Gujarat Natural Farming Science University (@GNFSUofficial) profile picture

The Official X Account of GNFSU https://teapaw.org/t.co/DjP3szZ3vp

Joined March 2024
Photo by Gujarat Natural Farming Science University (@GNFSUofficial)Photo by Gujarat Natural Farming Science University (@GNFSUofficial)Photo by Gujarat Natural Farming Science University (@GNFSUofficial)Photo by Gujarat Natural Farming Science University (@GNFSUofficial)Photo by Gujarat Natural Farming Science University (@GNFSUofficial)Photo by Gujarat Natural Farming Science University (@GNFSUofficial)Photo by Gujarat Natural Farming Science University (@GNFSUofficial)Photo by Gujarat Natural Farming Science University (@GNFSUofficial)Photo by Gujarat Natural Farming Science University (@GNFSUofficial)Photo by Gujarat Natural Farming Science University (@GNFSUofficial)
પ્રાકૃતિક ખેતીને નવી દિશા આપવા માટે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ અને રિલાયન્સ ફાઉન્ડેશન વચ્ચે મહત્વપૂર્ણ કરાર પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક અભિગમને વધુ ને વધુ ખેડૂતો સુધી પહોંચાડવા માટે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU) અને રિલાયન્સ ફાઉન્ડેશન વચ્ચે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે. આ સહયોગ દ્વારા યુનિવર્સિટીનું પ્રાકૃતિક ખેતી અંગેનું વૈજ્ઞાનિક જ્ઞાન અને રિલાયન્સ ફાઉન્ડેશનની ડિજિટલ ટેક્નોલોજી તથા ગ્રામ્ય સમુદાયો અને વિધાર્થીઓ સાથે જોડાવાની ક્ષમતાનો સમન્વય કરવામાં આવશે. આ પહેલ અંતર્ગત ખેડૂતોને તેમની સ્થાનિક ભાષામાં સરળતાથી સમજી શકાય તેવી ઉપયોગી માહિતી પહોંચાડવા માટે શૈક્ષણિક વીડિયો, ડિજિટલ અભ્યાસ સામગ્રી, યુટ્યુબ, ઇન્ટરનેટ રેડિયો, વોટ્સએપ અને અન્ય આધુનિક સંચાર માધ્યમોનો ઉપયોગ કરવાની સંભાવનાઓ પર કામ કરવામાં આવશે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ વૈજ્ઞાનિક સંશોધન અને ખેડૂતોના ખેતર વચ્ચેનું અંતર ઘટાડવાનો છે, જેથી પ્રાકૃતિક ખેતીની વિશ્વસનીય અને સચોટ માહિતી ખેડૂતો સુધી સરળતાથી પહોંચી શકે. રિલાયન્સ ફાઉન્ડેશન વતી સેન્થીલકુમારન (હેડ - પ્લેટફોર્મ્સ એન્ડ એપ્લિકેશન), રામેશ્વરમ કૈલાશમ, નીતેશ પ્રજાપતિ, અસ્લમ જુનેજા, જોય સોય, રાજકભાઇ હાજર રહ્યા હતા. ખેડૂતોને જ્ઞાન અને ટેક્નોલોજીથી સશક્ત બનાવવા, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ટકાઉ ગ્રામ્ય આજીવિકાને મજબૂત બનાવવાની દિશામાં આ સહયોગ એક મહત્વપૂર્ણ પગલું છે. #RelianceFoundation #GNFSU #MOU #Development_Sector #Rural_India @ril_foundation @RIL_Updates
61
🌿 ૧૦ કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન–૨૦૨૬ 🌿 ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે માનનીય કુલપતિશ્રી ડૉ. સી. કે. ટીંબડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ “૧૦ કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન–૨૦૨૬” અંતર્ગત નશામુક્તિ અંગે જાગૃતિ અને પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ તથા અમરેલી કેમ્પસના આશરે ૧૫૦ પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આદરણીય બ્રહ્માકુમારી દીદીશ્રી દ્વારા નશાના દુષ્પ્રભાવ અંગે માર્ગદર્શન અને જાગૃતિ વ્યાખ્યાન આપવામાં આવ્યું તથા સૌ વિદ્યાર્થીઑ, કર્મચારીગણ તેમજ અધિકારીશ્રીઓ દ્વારા નશામુક્ત જીવન અને નશામુક્ત સમાજના નિર્માણ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
63
GNFSU, હાલોલ ખાતે ગરિમાપૂર્ણ માહોલમાં ઉજવાયો "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" ૨૧મી જૂન 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિત્તે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે એક ભવ્ય સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડીયા સાહેબશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ આયોજનમાં યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ, વૈજ્ઞાનિકો, અધ્યાપકો, વહીવટી કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ હાલોલના આચાર્યશ્રી ડો. પ્રભુ નાયકા તથા મદદનીશ પ્રાધ્યાપકશ્રી સનત પટોળીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આમંત્રિત યોગ નિષ્ણાત દ્વારા ઉપસ્થિત સૌને વિવિધ પ્રકારના યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ ક્રિયાઓનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોગના વૈશ્વિક મહત્વ પર પ્રકાશ પાડતા જણાવવામાં આવ્યું હતું કે, યોગ એ માત્ર સામાન્ય વ્યાયામ નથી, પરંતુ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો એક સશક્ત માર્ગ છે. નિયમિત યોગાભ્યાસ કરવાથી વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે, માનસિક તણાવ દૂર થાય છે અને વ્યક્તિ હકારાત્મક ઉર્જા સાથે સ્વસ્થ જીવન જીવી શકે છે. કાર્યક્રમમાં હાજર રહેલા તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ નિયમિત યોગાભ્યાસ દ્વારા પોતાના શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને જાળવી રાખવાનો સંકલ્પ કર્યો હતો. આ સાથે જ કાર્યક્રમના અંતે સૌએ પોતાના દૈનિક જીવનમાં યોગને કાયમી સ્થાન આપીને એક સ્વસ્થ સમાજ અને નીરોગી રાષ્ટ્રના નિર્માણમાં સક્રિય યોગદાન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી.#gnfsu
53
GNFSU દ્વારા ખરીફ ઋતુ પાક નિદર્શન અને પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડીયા સાહેબશ્રીના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ તા. ૧૯/૦૬/૨૦૨૬ના રોજ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના આશરે ૫૦ જેટલા ખેડૂતોની ઉપસ્થિતિમાં “ખરીફ ઋતુ પાક નિદર્શન અને પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ – ૨૦૨૬-૨૭”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ડૉ. આર. એ. ગુર્જર, (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી)ના માર્ગદર્શન હેઠળ શ્રીમતી રવિના પી. અમીપરા, (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકશ્રી) તથા ડૉ. ધ્વનિ આર. બર્તવાલ (રિસર્ચ એસોસિએટ) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ડૉ. આર. એ. ગુર્જર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, દેશી ગાય આધારિત કૃષિ પદ્ધતિઓ, જીવામૃત, ઘનજીવામૃત તેમજ પાક સંરક્ષણની પ્રાકૃતિક પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ફળદ્રુપતા જાળવવા, ખેતી ખર્ચમાં ઘટાડો કરવા અને પર્યાવરણમૈત્રી કૃષિ પદ્ધતિઓ અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન ડૉ. આર. એ. ગુર્જર, શ્રી પ્રિન્સ પાંડવ તથા ડૉ. ધ્વનિ આર. બર્તવાલના હસ્તે ખેડૂતોને PMDS (Pre-Monsoon Dry Sowing) પદ્ધતિ માટે જરૂરી બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડૂતોને સમયસર વાવણી અને પ્રાકૃતિક ખેતી આધારિત પાક ઉત્પાદન અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી મહેન્દ્ર મેવાડા, સિનિયર રિસર્ચ ફેલો દ્વારા ખેડૂતોને PMDS (Pre-Monsoon Dry Sowing) પદ્ધતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે આ પદ્ધતિના લાભો, વાવણીની તકનીકી બાબતો તેમજ ઉત્પાદન વધારવામાં તેની ઉપયોગિતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના સફળ અમલીકરણમાં સુરા સુલતાનપુરા ગામના શ્રી પર્વતભાઈ નાનસીંગભાઈ રાઠવાના મહત્વપૂર્ણ પ્રયાસો અને સહયોગ રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો અને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રત્યે સકારાત્મક અભિગમ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તાલીમ કાર્યક્રમ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધારવા, ખેતી ખર્ચમાં ઘટાડો કરવા તથા ટકાઉ અને પર્યાવરણમૈત્રી કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયી સાબિત થયો હતો.
45
તા. ૦૫ જૂન, ૨૦૨૬ના રોજ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તથા ‘પ્રાકૃતિક કૃષિ નિદર્શન પરિસંવાદ’ની માનનીય કૃષિ મંત્રીશ્રી (રાજ્ય કક્ષા) રમેશભાઈ કટારાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે માનનીય કુલપતિશ્રી ડૉ. સી. કે. ટીંબડિયા સાહેબે સ્વાગત પ્રવચન આપીને યુનિવર્સિટીના વિવિધ વિકાસ કાર્યોનો સંક્ષિપ્ત પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત યુનિવર્સિટી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ અદ્યતન કોમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે ૬૦૦ જેટલા ખેડૂત મિત્રોએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. #WorldEnvironmentDay #NaturalFarming #Halol #Gujarat #EnvironmentDay #SustainableAgriculture #GreenFuture #EcoFriendly #NaturalFarmingScience #GNFSU #SaveEnvironment #GoGreen #ClimateAction #Farmers
1
49
કરજણ અને ડભોઇ તાલુકાના ૪૧ જેટલા ખેડુતો માટે તા. ૨૯ મે, ૨૦૨૬ના રોજ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે પ્રેરણા પ્રવાસ યોજાયો. આ કાર્યક્રમ માનનીય કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. ખેડુતોએ પંચસ્તરીય ખેતી મોડેલ, મિશ્ર પાક પદ્ધતિ, બાયો-ઇનપુટ્સ તથા પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે અત્રેની યુનિવર્સિટીના નિષ્ણાત વૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન મેળવ્યું.
1
49
ગંગા દશેરાની હાર્દિક શુભકામનાઓ મા ગંગાની કૃપા સૌ પર બની રહે..!! #ગંગાદશેરા #ગંગાઆરતી #જયમાગંગા #હરહરગંગે #SanatanDharma #FestivalVibes #prakrutikkrushi #naturalfarmingindia #naturalfarming
39
ખરીફ ઋતુ પાક નિદર્શન તાલીમ અને બિયારણ વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન તા. ૨૧/૫/૨૦૨૬ના રોજ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે માનનીય કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ ખરીફ ઋતુ પાક નિદર્શન અને તાલીમ કાર્યક્રમ તથા બિયારણ વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગામ વડાલ, જિલ્લો જૂનાગઢ ખાતે યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. રશ્મિકાન્ત ગુર્જર, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક કુ. રવિના પી. અમીપરા તથા જુનિયર રિસર્ચ ફેલો શ્રી મહેન્દ્ર મેવાડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સાથે જ મોહનભાઈ પંડિત તથા હિતેશભાઈ દોમડિયા ના સહયોગથી કાર્યક્રમનું સહ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ૪૦ ખેડૂતોને ખરીફ ઋતુ માટે ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. રશ્મિકાન્ત ગુર્જર દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો, પંચસ્તરીય ખેતી મોડેલ તથા મિશ્ર પાક પદ્ધતિ અંગે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ, યોગ્ય પાક પસંદગી, જમીન આરોગ્ય જાળવણી તથા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની આધુનિક કૃષિ તકનીકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પર્યાવરણ અનુકૂળ ખેતી પદ્ધતિઓ અપનાવવા તથા પ્રાકૃતિક ખેતી દ્વારા લાંબા ગાળે જમીનની ઉર્વરતા જાળવી રાખવા અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. સાથે જ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતીને વધુ લાભદાયક અને ટકાઉ બનાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંતે ઉપસ્થિત ખેડૂતો દ્વારા યુનિવર્સિટીના આ પ્રયાસોને અત્યંત લાભદાયક અને ઉપયોગી ગણાવી પ્રશંસા કરવામાં આવી હતી તથા આવા તાલીમ કાર્યક્રમો નિયમિત યોજાતા રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. #prakrutikkrushi #naturalfarmingindia #naturalfarming
50
🐝 વિશ્વ મધમાખી દિવસ : 20 મે 2026 🐝 વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે મધમાખી અને પ્રાકૃતિક ખેતી વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિધાર્થીઓને મધમાખીની વિવિધ જાતો, તેમની ઓળખ, મધમાખી પાલન, મધમાખી પાલનમાં વપરાતા જરૂરી સાધનોની ઓળખ તેમજ પ્રાકૃતિક ખેતીમાં મધમાખી પાલનની ઉપયોગીતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. મધમાખીઓ પરાગસંચય દ્વારા પાક ઉત્પાદન વધારવામાં, જૈવિક વૈવિધ્ય જાળવવામાં અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમ દ્વારા વિધાર્થીઓમાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ આયોજન માન. કુલપતિશ્રી દ્વારા મળેલ પ્રેરણાથી તથા ડૉ. પ્રભુ નાયકાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં ડૉ. હિરેન શેખડા દ્વારા વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમનું આયોજન ડૉ. હિરેન શેખડા અને કલ્યાણી ગાવિત દ્વારા કરવામાં આવ્યું. 🍯 “મધમાખી બચાવો : પ્રકૃતિ અને ભવિષ્ય બચાવો.” 🌱 #prakrutikkrushi #naturalfarmingindia #naturalfarming
26
On 19th May 2026, Gujarat Natural Farming Science University (GNFSU), in collaboration with the Gujarat Association for Agricultural Sciences, organized a Seminar on Natural Farming and Farmer Producer Organizations (FPOs), along with a Degree Conferring Ceremony. The event brought together agricultural experts, farmers, researchers, students, and stakeholders from across Gujarat. The programme was graced by the Hon’ble Governor of Gujarat, Shri Acharya Devvrat, as the Chief Guest. Shri Jaydrathsinh Parmar, MLA, also remained present at the event, along with the Vice-Chancellors of State Agricultural Universities and Kamdhenu University, and the Collector of Panchmahal district. Hon’ble Vice-Chancellor of GNFSU, Dr. C. K. Timbadia, welcomed the dignitaries and highlighted the university’s significant role in promoting natural farming and sustainable agriculture. Addressing the gathering, Hon’ble Governor Shri Acharya Devvrat emphasized that natural farming is the future of Indian agriculture and called for collective efforts to build a healthy, sustainable, and self-reliant farming system. The event marked an important step toward strengthening natural farming and farmer empowerment. On this occasion, a total of seven students were awarded the degree of M.Sc. (Agri.) in Organic Farming and Natural Farming. #NaturalFarming #prakrutikkrushi #naturalfarmingindia #naturalfarming @ADevvrat @Jaydrathsinhji @jau_junagadh
2
59