Info Jamnagar GoG retweeted
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે પૂજ્ય માતા અમૃતાનંદમયી (અમ્મા)ની પાવન ઉપસ્થિતિમાં આયોજિત સત્સંગ કાર્યક્રમમાં ભાવપૂર્વક સહભાગી થયા...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અંત્યોદયનું વિઝન અને અમ્માજીની માનવસેવાની ભાવના બન્નેનું લક્ષ્ય ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે : મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે ગુજરાતમાં અમ્માજી દ્વારા શરૂ કરવામાં આવેલી વિધવા સહાય યોજનાની લાભાર્થી બહેનોને સાડી અને પેન્શન આપવામાં આવ્યાં...
મુખ્યમંત્રીશ્રીએ અમ્માજીના આશીર્વાદથી શરૂ થયેલી વિવિધ સેવા પ્રવૃત્તિઓ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં પ્રેરણારૂપ બની રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો...
Info Jamnagar GoG retweeted
સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગ સામે દીકરીઓને આજીવન રક્ષણ આપવાના અભિયાનને ગુજરાતે એક 'મહાયજ્ઞ'ની જેમ ઉપાડ્યું, અત્યાર સુધીમાં 7.75 લાખથી વધુ કિશોરીઓને HPV રસીનું સુરક્ષાકવચ પૂરું પાડીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
#𝗛𝗣𝗩𝗩𝗮𝗰𝗰𝗶𝗻𝗲 #CervicalCancer @prafulpbjp @HealthDeptGuj
Info Jamnagar GoG retweeted
સ્માર્ટ સિટી જામનગર: આધુનિક સુવિધાઓ, ફ્લાયઓવર અને 25 વર્ષના માસ્ટર પ્લાનથી કેવી રીતે બદલાઈ રહી છે શહેરની તસવીર; જાણો સંપૂર્ણ વિગત...
@infojamnagargog
Info Jamnagar GoG retweeted
દેશની શ્રમ વ્યવસ્થાને વધુ મજબૂત, પારદર્શી અને શ્રમિક હિતકારી બનાવવા સામૂહિક મંથન...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને રોજગાર મંત્રીશ્રીઓની બે દિવસીય ‘ચિંતન શિબિર’નો કેન્દ્રીય શ્રમ-રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી શોભા કરાંદજે, ગુજરાતના શ્રમ-રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો...
માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી ચિંતન શિબિરો ગુડ ગવર્નન્સ માટેનું ટેક ઓફ પ્લેટફોર્મ બની છે : મુખ્યમંત્રીશ્રી
માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સામાજિક સુરક્ષાનો વ્યાપ 29 કરોડથી વધીને 101 કરોડ નાગરિકો સુધી પહોંચ્યો : કેન્દ્રીય મંત્રીશ્રી
Info Jamnagar GoG retweeted
સરકારી માર્ગદર્શન અને પ્રાકૃતિક પદ્ધતિઓ દ્વારા પરંપરાગત ધાન્ય પાકોનું જતન...
પ્રાકૃતિક ખેતીની આગવી ઓળખ ધરાવતા ડાંગ જિલ્લામાં નાગલી, સામો, વરી અને કોદરી જેવા પરંપરાગત મિલેટ્સ (શ્રી અન્ન)ની ખેતીને પ્રોત્સાહન મળી રહ્યું છે, જેનાથી ખેડૂતોની આજીવિકા અને પર્યાવરણ બંનેને નવું બળ મળી રહ્યું છે...
#ShreeAnna #Millets #NaturalFarming #SustainableAgriculture #Dang @CollectorDan
Info Jamnagar GoG retweeted
ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોર્મ-6 અંગે મતદારોની મૂંઝવણ દૂર કરવાની પહેલ...
SIR દરમિયાન પ્રસિદ્ધ થયેલી મુસદ્દા મતદાર યાદીમાં નામ સામેલ ન હોય તેવા મતદારો ફોર્મ-6 ભરીને નામ દાખલ કરાવી શકશે...
#ElectionCommissionofIndia
જામનગર જિલ્લા કલેકટરશ્રી પી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરયાદ સમિતિની બેઠક યોજાઈ
જન પ્રતીનીધીશ્રીઓ દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નો ધ્યાને લઇ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા કલેકટરશ્રીનું અધિકારીશ્રીઓને સૂચન
2
116
ઓપરેશન હેલ્થ અંતર્ગત જામનગર ફૂડ વિભાગની કાર્યવાહી
જામનગર- ખંભાળિયા હાઈવે પર 11 હોટલોની તપાસ, 2 હોટલને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ; શંકાસ્પદ ઘીનો રૂ.3,24000 ની કિંમતનો 2160 પેકનો જથ્થો જપ્ત
1
57
Info Jamnagar GoG retweeted
વડનગરની પવિત્ર ધરા પર વિશ્વશાંતિ મહાયજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જગદગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા...
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જગદગુરુ શંકરાચાર્ય સ્વામીજી સાથે મંત્રોચ્ચારના પાવન વાતાવરણમાં જોડાઈને રાજ્ય અને રાષ્ટ્રની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી અને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો...
નાયબ મુખ્યમંત્રીશ્રીએ વડનગરના અધિષ્ઠાયક દેવ ભગવાન હાટકેશ્વર મહાદેવના મંદિરે જઈને ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા; ઐતિહાસિક નગરીમાં આયોજિત આ આધ્યાત્મિક મહોત્સવથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું...
Info Jamnagar GoG retweeted
ઉત્સવ ઉજવ્યો ઉમંગથી, હવે સ્વચ્છતા જાળવીશું સંકલ્પથી...
ઉત્સવના સમાપન બાદ કચરાનો યોગ્ય સ્થાને નિકાલ કરીએ અને આપણા શહેરને સુંદર તથા સ્વચ્છ રાખવામાં સહયોગ આપીએ.
#ThursdayTips #MahitiMorning #Awareness
Info Jamnagar GoG retweeted
ગીર જંગલ પછી બરડાનું જંગલ બન્યું સિંહોનું નવું ‘ઘર’...
#Porbandar #GujaratTourism #BardaJungle #BardaHills @InfoPorbandar @GujaratTourism
Info Jamnagar GoG retweeted
મહેમાનગતિથી પ્રગતિ!
ગુજરાતનો આતિથ્યભાવ સ્વરોજગારીનું નવું સરનામું બનશે...
'અતિથિ દેવો ભવ:'ના મંત્ર સાથે રાજ્ય સરકાર દ્વારા 'હોમસ્ટે નીતિ'માં કરવામાં આવેલા ઐતિહાસિક સુધારાઓથી હોમસ્ટે વ્યવસાય શરૂ કરવો હવે વધુ સરળ અને સુગમ બન્યો...
✅ રૂમની મર્યાદા 6થી વધારીને 9 કરાઈ
✅ માલિકનું પ્રત્યક્ષ રહેવું ફરજિયાત નહીં
✅ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટમાંથી મુક્તિ
✅ 2 વર્ષે ઓનલાઇન સેલ્ફ-રિન્યૂઅલ
આજે જ ઓનલાઈન નોંધણી કરો: commissionertourism.gujarat.…
Info Jamnagar GoG retweeted
ગુજરાતમાં જાહેર પરિવહન સેવાઓના ડિજિટલાઇઝેશનની દિશામાં આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ; સતત 7માં વર્ષે દેશભરની તમામ એસ.ટી. યુનિટ્સમાં સર્વોચ્ચ બુકિંગ અને આવકનો નવો રેકોર્ડ સર્જીને 'નંબર 1 એસ.ટી.યુ.' બનવાનું ગૌરવ મળ્યું…
#GSRTC
Info Jamnagar GoG retweeted
સુરેન્દ્રનગરના ઢાંકી પંપિંગ સ્ટેશનની જળવ્યવસ્થા સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદોરી બની...
દરરોજ 160 કરોડ લિટર નર્મદાનું પાણી પંપ કરીને GWILની સુદૃઢ જળવ્યવસ્થા દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છનાં 6,135 ગામો અને 90 શહેરો સુધી બારેમાસ પાણીપુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે...
#GujaratInformation @Info_SNagar_GoG
Info Jamnagar GoG retweeted
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તૃતીય ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નો શાનદાર પ્રારંભ...
ગુજરાત પોલીસની યજમાનીમાં યોજાયેલા આ રાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવનો રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પ્રારંભ કરાવ્યો; 10 કેન્દ્રીય પોલીસ સંગઠનો, 24 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 38 ટીમો બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં કૌશલ્ય દાખવશે...
પોલીસ દળો વચ્ચે સંકલન, ટીમ ભાવના અને ઉત્સાહવર્ધન માટે આ પ્રકારની સ્પર્ધાઓ મહત્ત્વની : શ્રી જી.એસ. મલિક, રાજ્ય પોલીસ વડા
તા. 19થી 24 નવેમ્બર દરમિયાન યોજાનાર આ ટુર્નામેન્ટમાં 890 પુરુષ અને 272 મહિલા ખેલાડીઓ સહિત 1,152 અધિકારીઓ અને જવાનો પોતપોતાની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે...
#ThirdAllIndiaPoliceBadmintonCluster2026 #VeerSavarkarSportsComplex
Info Jamnagar GoG retweeted
ગિરનાર પહોંચ્યા સંગીત જગતના લોકપ્રિય કલાકાર દિલજીત દોસાંઝ; કહ્યું 'કુછ દિન તો ગુજારો ગુજરાત મેં'...
#DiljitDosanjh
Info Jamnagar GoG retweeted
ખેડા જિલ્લાના પ્રવાસના બીજા દિવસે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નડિયાદ તાલુકાના નરસંડા ગામે પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂત ઉમેશગીરી ગોસ્વામીના મોડેલ ફાર્મ ‘ગીરી ફાર્મ’ની મુલાકાત લીધી...
આ મુલાકાત દરમિયાન તેમણે ફાર્મમાં વિકસાવવામાં આવેલી વિવિધ ખેતી પદ્ધતિઓ, ફળો અને શાકભાજીના પાકનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી ઉપસ્થિત ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો; ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અને પંચસ્તરીય ખેતી પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો...
માન. રાજ્યપાલશ્રીએ બાગાયત વિભાગની સહાયથી નિર્મિત નેટહાઉસની મુલાકાત લઈને તેમાં ઉગાડવામાં આવતા કાકડી સહિતના વેલાવાળા પાકોનું નિરીક્ષણ કર્યું; તેમણે પાકની જાળવણી અને ઉત્પાદનની ગુણવત્તા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું...
#Kheda #Nadiad #GujaratInformation #Naturalfarming
Info Jamnagar GoG retweeted
પ્રધાનમંત્રીજી દ્વારા કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનો જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે, તેમ વડનગર સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદિરને પણ ‘ગુજરાતની કાશી’ - ‘ગુજરાતના વારાણસી’ તરીકે વિકસાવવાની દિશામાં કાર્ય થવું જોઈએ : શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજ્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજી
Info Jamnagar GoG retweeted
માનનીય મુખ્યમંત્રીશ્રીના ગરબાડા, દાહોદ પ્રવાસનો બીજો દિવસ; ધાનપુર તાલુકામાં આવેલા રતનમહાલ પ્રોજેક્ટની મુલાકાત લીધી...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા અધિકારીઓ સાથે વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજી તેમજ ગરબાડા તાલુકા પંચાયતમાં જનસુનાવણીમાં નાગરિક રજૂઆતો સાંભળી...
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યના અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સુધી મૂળભુત જરૂરિયાતો સાથે કલ્યાણ યોજનાઓ અને વિકાસ કામોના લાભો સુપેરે પહોંચ્યા છે : મુખ્યમંત્રીશ્રી
#GujaratCMinDahod
Info Jamnagar GoG retweeted
તાના-રીરી મહોત્સવ-2026...
શાસ્ત્રીય સંગીતના મૂર્ધન્ય કલાકારોની પ્રસ્તુતિથી વડનગરની ઐતિહાસિક નગરી સંગીતમય બની...
ઐતિહાસિક વડનગરની પવિત્ર ભૂમિ પર ભારતીય સંસ્કૃતિના 2000 વર્ષ જૂના વારસાને ઉજાગર કરતા બે દિવસીય ‘તાના-રીરી મહોત્સવ-2026’નો ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ભવ્ય શુભારંભ...
સંગીત, સંસ્કાર અને સમર્પણની ગાથા: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ સાથે વિરાસત’ના સંકલ્પને વડનગરની ધરા પર મળ્યો વેગ...
ભારતીય શાસ્ત્રીય સંગીત આત્મનાદથી બ્રહ્મનાદ સુધી પહોંચાડનારું છે : ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ






















































