ટકા લોકો પાસે વહેંચાયેલી હોય તેવા ભારત દેશનું નિર્માણ વર્તમાન ભાજપ સરકારે કરેલ છે. ભારત દેશ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકરના સપનાનું ભારત રહેલું છે. શું તેમના મુલ્યો અને સિધ્ધાંતો મુજબ આ દેશની સરકાર શાસન ચલાવી રહી છે ? ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ ચઢાવી તેમના સિધ્ધાંતોને પગ નીચે કચડી નાખે તેનું નામ ભાજપ સરકાર. મહાત્મા ગાંધીજીના ચશ્મા તો ઉધાર લે છે પણ તેમના સમાનતા અને સમરસતાના સિધ્ધાંતો ઉપર બુલ્ડોઝર ચલાવી સત્તામાં ટકી રહી છે. સરદાર પટેલની મૂર્તિતો બનાવે પણ તેમના વંસજ એવા ખેડૂતોની રોજી રોટી અને જમીન ઝુંટવી રહ્યાં છે. સામાજીક અને ધાર્મિક ભાઈચારાને બંધક બનાવનારા આજે સત્તામાં છે. - રણજીતસિંહ સુરજેવાલા વર્તમાન ભાજપ સરકારમાં શું દલિતને ન્યાય મળે છે ? આદિવાસીને સન્માન છે ? ઓ.બી.સી. માટે સમાન તકો અને ભાગીદારી છે ? માયનોરીટી સમાજ અને મહિલાઓ માટે સમાનતાનો અધિકાર છે ? યુવાનો માટે રોજગાર છે? વેપારીઓને સરકારી હપ્તા ચુકવ્યા વગર કોઈ છુટકારો છે ? પત્રકાર અને મીડીયાના કર્મીઓને લખવાની અને બોલવાની સ્વતંત્રતા છે ? સરકારની આલોચના કરવાનો અધિકાર છે ? આ દેશમાં બધા લોકોની સમાન હિસ્સેદારી છે ? શું આ દેશનું સંવિધાન ધર્મ અને જાતિ થી મોટું છે ? આવા અનેક સવાલો આ ભાજપ સરકાર સામે ઉઠ્યા છે અને એટલે જ સંવિધાન બચાવવાની વિપક્ષની અસલી કસોટી છે તેવું સન્માનનીય ખડગેજી અને રાહુલજી માને છે અને એટલે જ આ દેશના નાગરિકોના અધિકારની રક્ષા માટે સંસદ થી સડક સુધી “લોકશાહી બચાવો... દેશ બચાવો...” કાર્યક્રમો આપવામાં આવેલ છે. - રણજીતસિંહ સુરજેવાલા
1
252
લોકશાહી અને બંધારણના રક્ષણ માટે આજે અમદાવાદ ખાતે “સંવિધાન રક્ષા માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું તે દરમિયાન યોજાયેલ સભાને શ્રી લાલજી દેસાઈજી, શ્રી જીગ્નેશ મેવાણીજી અને ઇમરાન ખેડાવાળા જી એ સંબોધન કર્યું. બંધારણ સાથે કોઈ સમાધાન નહીં, લોકશાહી સાથે કોઈ બાંધછોડ નહીં! #संविधान_रक्षा_मार्च #SaveConstitution
4
12
324
લોકશાહી અને બંધારણના રક્ષણ માટે આજે અમદાવાદ ખાતે “સંવિધાન રક્ષા માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું તે દરમિયાન યોજાયેલ સભાને શ્રી શકિતસિંહ ગોહિલજી, શ્રી ભરતસિંહ સોલંકીજી, સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર, શ્રી સિદ્ધાર્થ પટેલજી અને શ્રી પરેશ ધાનાણીજી એ સંબોધન કર્યું. બંધારણ દેશના દરેક નાગરિકના અધિકારો, સમાનતા અને લોકશાહીની સુરક્ષાનું કવચ છે. બંધારણ સાથે કોઈ સમાધાન નહીં, લોકશાહી સાથે કોઈ બાંધછોડ નહીં! #संविधान_रक्षा_मार्च #SaveConstitution
8
35
545
લોકશાહી અને બંધારણના રક્ષણ માટે આજે અમદાવાદ ખાતે “સંવિધાન રક્ષા માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું તે દરમિયાન યોજાયેલ સભાને ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી રણદીપસિંહ સુરજેવાલાજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાજી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીજીએ સંબોધિત કરી તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરોએ ઉપસ્થિત રહી એકજૂથતાનો સંદેશ આપ્યો. બંધારણ દેશના દરેક નાગરિકના અધિકારો, સમાનતા અને લોકશાહીની સુરક્ષાનું કવચ છે. આજે જ્યારે બંધારણીય સંસ્થાઓની નિષ્પક્ષતા, લોકશાહી મૂલ્યો અને નાગરિકોના અધિકારો સામે પડકારો ઊભા થઈ રહ્યા છે, ત્યારે બંધારણની રક્ષા માટેનો અવાજ વધુ બુલંદ કરવો જરૂરી છે. બંધારણ સાથે કોઈ સમાધાન નહીં, લોકશાહી સાથે કોઈ બાંધછોડ નહીં! #संविधान_रक्षा_मार्च #SaveConstitution
3
11
397
Gujarat Congress retweeted
📍 अहमदाबाद,गुजरात आज सत्ता में बैठे लोग अंबेडकर जी की प्रतिमा पर फूल चढ़ाते हैं, लेकिन क्या उनके सिद्धांतों पर चलते हैं? गांधी जी का चश्मा अपनाते हैं, लेकिन क्या उनके सत्य, अहिंसा और समानता के विचारों का सम्मान करते हैं? सरदार पटेल की विशाल प्रतिमा बनाते हैं, लेकिन क्या उनके सामाजिक सद्भाव और किसान हितों के सिद्धांतों को अपनाते हैं? आज सवाल है— क्या किसान को न्याय, दलित को अधिकार, आदिवासी को सम्मान, पिछड़ों को अवसर, अल्पसंख्यकों को समानता, महिलाओं को सुरक्षा, मजदूरों को रोजगार और युवाओं को भविष्य मिल रहा है? क्या पत्रकार को अभिव्यक्ति की आजादी, व्यापारी को भयमुक्त कारोबार और नागरिक को सरकार की आलोचना करने का अधिकार है? क्या देश की सत्ता जनता चला रही है या कुछ मुट्ठीभर ताकतवर लोग? संविधान की असली कसौटी फूल-मालाएं नहीं, बल्कि स्वतंत्रता, समानता, न्याय और बंधुत्व है। बाबा साहब के सपनों का भारत तभी बनेगा, जब संविधान की आत्मा सत्ता के आचरण में दिखाई देगी। @INCGujarat @AmitChavdaINC @TusharAmarsinh1
4
22
1
47
2,362
લોકશાહી અને સંવિધાનના રક્ષણ માટે સંવિધાન રક્ષા માર્ચ - અમદાવાદ #संविधान_रक्षा_मार्च #SaveConstitution
24
1
105
1,059
Gujarat Congress retweeted
📍अहमदाबाद, गुजरात से लोकतंत्र और संविधान की रक्षा के लिए मार्च... लोकतंत्र और संविधान की रक्षा का संकल्प लेकर सड़कों पर उतरी जनता की आवाज़ अब और बुलंद होगी। संविधान हमारी ताकत है, लोकतंत्र हमारी पहचान है और इसकी रक्षा करना हमारा कर्तव्य है। कांग्रेस पार्टी लोकतंत्र, संवैधानिक मूल्यों और जनता के अधिकारों की रक्षा के लिए हर संघर्ष में मजबूती से खड़ी है। नफ़रत नहीं, न्याय चाहिए। तानाशाही नहीं, लोकतंत्र चाहिए। 🇮🇳 #संविधान_बचाओ #लोकतंत्र_बचाओ teapaw.org/i/broadcasts/2YRzAjlpO…
1
48
1
86
2,366
આજે રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા, સ્વર્ગસ્થ આદરણીય અહેમદ પટેલજીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ એ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. @ahmedpatel
6
18
302
Gujarat Congress retweeted
📍 अहमदाबाद ,गुजरात भाजपा है तो महंगाई है, भाजपा ही महंगाई है! भाजपा राज में आम जनमानस को दो वक्त की रोटी जुटाने के लिए भी संघर्ष करना पड़ रहा है। रसोई गैस महंगी, पेट्रोल महंगा, CNG महंगी, सब्जियां महंगी और मोबाइल रिचार्ज तक महंगा! गृहिणियां रसोई का बजट संभालें या घर का खर्च? युवा अपना भविष्य देखें या हर महीने बढ़ते खर्च? मोदी जी और गुजरात के मुख्यमंत्री जी, कभी सत्ता के आलीशान महलों से बाहर निकलकर आम आदमी की रसोई में भी झांकिए। आपको पता चलेगा कि जनता के लिए अच्छे दिन नहीं, महंगाई के बुरे दिन चल रहे हैं। भाजपा का विकास ऐसा कि थाली से निवाला और जेब से पैसा दोनों गायब।
76
238
4,221
SD PAY – Apna Pay એપના નામે 6.53 લાખથી વધુ લોકો સાથે છેતરપિંડી અને ₹1,200 કરોડથી વધુની નાણાકીય ગેરરીતિના આક્ષેપો સામે હવે ન્યાયની લડાઈ! પીડિત પરિવારોને ન્યાય મળે, જવાબદારો સામે કડક કાર્યવાહી થાય અને પીડિતોને ન્યાય મળે તે માટે ઓનલાઇન પિટિશનમાં જોડાઓ. તમારી સહી નોંધાવો, ન્યાયની લડાઈમાં સહભાગી બનો. 🔗 - c.org/vrzh2KbXsX
1
11
25
957
રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વ. શ્રી અહમદ પટેલ જી ની પુણ્યતિથિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ @ahmedpatel
3
6
30
551
અન્યાય સામે અવાજ, બંધારણ અમારું હથિયાર સંવિધાન રક્ષા માર્ચ તારીખ: 25 નવેમ્બર, 2026- બુધવાર સમય: સવારે 10:00 કલાકે સ્થળ: રાજીવ ગાંધી ભવન, પાલડી, અમદાવાદ #संविधान_रक्षा_मार्च #SaveConstitution
10
32
608
હક માટે સંઘર્ષ, બંધારણ માટે સંકલ્પ! સંવિધાન રક્ષા માર્ચ તારીખ: 25 નવેમ્બર, 2026- બુધવાર સમય: સવારે 10:00 કલાકે સ્થળ: રાજીવ ગાંધી ભવન, પાલડી, અમદાવાદ #संविधान_रक्षा_मार्च #SaveConstitution
5
40
603
લોકશાહી અને સંવિધાનના રક્ષણ માટે સંવિધાન રક્ષા માર્ચ તારીખ: 25 નવેમ્બર, 2026- બુધવાર સમય: સવારે 10:00 કલાકે સ્થળ: રાજીવ ગાંધી ભવન, પાલડી, અમદાવાદ #संविधान_रक्षा_मार्च #SaveConstitution
3
13
34
607
‘SD PAY – અપના પે’ના રૂ. ૧,૨૧૧+ કરોડના ડિજિટલ કૌભાંડના ૬.૫૩ લાખ પીડિત પરિવારોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ દ્વારા ઓનલાઈન પીટીશન લોન્ચ •સરકારના મૌન અને નિષ્ક્રિયતા સામે જનતાનો અવાજ બુલંદ કરવા ‘Change.org’ પર રાષ્ટ્રવ્યાપી ઓનલાઈન અભિયાનની શરૂઆત •આવનારા દિવસોમાં તમામ પીડિતોની વિગતો એકત્રિત કરી મુખ્યમંત્રી કાર્યાલય, વિધાનસભા અને સંસદ સુધી લડત લઈ જવાશે: શ્રી અમિત ચાવડા •પીડિત પરિવારો તથા જાગૃત નાગરિકો QR કોડ સ્કેન કરીને અથવા લિંક દ્વારા સીધા જ પીટીશનમાં જોડાઈ શકશે : ડો અમી યાજ્ઞિક સમગ્ર ગુજરાત અને દેશભરમાં ‘SD PAY – અપના પે’ મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી થયેલા રૂ. ૧,૨૧૧ કરોડથી વધુના મહાકૌભાંડનો ભોગ બનેલા ૬.૫૩ લાખ સામાન્ય અને મહેનતકશ પરિવારોને ન્યાય અપાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) દ્વારા આજે સત્તાવાર રીતે ઓનલાઈન પીટીશન (Online Petition) લોન્ચ કરવામાં આવી છે. રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા અને એ.આઈ.સી.સી ના CEC મેમ્બર, વરિષ્ઠ અધિવક્તા ડૉ. અમીબેન યાજ્ઞિકે આ ઓનલાઈન અભિયાનની પીટીશનની વિગતો જાહેર કરી હતી. રાજીવ ગાંધી ભવન ખાતે ઓનલાઇન પીટેશન લોન્ચ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારના નાક નીચે ધોળા દિવસે ૬.૫૩ લાખ પરિવારોની આખી જિંદગીની બચત લૂંટાઈ ગઈ હોવા છતાં રાજ્ય અને કેન્દ્ર સરકાર એક શબ્દ બોલવા કે પીડિતોને આશ્વસ્ત કરવા તૈયાર નથી. સંસદીય સમિતિના અહેવાલ મુજબ દેશમાં છેલ્લા ૫ વર્ષમાં ૫૪ લાખ સાયબર ફરિયાદો સામે માત્ર ૨.૪% માં જ FIR થઈ છે, અને ગુજરાતમાં પણ વર્ષ ૨૦૨૫ના ૯ મહિનામાં જ ૭૨,૦૦૦ લોકોએ રૂ. ૬૦૦ કરોડથી વધુ ગુમાવ્યા છે. આ સ્થિતિમાં સરકાર પર દબાણ લાવવા અને જવાબદારી નક્કી કરવા માટે એક વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષે Change.org પ્લેટફોર્મ પર આ ઓનલાઈન પીટીશન લોન્ચ કરેલ છે. ઓનલાઈન પીટીશનના મુખ્ય ઉદ્દેશ્યો અને માંગણીઓ: •CBI અને ED દ્વારા ત્વરિત તપાસ: આંતરરાજ્ય સ્તરે ફેલાયેલા આ કૌભાંડની તપાસ CBI, ED અને SFIOને સોંપી ૩ મહિનામાં પૂર્ણ કરવામાં આવે. •મિલકતો જપ્ત કરી નાણાં પરત કરવા: કૌભાંડીઓએ લોકોના પૈસાથી ખરીદેલી ચલ-અચલ મિલકતો અને બેંક ખાતા જપ્ત કરી પીડિતોની મહેનતની કમાણી પરત કરવામાં આવે. •સત્તાવાર દાવા પોર્ટલ અને રાહત ફંડ: ૬.૫૩ લાખ પીડિત પરિવારોના દાવા નોંધવા માટે સરકાર વિશેષ પોર્ટલ શરૂ કરે અને નાણાં પરત કરવા માટે વિશેષ ફંડની રચના કરે. •ભવિષ્યમાં ફ્રોડ રોકવા ફૂલપ્રૂફ સિસ્ટમ: આ પ્રકારની લોભામણી એપ્લિકેશનો પર નિયંત્રણ રાખવા અને ભવિષ્યમાં કોઈ નાગરિક આ પ્રમાણે ના લૂંટાય તે માટે કડક નિયમનકારી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. પીડિત પરિવાર તથા જનતાને જોડાવા અપીલ શ્રી અમિત ચાવડા અને ડો અમી યાજ્ઞિકે સ્પષ્ટ કર્યું હતું કે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ પીડિત પરિવારોના હકની લડાઈ છે. ફક્ત ભોગ બનેલા પરિવારો જ નહીં, પરંતુ સાયબર ફ્રોડ સામે અવાજ ઉઠાવવા માંગતો દરેક જાગૃત નાગરિક QR કોડ સ્કેન કરીને અથવા લિંક ( c.org/kpfXBx8B9m ) પર જઈને પોતાનું નામ, નંબર અને ઈમેલ દ્વારા પીટીશન પર સહી કરી સમર્થન આપી શકે છે. આગામી દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લા મથકોએથી પણ આ અભિયાનને વેગ આપવામાં આવશે. આવતા એક મહિનામાં તમામ પીડિતોની વિગતો એકત્રિત કર્યા બાદ, વિધાનસભાના આગામી બજેટ સત્ર પહેલાં કોંગ્રેસ પક્ષ આ મુદ્દે મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાત વિધાનસભા અને સંસદ સુધી ઉગ્ર રજૂઆત અને લડત ચલાવશે. રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત ઉપરોક્ત પિટિશન લોન્ચિંગ માટેની પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ડો. હિમાંશુ પટેલ, મીડિયા કોઓર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડો. અમિત નાયક અને મીડિયા પેનલિસ્ટશ્રી મુકેશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા •ઓનલાઈન પીટીશનમાં જોડાવા માટેની લિંક: c.org/kpfXBx8B9m
1
18
63
1,953
અન્યાય સામે અવાજ, બંધારણ અમારું હથિયાર સંવિધાન રક્ષા માર્ચ તારીખ: 25 નવેમ્બર, 2026- બુધવાર સમય: સવારે 10:00 કલાકે સ્થળ: રાજીવ ગાંધી ભવન, પાલડી, અમદાવાદ #संविधान_रक्षा_मार्च #SaveConstitution
2
10
41
671