બોલિવૂડના ‘સાપ-સપેરા’થી ‘વસુધૈવ કુટુંબકમ્’ સુધી: મોદીકાળમાં ભારતની સનાતન સભ્યતા કઈ રીતે બની ‘સોફ્ટ પાવર’
એક સમયે દુનિયા ભારતને સાપ-સપેરા, ગરીબી અને અંધશ્રદ્ધાની છબીથી ઓળખતી હતી, પરંતુ મોદીકાળમાં ભારતે પોતાની હજારો વર્ષ જૂની સનાતન સભ્યતાને જ વૈશ્વિક પ્રભાવનું સાધન બનાવી દીધી.
યોગ, બુદ્ધ, નાલંદા અને ‘વસુધૈવ કુટુંબકમ્’થી લઈને SCOના પ્રથમ ‘સિવિલાઇઝેશનલ ડાયલોગ’ સુધી, ભારતે પોતાના સભ્યતાગત વારસાને કઈ રીતે વૈશ્વિક સંવાદ અને પ્રભાવના સાધન તરીકે આગળ ધપાવ્યો?
🔗gujarati.opindia.com/explain…
તમિલનાડુના થિરુપરનકુંદ્રમ પહાડ પર દીપ પ્રગટાવવા માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી
વચગાળાનો આદેશ આપીને 24 નવેમ્બરે એક વખત દીપ પ્રગટાવવા માટે સર્વોચ્ચ ન્યાયાલયે લીલી ઝંડી આપી, પણ સામાન્ય લોકોને પ્રવેશ નહીં મળે કે બીજો કોઈ જાહેર કાર્યક્રમ નહીં થઈ શકે.
🔗gujarati.opindia.com/news-up…
#TamilNadu #SupremeCourt
'મેં રાજીનામું આપી દીધું છે, મહાભિયોગની કાર્યવાહી ન થઈ શકે': રોકડ રકમ મામલેના વિવાદમાં પૂર્વ જજ વર્માએ લોકસભાને નવો પત્ર લખ્યો
માર્ચ 2025માં સરકારી બંગલેથી રોકડા રૂપિયા મળી આવ્યા હતા, જે મામલે સુપ્રીમ કોર્ટની ઇન્ટર્નલ કમિટી અને લોકસભાની સમિતિ બંનેએ જજને દોષી ઠેરવ્યા છે.
જોકે ન્યાયાધીશે સતત આરોપો નકારીને એપ્રિલ 2026માં રાજીનામું ધરી દીધું હતું.
🔗gujarati.opindia.com/news-up…
#YashwantVarma #Judiciary
વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક સંજ્ઞાઓ અને શબ્દો, ગુજરાત સરકારે નિયમો બદલ્યા
તમામ ખાનગી વાહનો માટે પણ નિયમો લાગુ પડશે.
🔗gujarati.opindia.com/news-up…
#Gujarat
ગિરનારની પરિક્રમા માત્ર 36 કિમીનો રસ્તો નથી, એ લાખો પગલાંથી લખાતી અસંખ્ય શ્રદ્ધાની વાતો છે.
ભવનાથથી ઝીણાબાવાની મઢી, માળવેલા અને બોરદેવી સુધીનો રસ્તો એક છે, પણ દરેક યાત્રાળુની યાત્રા અલગ છે. કોઈ માનતા લઈને ચાલે છે, કોઈ આભાર માનવા, કોઈ પોતાના મનને શાંત કરવા.
જંગલની કેડી, થાકેલા પગ, સદાવ્રતનું ભોજન અને અજાણ્યા માણસનો સહારો આ યાત્રાને માત્ર પરિક્રમા રહેવા દેતાં નથી.
ગિરનાર અચળ છે, માણસ ગતિમાન છે. 36 કિમી પછી યાત્રાળુ ફરી ભવનાથ પહોંચે છે, પરંતુ જે માણસ નીકળ્યો હતો એ જ માણસ પાછો ફરતો નથી.
વિગતો: gujarati.opindia.com/indolog…
9
241
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આસામ 'પાર્ટનર સ્ટેટ' તરીકે જોડાશે, સીએમ હિમંતાને નિમંત્રણ અપાયું
🔗gujarati.opindia.com/news-up…
#Gujarat #VibrantGujarat #Assam
3
111
તથાકથિત ક્રાંતિ રિજિમ ચેન્જ કરે છે, કાયમી રાજકીય-સામાજિક સ્થિરતા લાવતી નથી
બાંગ્લાદેશ તેનું ઉદાહરણ છે. 2024ના સત્તાપલટા પછી આજે પણ ત્યાં હિંસા અને અરાજકતાનો માહોલ યથાવત છે. શેખ હસીનાની વાપસી પહેલાં હિંસા થઈ, થોડા સમય પહેલાં એક આંદોલન થયું હતું.
બાંગ્લાદેશમાં ક્રાંતિની વાતો કરીને શાસનવ્યવસ્થા તો બદલી દેવાઈ, પરંતુ પરિસ્થિતિ ખાસ બદલાઈ નથી અને હવે અવ્યવસ્થા કાયમી સ્થિતિ બની ગઈ છે.
બાંગ્લાદેશની સ્થિતિ પરથી શું શીખી લેવા જેવું છે– વાંચો.
🔗gujarati.opindia.com/opinion…
#Bangladesh
તાનસેનને રાગ મલ્હારથી બચાવ્યા, પરંતુ અકબરની સત્તા સામે ન ઝૂક્યાં: વડનગરનાં તાના-રીરીની એ અમર ગાથા…
તાનસેનના શરીરમાં રાગ દીપકની અગ્નિથી અસહ્ય દાહ થયો ત્યારે ગુજરાતની ધરતી પર વસ્તી તાના અને રીરી નામની બે બહેનોએ રાગ મલ્હારના સૂર છેડી તેમને નવજીવન આપ્યું.
પરંતુ જ્યારે એ જ બહેનોને અકબરના દરબારમાં ગાવા માટે બોલાવવામાં આવ્યાં ત્યારે તેમણે પોતાની પરંપરા અને સ્વાભિમાન સાથે કોઈ સમાધાન સ્વીકાર્યું નહીં.
સત્તા સામે ઝૂકવાને બદલે તાના-રીરીએ જીવનનો અંત પસંદ કર્યો. 2003થી ઉજવાતો તાના-રીરી મહોત્સવ તેમની સંગીતસાધના અને બલિદાનની એ જ સ્મૃતિને પેઢી દર પેઢી આગળ લઈ જઈ રહ્યો છે.
વિગતો: gujarati.opindia.com/indolog…
જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકીઓ વિરુદ્ધ ATS કાર્યવાહીથી ચર્ચામાં આવેલું ભાગળ ગામ… હવે દિવાળીના દિવસે દલિત હિંદુ યુવાનો પર મુસ્લિમો દ્વારા હુમલાથી સમાચારમાં છે.
પીડિતોની આપવીતી શું છે?
એટ્રોસિટી કેસમાં શું થયું?
અને સ્થાનિક કોંગ્રેસ MLA જિજ્ઞેશ મેવાણી અંગે પીડિતો શું સવાલ કરી રહ્યા છે?
@journolinc નો EXCLUSIVE GROUND REPORT.
#OpIndiaGujarati #Bhagal #Vadgam
લગ્નની લાલચ આપીને સગીર બાળકી સાથે દુષ્કર્મ, ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા સાહિલ ઇલિયાસની ધરપકડ: અંજારની ઘટના
અંજારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરા સાથે સંપર્કમાં આવેલા સાહિલ ઇલિયાસ કુંભાર પર લગ્નની લાલચ આપીને તેની સાથે વારંવાર દુષ્કર્મ કરવાનો આરોપ છે.
ફરિયાદ બાદ અંજાર પોલીસે કાર્યવાહી કરીને ભુજના 22 વર્ષીય સાહિલ ઇલિયાસ કુંભારની ધરપકડ કરી છે. સગીરાને પોલીસે પરિવારને સોંપી છે.
વિગતો: gujarati.opindia.com/news-up…
ONGCના કૂવામાંથી 8,000 લિટર ક્રૂડ ઓઇલની ચોરી, ગુજરાત ATSએ કોન્ટ્રાક્ટર નસીરુદ્દીન-ગફ્ફાર સહિત 6ને પકડ્યા
ખેડાના સારસા ખાતે ONGCના ઓઇલ વેલ નં. 26માંથી ‘ફાઇટર પંપ’ દ્વારા ક્રૂડ ઓઇલ કાઢીને અમદાવાદ લાવવામાં આવતું હતું. વટવા GIDCમાં દરોડા દરમિયાન 8,000 લિટર ક્રૂડ ઓઇલ, ONGCનું ટેન્કર અને આઈસર ટ્રક જપ્ત કરવામાં આવ્યાં.
આરોપીઓ ક્રૂડ ઓઇલને બીજા વાહનમાં ટ્રાન્સફર કરીને વેચવાની તૈયારીમાં હતા. ATSએ નસીરુદ્દીન ઉર્ફે વિકી મલેક, ગફ્ફાર અબ્દુલભાઈ રંગરેજ સહિત 6ને ઝડપી લીધા છે.
વિગતો: gujarati.opindia.com/news-up…
પાંચ દાયકા પછી વિશ્વમાં ધાર્મિક-સાંસ્કૃતિક સંતુલન કેટલું બદલાયેલું હશે?
હમણાં સૌથી વધુ અનુયાયીઓ ધરાવતો પંથ ખ્રિસ્તી છે, જેનું સ્થાન 2035માં ઇસ્લામ લઈ લેશે. ખ્રિસ્તીઓનું કેન્દ્ર યુરોપ અને અમેરિકા નહીં પણ આફ્રિકા હશે.
ભારતમાં હિંદુઓની વસ્તી વધશે પણ કુલ વસ્તીમાં હિસ્સો ઓછો થઈ જશે, બીજી તરફ મુસ્લિમ વસ્તીનો હિસ્સો વધી જશે. 2070 સુધીમાં ભારત સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો બીજો દેશ હશે.
બધી જ વિગતો Pew રિસર્ચના સંશોધનમાં બહાર આવી છે. વાંચો રિપોર્ટ શું કહે છે અને તેનાં તારણો શું.
🔗 gujarati.opindia.com/explain…
શેખ હસીનાની વાપસીની ચર્ચા વચ્ચે બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, યુનુસના ઘર પર આગચંપી
શેખ હસીનાની વાપસીના મુદ્દે બાંગ્લાદેશમાં ફરી રાજકીય માહોલ ગરમાયો છે. દેશવ્યાપી બંધ વચ્ચે અનેક વિસ્તારોમાં હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે.
ઢાકાથી ગોપાલગંજ સહિત 28 જિલ્લાઓમાં તણાવની સ્થિતિ છે. યુનુસના ઘર પર પણ આગચંપીની ઘટના સામે આવી છે.
વિગતો: gujarati.opindia.com/news-up…
35 ગામોમાં શોધખોળ, મસ્જિદમાં ઘેરાયો અને પોતાના ગામથી 160 કિમી દૂર દફન થયો આતંકી લતીફ ભટ
11 નવેમ્બરના CRPF હુમલા બાદ તેની શોધ તેજ કરવામાં આવી હતી. 35 ગામોમાં સર્ચ અને સતત મળતી બાતમીઓ બાદ આખરે તેને ઝાંગલપોરાની મસ્જિદમાં ઘેરી લેવામાં આવ્યો હતો.
આત્મસમર્પણ માટે સમજાવવા છતાં તે ન માન્યો અને એન્કાઉન્ટરમાં ઠાર થયો. પછી તેને પોતાના ગામથી 160 કિમી દૂર દફનાવવામાં આવ્યો.
લશ્કર-એ-તૈયબામાં ભરતી થયા બાદ લતીફ ભટે દક્ષિણ કાશ્મીરમાં કેવી રીતે આતંકી નેટવર્ક ઊભું કર્યું અને સ્થાનિક યુવાનોને આતંકવાદ તરફ ધકેલ્યા?
વાંચો: gujarati.opindia.com/explain…
યુસુફ પઠાણને વડોદરામાં ₹20.53 કરોડની સરકારી જમીન આપવાનો નિર્ણય મંજૂર
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં 978 ચોરસ મીટર જમીન ફાળવવાનો પ્રસ્તાવ બહુમતીથી પસાર થયો.
આ જમીનમાં 500 ચોરસ મીટર મફત આપવામાં આવશે, જ્યારે બાકીની જમીન પણ નક્કી કરાયેલા ભાવ કરતાં 45% ઓછા ભાવે મળશે.
વિગતો: gujarati.opindia.com/news-up…
'હેડમાસ્ટર્સ સન' પછી હવે 'બ્રેડમેકર': આતંકવાદીઓને નવી ઓળખ આપતું ધ પ્રિન્ટનું પત્રકારત્વ
પોર્ટલ 'ધ પ્રિન્ટ' પર એક રિપોર્ટમાં હમણાં કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીને 'બ્રેડમેકર' ગણાવાયો. આ આતંકવાદીએ સીઆરપીએફ જવાનો પર હુમલા કર્યા હતા, હમણાં ઠાર કરાયેલા લતીફ ભટનો સાગરિત હતો.
આવું જ 2016માં બુરહાન વાનીને ઠાર કરાયો ત્યારે થયું હતું. આતંકવાદીઓને હ્યુમનાઇઝ કરવાની પ્રવૃત્તિ મીડિયાના લેફ્ટિસ્ટ વર્ગે છોડી નથી!
🔗 gujarati.opindia.com/media/t…
#Media
સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતનાં ત્રણ શહેરોને એવોર્ડ, પણ કોંગ્રેસને આ સફળતા પણ ખૂંચી!
માત્ર વિરોધ કરવા ખાતર ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીએ સર્વેક્ષણની વિશ્વસનીયતા સામે જ સવાલો ઉઠાવ્યા, ગુજરાતીઓની મહેનત ઓછી આંકી.
શું કોંગ્રેસને સ્વચ્છતા પસંદ નથી કે પછી દરેક સારા કામમાં રાજકારણ શોધીને પ્રાસંગિક રહેવાની જૂની કુટેવ છૂટતી નથી? | @Shh_Shaili
#GujaratPolitics #Congress
મદુરાઈમાં હિંદુઓના કાર્તિગઇ દીપમ પર રોક લગાવવાના પ્રયાસો વચ્ચે વિજયની TVK સરકાર હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટ પહોંચી છે.
દીપસ્તંભ પર દીવો પ્રગટાવવાની સદીઓ જૂની હિંદુ પરંપરાને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે સુપ્રીમ કોર્ટમાં દરગાહ અને TVK સરકાર બંનેને લડત શરૂ કરી છે.
હાઇકોર્ટના આદેશથી દીપસ્તંભ પર દીવો પ્રગટાવવાનો માર્ગ મોકળો થયો હતો, પરંતુ TVK સરકાર અને દરગાહ તેનો વિરોધ કરી રહ્યાં છે.
વિગતો: gujarati.opindia.com/news-up…
પાંચ દાયકા પહેલાં નાસાએ મોકલેલું વોયેજર-1 પૃથ્વીથી એક પ્રકાશદિવસ દૂર પહોંચ્યું!
સેકન્ડે ત્રણ લાખ કિમીની ગણતરી પ્રમાણે જોઈએ તો આ અંતર 25.9 અબજ કિલોમીટર થાય. આટલા અંતરે પણ વોયેજરની યાત્રા અવિરત ચાલી રહી છે અને હજુ પૃથ્વી સાથે તે સંપર્કમાં છે.
પ્રારંભે માત્ર પાંચ વર્ષના મિશન હેઠળ બે ગ્રહોના અભ્યાસ માટે મોકલેલું અવકાશયાન આખરે સૂર્યનું પ્રભાવક્ષેત્ર પાર કરીને ઇન્ટરસ્ટેલર સ્પેસમાં કઈ રીતે પહોંચ્યું; આટલાં વર્ષે, આટલા અંતરથી પણ સંદેશા કઈ રીતે મોકલે છે અને પોતાની સાથે માનવસભ્યતાની ઓળખ લઈને બ્રહ્માંડમાં કેમ વિચરી રહ્યું છે– વાંચો.
🔗gujarati.opindia.com/special…
#Space
ગુજરાતની પ્રતિષ્ઠિત PDEU સાથે જોડાયેલા ગંભીર સવાલો…
ધર્માંતરણના આક્ષેપોથી લઈને હિંદુ તહેવારો, ગુજરાતી કર્મચારીઓ સાથેના કથિત ભેદભાવ અને નાણાકીય ગેરરીતિઓ સુધી.
OpIndia Gujarati આ સમગ્ર મામલે કરી રહ્યું છે Exclusive Investigation.
પ્રસ્તુત છે — PDEU FILES.
દસ્તાવેજો સાથે એક પછી એક ખુલાસા. આ તો માત્ર શરૂઆત છે!
#PDEUFiles #OpIndiaGujarati

















