Gujarat Information (@InfoGujarat) header
Gujarat Information (@InfoGujarat) profile picture

Official X (Twitter) handle of Commissionerate of Information, Government of Gujarat

Gandhinagar, India
Joined April 2011
Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)
સ્થાનિક યુવાનોને રોજગારી અને ગ્રામીણ પ્રવાસનને વેગ... માલધારી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને જીવનશૈલીને પ્રવાસન સાથે જોડતા પરંપરાગત હોમસ્ટે ગ્રામ્ય વિકાસનું નવું માધ્યમ બની રહ્યા છે... #Homestay #RuralDevelopment #GujaratTourism @GujaratTourism @InfoJunagadhGoG
2
1,008
નવેમ્બર - ડિસેમ્બર 2026માં યોજાનાર ધો. 10-12ની GSOSની પરીક્ષા સંદર્ભે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર... ટોલ ફ્રી નંબર: 1800 233 5500 સમય: સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૬:૦૦ નોંધ: હેલ્પલાઇન દર રવિવારે તથા જાહેર રજાના દિવસે બંધ રહેશે
2
2
1,030
ગુજરાત અને આસામ વચ્ચે આર્થિક સહયોગને મળશે નવી ગતિ... રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલે આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમા સાથે કરી મુલાકાત; વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ઉપસ્થિત રહેવા માટેનું ઔપચારિક આમંત્રણ પાઠવ્યું... આ બેઠક દરમિયાન ઓઈલ અને ગેસ ક્ષેત્રે ગુજરાતે હાંસલ કરેલી નોંધપાત્ર પ્રગતિ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી; ઉપરાંત, બંને રાજ્યો વચ્ચે ઔદ્યોગિક સહયોગ, પરસ્પર રોકાણની તકો અને આંતર-રાજ્ય ભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો... ગુજરાત અને આસામ વચ્ચેના આંતરરાજ્ય સહયોગને વધુ મજબૂત બનાવવા તેમજ ઔધોગિક વિકાસ અને રોકાણના ક્ષેત્રોમાં નવી તકો, વેપાર-વાણિજ્ય તથા વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા અંગે આ મુલાકાત મહત્વપૂર્ણ બની રહેશે... આ મુલાકાત પ્રસંગે ગુજરાત એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘ (IAS) અને ડેલીગેશનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા... #VibrantGujaratGlobalSummit2027 #VGGS #GujaratandAssam
3
3
1,085
રાજ્યમાં ખાદ્ય સુરક્ષા મુદ્દે સરકાર એક્શન મોડમાં; આજથી સમગ્ર ગુજરાતમાં "ઓપરેશન હેલ્થ" હેઠળ નેશનલ હાઈવે તથા રાજ્યના મુખ્ય હાઇવે પરની હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાની તપાસનો પ્રારંભ: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા #GujaratInformation @prafulpbjp @HealthDeptGuj
6
2
14
1,502
લોકઆસ્થાના સાનિધ્યમાં રાજ્યની સુખાકારી, સમૃદ્ધિ અને સર્વજન કલ્યાણની પ્રાર્થના... દાહોદ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતના બીજા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધાનપુર તાલુકાના રતનમહાલના જંગલ વિસ્તારમાં આવેલા ભુવેરો ગામના પ્રાચીન બાબાદેવના સ્થાનકે પહોંચી શ્રદ્ધાપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા... ​આદિવાસી સમાજમાં ગામના રક્ષક અને સુખાકારીના દેવ તરીકે પૂજાતા બાબાદેવના સાનિધ્યમાં મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો સાથે જમીન પર સાદગીપૂર્વક બેસીને સીધો સંવાદ કર્યો અને તેમના સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા. આ ઉપરાંત, સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ ખજૂરીના પાનની છાબડી, હર્બલ સાબુ, તીર-કમાન અને પ્રાકૃતિક ખેતીની બનાવટોના સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક કૌશલ્યને બિરદાવ્યું...
5
12
1,197
આજનો શબ્દ #wordoftheday #GujaratiWord
12
60
1,506
ઉત્સવ ઉજવ્યો ઉમંગથી, હવે સ્વચ્છતા જાળવીશું સંકલ્પથી... ઉત્સવના સમાપન બાદ કચરાનો યોગ્ય સ્થાને નિકાલ કરીએ અને આપણા શહેરને સુંદર તથા સ્વચ્છ રાખવામાં સહયોગ આપીએ. #ThursdayTips #MahitiMorning #Awareness
14
17
924
સહજ અને સરળ જનનેતા માન. મુખ્યમંત્રીશ્રીની આગવી સંવેદનશીલતા... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગરબાડા તાલુકાના ભિંડોલ ગામમાં રાત્રિ રોકાણ કરી ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરી અને ગ્રામીણ નાગરિકોની રજૂઆતો સાંભળી તેમજ મહિલાઓ, વડીલો સાથે સહજ સંવાદ કર્યો અને ગ્રામીણ જનજીવનની જાણકારી મેળવી... આદિજાતિ વિસ્તાર ગરબાડાના ત્રીદિવસીય પ્રવાસની પ્રથમ રાત્રિએ મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી ભજન મંડળીના ભજન કીર્તનનો પણ લહાવો લીધો...
1
14
26
1,906
સ્નેહ, સંવાદ અને આત્મીયતા... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિજાતિ વિસ્તાર ગરબાડાના ત્રિદિવસીય પ્રવાસની પ્રથમ રાત્રિએ ધાનપુરના ભિંડોલ ગામે આદિજાતિ તડવી પરિવારના નિવાસસ્થાને જમીન પર બેસી પરિવારજનો સાથે ખાખરાના પાનમાંથી બનાવેલા પડિયા-પતરાળીમાં પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો...
19
24
2,020
ગુજરાત પ્રવાસે પધારેલા માનનીય લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી... લોકભવન ખાતે પધારેલા લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉષ્માભેર અને આત્મીય સ્વાગત-સન્માન કર્યું; આ સૌજન્ય મુલાકાત દરમિયાન બંને મહાનુભાવો વચ્ચે વિવિધ રાષ્ટ્રીય અને સામાજિક વિષયો પર વિચાર-વિમર્શ થયો...
17
16
1,940
માનનીય લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ વડનગરના વિવિધ સ્થળોની લીધી મુલાકાત; અધ્યક્ષશ્રીએ વડનગરના પૌરાણિક અને વિકાસલક્ષી સ્થળોનું નિરીક્ષણ કરીને અહીંની વિરાસત અંગે ગૌરવની લાગણી વ્યક્ત કરી... વડનગરના ઐતિહાસિક વારસાને નિહાળતા લોકસભા અધ્યક્ષશ્રી; પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે કર્યો સહજ સંવાદ... લોકસભા અધ્યક્ષશ્રીએ વડનગરના વિવિધ પ્રકલ્પોનું નિરીક્ષણ કર્યું અને આર્કિયોલોજિકલ મ્યુઝિયમ તેમજ રેલ્વે સ્ટેશન સહિતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત; વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા... #Vadnagar
18
24
2,072
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના પ્રવાસન ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપિત... ➡️ દિવાળીના તહેવારોમાં ગુજરાતના પ્રવાસન સ્થળો અને પવિત્ર યાત્રાધામો પર પ્રવાસીઓનો ઐતિહાસિક ફૂટફોલ: 8 મુખ્ય સ્થળોએ 38 લાખથી વધુ મુલાકાતીઓ... ➡️ ગત વર્ષની સરખામણીએ દ્વારકામાં 128 ટકા, નડાબેટમાં 54 ટકા, અંબાજી ખાતે 48 ટકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 32.35 ટકા પ્રવાસીઓનો વધારો... ➡️ રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન માળખાકીય સુવિધાઓના સતત વધારા અને સુવ્યવસ્થિત વ્યવસ્થાપનને કારણે ગુજરાતના તમામ મુખ્ય પ્રવાસન અને યાત્રાધામો પર પ્રવાસીઓના ફૂટફોલમાં ઐતિહાસિક વૃદ્ધિ નોંધાઈ... @sanghaviharsh
16
30
2,150
તાના-રીરી મહોત્સવ 2026 ઐતિહાસિક વડનગરની પાવન ધરા શાસ્ત્રીય સંગીતની સુરાવલીથી બનશે મંત્રમુગ્ધ... 🗓️ 19-20, નવેમ્બર #TanaRiriMahotsav
19
24
1,775
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્ત્વપૂર્ણ નિર્ણય... શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 'વાર્ષિક નિરીક્ષણ અહેવાલ' ઓનલાઇન ભરવાની સમયમર્યાદા લંબાવીને 3/12/2026 કરવામાં આવી…
21
32
5,387
ગિરનાર પહોંચ્યા સંગીત જગતના લોકપ્રિય કલાકાર દિલજીત દોસાંઝ; કહ્યું 'કુછ દિન તો ગુજારો ગુજરાત મેં'... #DiljitDosanjh
From enjoying Gujarat’s food to experiencing the thrill of Gir and taking a ride on the Girnar Ropeway, Diljit Dosanjh gives a glimpse of the many experiences Gujarat has to offer. As he says, “Kuch Din to Gujaro Gujarat me” and experience it all yourself.
1
20
84
4,109
વડનગરની ઐતિહાસિક ધરા પર 'વિશ્વશાંતિ મહાયજ્ઞ': માનનીય લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ જગદગુરુ પૂજ્યશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના આશીર્વાદ લીધા... આધ્યાત્મિક ચેતનાથી સભર આ મહાયજ્ઞના આઠમા દિવસે લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ વિશેષ હાજરી આપી પવિત્ર વાતાવરણમાં સહભાગી થયા; આ અવસરે તેઓની સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા, જેઓએ વડનગરની ભૂમિ પર ગુંજી રહેલા મંત્રોચ્ચાર વચ્ચે દિવ્ય અનુભૂતિ કરી... આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વડનગરના અધિષ્ઠાયક દેવ ભગવાન હાટકેશ્વર મહાદેવના મંદિરે જઈ શીશ નમાવ્યું; અધ્યક્ષશ્રીએ મહાદેવના પવિત્ર દર્શન અને પૂજન અર્ચન કરી સમસ્ત જનતાની સુખાકારી, શાંતિ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે મંગલ પ્રાર્થના કરી... #Vadnagar
19
21
1,876
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાદગી આદિજાતિ ગ્રામજનો અને પરિવારોને સ્પર્શી ગઈ... 🔸ગરબાડા તાલુકાના 72 કલાકના પ્રવાસના પ્રારંભે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી... 🔸 સરાબલી ગામના અદના આદિજાતિ પરિવારના ઘરે બપોરનું ભોજન લીધું... 🔸 પરિવારના વડીલો અને બહેનો સાથે વાતચીત કરીને પારિવારિક સ્થિતિ જાણી; બાળકોના અભ્યાસ, પરિવારની આજીવિકા અંગે પૃચ્છા કરી... 🔸 સ્વાગત નૃત્ય કરતી ટીમે સાથે ફોટો પડાવવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે સહજ ભાવે ટીમ સાથે ઊભા રહી અને ફોટો પડાવ્યો... મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકેની છબી ધરાવતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરળ, સાહજિક અને સાદગીપૂર્ણ સ્વભાવના કારણે લોકહૃદયમાં આગવું સ્થાન ધરાવે છે... #Dahod #GujaratInformation
13
29
2,068
'ગિરનારની લીલી પરિક્રમા 2026' જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા તા. 20 નવેમ્બરથી પ્રારંભ થતી 'ગિરનારની લીલી પરિક્રમા-2026' માં પધારતા લાખો ભાવિકોની સુવિધા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ... 🔹 પરિક્રમાના કઠિન એવા 'નળ પાણીની ઘોડી' વિસ્તાર સહિત સમગ્ર રૂટ પર પીવાના પાણીની ખાસ વ્યવસ્થા. 🔹 70થી વધુ સંસ્થાઓ અને અન્નક્ષેત્રો દ્વારા ભોજન તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન. 🔹 ભાવિકોની સુવિધાાર્થે એસ.ટી. નિગમ દ્વારા 450 વિશેષ બસો અને તળેટી માટે 50 મિનિ બસોની સુવિધા. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ અપીલ: "પરિક્રમા દરમિયાન જંગલ અને પ્રકૃતિનું જતન કરીએ, પ્લાસ્ટિકમુક્ત પરિક્રમા બનાવીએ અને વન્યજીવોની સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખીએ." આવો, આસ્થા અને પ્રકૃતિના આ મહાપર્વમાં સહભાગી બનીએ... #GirnarLiliParikrama2026 @collectorjunag @InfoJunagadhGoG
1
16
1
55
3,874
ડિજિટલ ગુજરાત, સ્વસ્થ ગુજરાત! પોરબંદરની ભાવસિંહજી સરકારી જનરલ હોસ્પિટલની ડિજિટલ પહેલ; દર્દીઓને લેબોરેટરી ટેસ્ટ્સ રિપોર્ટ સીધા વોટ્સએપ મારફતે મોકલવામાં આવે છે... #Porbandar #DigitalGujarat #BhavsinhjiGeneralHospitalPorbandar @InfoPorbandar
18
16
1,845
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિવાસી પરિવાર મુકેશભાઈ બારીયાના નિવાસસ્થાને ભોજન લીધું; પરંપરાગત આદિવાસી ભોજનમાં અડદ-ચણાની દાળ, મકાઈના રોટલા, દેશી ભજીયા, ભીંડાનું શાક, પાપડ અને મીઠાઈ સહિતની વાનગીઓ પીરસવામાં આવી... મુખ્યમંત્રીશ્રીએ સાદા ઘરમાં પરિવાર સાથે જમીને સાદગી અને આત્મીયતાનો સુંદર સંદેશ આપ્યો; આ મુલાકાતથી આદિવાસી પરિવારના સભ્યોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો... #Dahod #GujaratInformation
2
16
59
4,343