Official account of the Chief Minister's Office, Government of Gujarat

Gandhinagar, India
Joined August 2016
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ખેતી-ખેડૂત, જનસુવિધા, જમીનના દબાણ, ગ્રામીણ સડક જેવી નાગરિકોની વિવિધ રજૂઆતો અને સમસ્યાઓ પ્રત્યક્ષ સાંભળ્યા હતા. મુખ્યમંત્રીશ્રી દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે રૂબરૂ તેમજ જિલ્લા-તાલુકાના વહિવટી તંત્રના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા-પરામર્શ કરીને આ રજૂઆતોના તાત્કાલિક નિવારણ માટેના નિર્દેશ આપ્યા હતા.
2
7
1
14
2,492
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે ગાંધીનગર ખાતે કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટના 'કાઠિયાવાડ ભવન'નું લોકાર્પણ તેમજ આ ભવન નિર્માણમાં યોગદાન આપનાર તમામ દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ'મંત્રને દોહરાવતાં કહ્યું હતું કે, શિક્ષણ એ માત્ર વ્યક્તિગત પરિવર્તનનું સાધન નથી, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું શક્તિશાળી માધ્યમ છે. શહેરોમાં રહીને અભ્યાસ કરતા યુવાઓને અભ્યાસ સાથે આવાસની સુવિધા આપવા માટે વિવિધ સમાજોના ભવનો સરકારના પ્રયાસોમાં પૂરક બનીને સમાજના સહયોગથી વિકાસને વધુ વ્યાપક બનાવે છે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ 'વિકસિત ભારત-2047'ની નિર્માતા એવી યુવાશક્તિના ભવિષ્યને કેન્દ્રમાં રાખીને કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટના ભગીરથ પ્રયાસ બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કાઠિયાવાડની ધરતી ધર્મ, ભક્તિ અને શૌર્યની સમૃદ્ધ પરંપરાનો વારસો ધરાવે છે. કાઠી સમાજે પોતાની ગૌરવશાળી પરંપરાને જાળવી રાખીને શિક્ષણ, જ્ઞાન, કૌશલ્ય અને આધુનિક વિચારધારા દ્વારા સમાજને નવી ઊંચાઈઓએ લઈ જવાના કરેલા સંકલ્પની સરાહના કરવાની સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' સંકલ્પમાં કાઠી સમાજને સહભાગી બની પર્યાવરણ સંરક્ષણ માટે 'એક પેડ મા કે નામ', 'વોકલ ફોર લોકલ' અને 'સ્વચ્છતા' જેવા અભિયાનોમાં યોગદાન આપવા આહવાન કર્યુ હતું.
8
20
2,438
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલ દ્વારા અક્ષય ઊર્જાને પ્રોત્સાહન થકી ઊર્જા આત્મનિર્ભરતા માટે કટિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
16
3
29
4,113
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિન નિમિત્તે આયોજિત સેવાકાર્યોના ભાગરૂપે અમદાવાદના ઓગણજની આંગણવાડી કેન્દ્ર-6 ખાતે બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે અને તેમના સ્વાસ્થ્યનું જતન થાય તે માટે બાળકોના વાલીઓને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતા આ સેવાકાર્ય દ્વારા બાળકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
2
17
1
35
2,888
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિન નિમિત્તે અમદાવાદ સ્થિત સોલા સિવિલ હોસ્પિટલ ખાતે માનવસેવાના વિવિધ કાર્યક્રમોમાં સક્રિય સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ 'રાષ્ટ્રસેવા એ જ સંકલ્પ, ભારતની પ્રગતિ એ જ લક્ષ્ય'ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઈને તેમના ખબર-અંતર પૂછીને ફળોનું વિતરણ કર્યું હતું તેમજ દર્દીઓ ઝડપથી સાજા થાય અને તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તેવી પ્રાર્થના સાથે તેમને શુભકામનાઓ પાઠવી હતી.
8
21
45
4,464
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલા કુસુમબા 'અન્નક્ષેત્ર' (નિઃશુલ્ક આહાર કેન્દ્ર) ખાતે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા-સંબંધીઓ તથા જરૂરિયાતમંદ લોકોને ભોજન વિતરણ કરીને જનસેવા તથા સંવેદનશીલતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
7
7
341
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના માહિતી ખાતા દ્વારા સંપાદિત ‘ગુજરાત દીપોત્સવી અંક-2082'નું આજે ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. રાજ્યના પ્રતિષ્ઠિત લેખકો-સાહિત્યકારો દ્વારા કંડારાયેલ અભ્યાસ લેખો, નવલિકાઓ, વિનોદિકાઓ, નાટિકા અને કાવ્ય રચનાઓ ઉપરાંત ગુજરાતની સંસ્કૃતિને અભિવ્યક્ત કરતી તસવીરો સાથેનો આ વર્ષનો દીપોત્સવી અંક આપણી સાંસ્કૃતિક વિરાસતના પ્રતિબિંબ સમાન છે.
1
35
85
5,205
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ (GMDC)ના 2025-26ના વર્ષના ડિવિડન્ડનો ₹223.54 કરોડનો ચેક રાજ્યના મુખ્ય સચિવશ્રી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકારશ્રી અને GMDCના ચેરમેનશ્રી, GMDCના મેનેજીંગ ડિરેક્ટરશ્રી તથા અન્ય વરિષ્ઠ સચિવશ્રીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની જાહેર ક્ષેત્રની અગ્રણી ખનન કંપનીઓમાં એક એવું રાજ્ય સરકારનું આ સાહસ ખનિજ સંસાધનોના સાયન્ટીફિક, એફિસિયન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા રાજ્યના ઔદ્યોગિક તેમજ આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
1
25
54
16,143
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય નૈકા દળના વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડીંગ ઈન-ચીફ વાઈસ એડમીરલ શ્રી સંજય વાત્સયને ગાંધીનગરમાં સૌજન્ય મૂલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રી સાથેની આ મૂલાકાતમાં તેમણે ગુજરાતના વ્યુહાત્મક સમુદ્ર કિનારાની સુરક્ષા અંગે ભારતીય નૌ સેનાની વિવિધ ગતિવિધિઓની જાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડીંગ ઈન ચીફના નેતૃત્વ હેઠળ સમગ્ર અરબી સમુદ્ર, પશ્ચિમ હિન્દ મહાસાગર, હોર્મુઝ સ્ટ્રેટ, બાબ-અલ-મંડેલ સ્ટ્રેટ અને સુએઝ કેનાલ તથા મોઝામ્બિક ચેનલ અને કેપ ઓફ ગુડ હોપ જેવા મહત્વપૂર્ણ ચેક પોઈન્ટ્સ આવરી લેવાયા છે. આ ઉપરાંત, દેશના મહત્વપૂર્ણ પશ્ચિમી દરિયા કાંઠાનું રક્ષણ, વેપાર અને ઊર્જા માર્ગો સુરક્ષિત કરવા તથા ભારતની દરિયાઈ સરહદોનું રક્ષણ કરવામાં પણ વેસ્ટર્ન નેવલ કમાન્ડની પ્રાથમિક ભૂમિકા છે.
21
37
3,731
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના ‘પોલીસ સ્મૃતિ દિવસ’ નિમિત્તે પ્રજાની સુરક્ષા, સલામતી અને કાયદો- વ્યવસ્થાની જાળવણી માટે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા વીર શહીદ પોલીસકર્મીઓને અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રીની કચેરી સ્થિત શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. #PoliceCommemorationDay
1
21
43
5,987
મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોની સુરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા પોલીસકર્મીઓના શૌર્ય, સમર્પણ અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પોલીસ જવાનોની અવિરત ફરજ નિષ્ઠા અને ઉત્તમ કાયદો-વ્યવસ્થાને કારણે ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયું છે. તેમણે દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારકના નિર્માણનો સંદર્ભ આપતાં કહ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોલીસ દળના યોગદાનને સન્માનિત કરવા અનેક મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. ગુજરાતમાં તાજેતરમાં નવરાત્રિ પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું તે બદલ મુખ્યમંત્રીશ્રીએ પોલીસ દળની કર્તવ્ય પરાયણતાને અભિનંદન પાઠવતાં કહ્યું કે, રાજ્યના વિકાસ અને પ્રગતિ માટે સુરક્ષિત વાતાવરણ અનિવાર્ય છે અને રાજ્યમાં શાંતિ, સલામતી અને સુદૃઢ કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસ દળની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. #PoliceCommemorationDay
11
14
531
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અવિક્ષિપ્ત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો સુનિશ્ચિત કરી અવિરત પ્રગતિની ઊર્જા પૂરી પાડતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
21
2
34
4,367
જનસુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણીથી લઈને કુદરતી આપત્તિઓમાં નાગરિકોને સહાય કરવાની પોલીસ દળના જવાનોની કર્તવ્યનિષ્ઠાને કારણે ગુજરાત સમગ્ર વિશ્વમાં શાંતિ અને સલામતીના મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયેલ છે. આજના ‘પોલીસ સ્મૃતિ દિવસ’ નિમિત્તે પોતાની ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનાર અમર શહીદ પોલીસ કર્મીઓના સાહસ અને સમર્પણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. #PoliceCommemorationDay
1
30
79
5,249
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં સતત વધી રહેલી વીજ માંગ અને પુરવઠાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા તેમજ સંબંધિત ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં ખેડૂતો, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા તથા તાજેતરમાં નોંધાયેલી વીજ માંગને પહોંચી વળવા સરકાર દ્વારા લેવામાં આવેલ સઘન પગલાં તેમજ ભવિષ્યના સુદ્રઢ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ બેઠક દરમિયાન થયેલી ગહન ચર્ચાઓ બાબતે ઊર્જા વિભાગને વધુ ગતિથી આગળ વધવા સ્પષ્ટ દિશાનિર્દેશો તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
5
43
105
30,265
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુરક્ષિત, સમૃદ્ધ અને સૌહાર્દભર્યા સમાજનું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
20
34
5,150
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના વિજયાદશમીના પાવન પર્વે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને સુરક્ષા-સલામતી વ્યવસ્થામાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓનાં શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કરીને ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને જાળવી હતી. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક આ વિજયાદશમીના પર્વે શસ્ત્રપૂજનની પરંપરા દ્વારા તેમણે શસ્ત્ર અને શાસ્ત્રની રક્ષા તથા તેના મહત્ત્વને ઉજાગર કર્યું હતું.
4
32
79
4,971
મુખ્યમંત્રીશ્રીએ તમામ સુરક્ષાકર્મીઓને વિજયાદશમી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, રક્ષા અને સુરક્ષાનું દાયિત્વ નિભાવવાની સાથે સંવેદના, કરુણા અને સત્કર્મોની ભાવના જાળવી રાખીને કર્તવ્યપથ પર અવિરત કાર્યરત રહેવું એ જ સાચો કર્મયોગ અને ફરજનિષ્ઠા છે.
9
12
599
અસત્ય પર સત્ય, અધર્મ પર ધર્મના વિજયના પર્વ વિજયાદશમીની સૌ નાગરિકોને શુભકામનાઓ..!
14
25
2
72
4,617
ગુજરાતની 53 હજારથી વધુ મહિલાઓને મળ્યો ‘સખી’નો સહારો..! મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના 34 જિલ્લાઓમાં 24x7 કાર્યરત 36 'સખી વન સ્ટોપ સેન્ટર' સંકટગ્રસ્ત મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયાં છે. અબળાને સબળા બનાવતી ​આ પહેલ અંતર્ગત વીડિયો કોન્ફરન્સિંગ અને રેસ્ક્યુ જેવી સવલતોથી સજ્જ આ કેન્દ્રો મારફતે અત્યાર સુધીમાં રાજ્યની 53 હજારથી વધુ મહિલાઓને એક જ જગ્યાએથી આવાસ, આરોગ્ય, કાયદાકીય મદદ અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે અને પુનઃ સન્માનજનક જીવન જીવવા માટેનો સહારો પ્રાપ્ત થયો છે.
13
24
2
64
7,511