Pinned Tweet
ચેતવણી..
અધિકારીઓની તાનાશાહી લોકશાહીના છેદ ઉડાડતા અધિકારીઓએ સવાલના જવાબ આપવાની જગ્યાએ એક પત્રકાર ને જેલ ભેગો કરવા પોલીસ બોલાવી.
પૂરો video જોવા 👉 youtu.be/Je72u39U2y4?si=QHtq…
આમ આદમી પાર્ટી BJP ને પણ સારી કહેવડાવે એ હદે પોસ્ટરબાજી કરી રહી છે
મોદી શાહ વિરુદ્ધ નહીં પણ લોકસભાના વિપક્ષના નેતા વિરુદ્ધ !
શું સમજવું ?
શાળામાં વિડીયોગ્રાફી કરવા આચાર્યની મંજૂરી લેવાની પણ આચાર્ય જ જો કાંડ કરતો હોય તો ?
@YAJadeja
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) retweeted
#કળયુગના_રાવણ
🤔"પ્રચાર માટે બાળકોના ફોટા સોશિયલ મીડિયા પર ખડકી દેતા નેતાઓને આજે અચાનક બાળ અધિકાર અને કલમ-૨૧ યાદ આવી ગઈ!"👺
🤔"શાળાઓની બદહાલી સુધારી ન શકાય એટલે મોબાઈલના કેમેરા સુધારવા નીકળ્યા છે!"
🤔"પ્રવેશોત્સવ વખતે બાળકો ‘વોટબેંકનું મોડેલ’ અને જનતા સવાલ પૂછે ત્યારે ‘ગોપનીયતા’? વાહ રે બેવડા ધોરણો!"
🤔"કળશ યાત્રાના તાયફાઓમાં વિદ્યાર્થીઓને ભાજપ પક્ષનો ખેસ પહેરાવી રોડ પર ફેરવો ત્યારે કોઈ કાયદો નહીં, પણ વાલી / પત્રકાર કે જાગૃત શાળાની હાલત જોવા જાય ત્યારે POCSO અને પોલીસની ધમકી? વાહ રે બેવડા ધોરણો!"
🤔"નેતાઓ પોતાના પ્રચાર માટે કેમેરાના કાફલા લઈને વર્ગખંડમાં ઘૂસી જાય ત્યારે કોઈ પરવાનગી નહીં, પણ ગરીબ વાલી પોતાના બાળકનું ભવિષ્ય જોવા જાય તો પોલીસ કેસની ધમકી?"
🤔"તાયફાઓમાં કરોડોના ખર્ચા અને ફોટો સેશન સરકારી, પણ જ્યારે શાળાના તૂટેલા છાપરાં કેમેરામાં કેદ થાય ત્યારે નિયમો સરકારી!"
🤔"આ પરિપત્ર બાળકોની સુરક્ષા માટે નથી, વહીવટી તંત્રના ભ્રષ્ટાચાર અને પાપ છુપાવવાનું કાયદાકીય પડદો છે."👹
🤔"જ્યાં ગંદા શૌચાલય, ટપકતી છતો અને મધ્યાહ્ન ભોજનમાં સડેલું અનાજ પીરસાતું હોય, ત્યાં કેમેરા તો ખૂંચવાના જ ને સાહેબ!"
🤔"શિક્ષકોની ઘટ પૂરી નથી કરવી, શાળાના ઓરડા નથી બનાવવા, બસ શિક્ષણની દુર્દશા બતાવતો અરીસો ફોડી નાખવો છે!"
🤔"સરકારી શાળા એ પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સથી ચાલે છે, કોઈ નેતા કે સાહેબની ખાનગી જાગીર નથી!"
🤔"અરીસો ધૂંધળો કરવાથી ચહેરાના ડાઘ નથી ભૂંસાતા; નાગરિકોના કેમેરા બંધ કરવાથી શાળાઓના કૌભાંડો નહીં છુપાય."
🤔"બંધારણની કલમ ૧૯(૧)(a) એ સામાન્ય નાગરિકને બોલવાની અને સત્ય જોવાની આઝાદી આપી છે, કોઈ પરિપત્ર તેને બંધક ન બનાવી શકે."
🤔"RTI ના કાયદાથી જે સંસ્થાઓનું નિરીક્ષણ થઈ શકે, તેને આચાર્યની લેખિત મંજૂરીના તાળા મારી લોકશાહીની હત્યા ન કરી શકાય."
🤔"બાળકોના જાતીય શોષણ સામે બનેલા POCSO જેવા પવિત્ર કાયદાનો ઉપયોગ ભ્રષ્ટાચાર છુપાવવા માટે? આનાથી મોટો કાયદાનો દુરુપયોગ શું હોઈ શકે?"👺
🤔"શાળાની છતનો પોપડો પડતો બતાવનાર પત્રકાર કે નાગરિક પર પોલીસ કેસ? શું સત્ય ઉજાગર કરવું હવે ગુનો બની ગયું છે?"👹
🤔"ગુનેગારો સામે કલમો લગાવવામાં હાથ ધ્રૂજે છે અને જાગૃત નાગરિકો સામે કાયદાની કલમોના સરઘસ કાઢો છો!"
🤔"ખેતર કે મજૂરી છોડીને બાળકની સ્થિતિ જોવા આવતો ગરીબ બાપ શું હવે શાળાના દરવાજે અરજીઓ લઈને લાઈનમાં ઊભો રહેશે?"
🤔"RTE કાયદાએ વાલીઓની બનેલી SMC ને સ્કૂલ મોનિટરિંગનો અધિકાર આપ્યો છે, આ પરિપત્ર વાલીઓને પોતાના જ બાળકના શિક્ષણથી બેદખલ કરે છે."📝
🤔"વાલીઓને શાળાના પરિસરમાંથી બહાર કાઢીને કયા મોંઢે 'બેટી પઢાવો, બેટી બચાવો' અને 'શિક્ષણ સુધાર'ના ભાષણો ઠોકો છો?"
👹"જો પરિસરમાં બધું બરાબર જ ચાલતું હોય તો કેમેરાથી આટલો ડર કેમ? પારદર્શિતાથી એ જ ડરે જેના વહીવટમાં કાળા કામ છુપાયેલા હોય!"
👹"લંકાપતિ રાવણે તો સીતાહરણ માટે સાધુનો વેશ લીધો હતો, પણ આજના કળિયુગી રાવણોએ પોતાના પાપ અને ભ્રષ્ટાચાર છુપાવવા 'બાળ સુરક્ષા'નો મહોરો પહેરીને શિક્ષણનું જ હરણ કરી લીધું છે!"
👹"બાળકોને રાજકીય ખેસ પહેરાવી કાર્યકર્તાની જેમ રસ્તા પર ફેરવવાના, અને જનતા અરીસો બતાવે તો કાયદાની તલવારો વીંઝવાની - આ જ છે આજના શાસકનો રાવણ-રાજ!"
👹"સાચો રાવણ એ નથી જે પૂતળામાં બળે છે, સાચો રાવણ એ સિસ્ટમ છે જે સરસ્વતીના મંદિરમાં બાળકોનું ભવિષ્ય હોમીને પોતાના પાપ છુપાવવા સરકારી તાળાં મારે છે!"
_
📌પોતાના પાપ છુપાવવા લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયાસ:👇🏻
આજના ડિજિટલ યુગમાં સામાન્ય નાગરિક જાગૃત થયો છે અને મોબાઈલ કેમેરા દ્વારા સરકારી શાળાઓની બદહાલ સ્થિતિ સરકાર સામે લાવી રહ્યો છે. શાળામાં પીવાના પાણીની અસુવિધા, ગંદા શૌચાલયો, છતમાંથી ટપકતું પાણી, શિક્ષકોની ઘટ અને મધ્યાહ્ન ભોજનમાં અપાતો હલકી ગુણવત્તાવાળો ખોરાક સોશિયલ મીડિયા પર ખુલ્લો પડી રહ્યો છે. વહીવટી તંત્ર પોતાની લાપરવાહી, અણઆવડત અને કૌભાંડો છુપાવવા માટે આવા તાનાશાહી પરિપત્રો બહાર પાડીને જાગૃત નાગરિકોના મોં સીવવા માંગે છે.
📌ભારતીય બંધારણ નાગરિકોને અભિવ્યક્તિ અને માહિતી મેળવવાની સ્વતંત્રતા આપે છે. સરકારી શાળા એ કોઈ ગુપ્ત સૈન્ય મથક નથી કે જ્યાં સામાન્ય નાગરિક કે પત્રકાર માટે પ્રવેશબંધી હોય. શાળા એ પ્રજાના ટેક્સના પૈસાથી ચાલતી જાહેર મિલકત છે. ત્યાંની સ્થિતિ જાણવી અને તેને ઉજાગર કરવી એ નાગરિકનો મૂળભૂત અધિકાર છે.
📌સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓનો દુરુપયોગ:પરિપત્રમાં 'પુટ્ટસ્વામી ચુકાદા' હેઠળ ગોપનીયતાના અધિકારનો હવાલો આપવામાં આવ્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જાહેર હિત (Public Interest) અને પારદર્શિતા સામે ગોપનીયતાનો અતિરેક કરી શકાય નહીં. વહીવટી નિષ્ફળતા છુપાવવા માટે ગોપનીયતાના અધિકારને ઢાલ બનાવવો એ કાયદાકીય રીતે અન્યાયી અને ગેરબંધારણીય છે.
@Bhupendrapbjp
@CMOGuj
👉 જયારે જ્યારે અંધભક્તિનું લેવલ ચરમસીમાને પાર કરતું હોય ત્યારે સરકાર અંધભક્તોને ગજબનો ઝટકો આપી ચારોખાને ચિત્ત કરી દેય છે
અંધભક્ત જગતમાં સાવ સૂનો સન્નાટો છવાઈ જાય છે
👉 દૂધે ધોયેલા મિયાં ભાઈ યુસુફ પઠાણને સરકારની મંજૂરીથી VMC એ 500 ચો મી વિવાદિત જમીન ભેટ આપી દીધી, બિચારા બાપડા અંધભક્તો નવરાત્રિમાં વિધર્મીઓના નામે ચરી ખાતા રહ્યા દુનિયાભરની આલોચના તીરની જેમ ખાતા રહ્યા બોલો ! ઇનામ અંધભક્તને મળવાની જગ્યાએ મિયાં ભાઈ પઠાણને મળી ગયું
👉 મિયાં ભાઈના ખેમામાં ખુશીનો માહોલ છવાયો છે અંધભક્ત સદમામાં છે 😂
જેની ભાવનાઓ આહત થઈ છે છતાં બોલી પણ નથી શકતા એવા ભારતભૂમિના અંધભક્તોને ભગવાન રામ આ સરકારી ઝટકો સહન કરવાની હિંમત આપે એવી પ્રાર્થના
જય શ્રી રામ, બોલો જય જય શ્રી રામ
👉આવતા વર્ષે મુસ્લિમો કદાચ વંદે માતરમ ગાઈને ગરબા રમી શકશે
👉ગરબા રમવાનો મીડિયાના મિત્રોએ માપદંડ નક્કી કર્યો છે એ છે વંદે માતરમ,
👉વંદે માતરમ્ ગાનારો મુસ્લિમ “સર્વગુણ સંપન” માનવામાં આવશે.
👉હિન્દુ માટે વંદેમાતરમ ફ્રી પાસની વ્યવસ્થા હશે
👉મુસ્લિમ માટે કદાચ with વંદેમાતરમ પાસ હશે
👉કાયદાથી નહીં હવે ભાવનાઓથી દેશ ચાલશે જેમ પત્રકારો ચાલે છે કાયદાના ધજાગરા ઉડે તો વાંધો નહીં ભાવનાઓ આહત ના થવી જોઈએ
👉નવરાત્રી સાથે સાથે ભગિની સંસ્થાઓના લુખ્ખાઓની ગુંડાગર્દીની સીઝન પૂરી હવે આ લુખ્ખાઓ વેલેન્ટાઈન ડે પર બગીચાઓમાં ભગવા ગમછા સાથે જોવા મળશે
મળીએ આ મુદ્દે આવતી નવરાત્રી પર
અસ્તુ
#navratri2026
સરકાર તારા ખજાને ખોટ શું પડી ?
મનરેગાના ( G RAM G ) મજૂરોની પરસેવાની કમાણી સરકારે લટકાવી રાખી
👉મનરેગામાં કામ કરનારા મજૂરોના કરોડો રૂપિયા 20 જૂન 2026 થી સરકારે ચૂકવ્યા નથી?
👉નિયમ મુજબ 15 દિવસમાં પૈસા ચૂકવી દેવા જોઈએ છતાં 4-4 મહિનાથી પૈસા અટકાવી રાખ્યા
👉 @shaktisinhgohil એ માંગણી કરી છે કે સરકાર હવે વ્યાજ સહીત મજૂરોને પૈસા ચૂકવે અને મજૂરોની માફી પણ માંગે
@PMOIndia @MoRD_GoI @ChouhanShivraj @crdgujarat1
👉લુખ્ખાઓના મતે હિન્દુ સિવાયના લોકો વિધર્મી હોય તો
👉જૈન,પારસી,બુદ્ધ,શીખ,ખ્રિસ્તી, મુસ્લિમ અન્ય તમામ ધર્મો હિન્દુની કેટેગરીમા નથી આવતા
👉હિન્દુ ધર્મ સિવાય કોઈ ધર્મને વેદ-પુરાણ અને હિંદુઓની દેવી દેવતાં સાથે લેવાદેવા નથી, તમામ ધર્મના ધર્મ ગ્રંથ અને ઇષ્ટ દેવ અલગ છે
👉તમામ ધર્મની હિન્દુથી અલગ પોતાની આગવી પરંપરા છે
👉 છતાં વિરોધ ફક્ત મુસ્લિમોનો જ કેમ?
કે પછી મુસ્લિમ પછી બીજા ધર્મના લોકોના પણ નંબર આવશે ?
#Navratri2026
👉ભાવનગરના વરતેજમાં rangoli resort ના કોમર્શિયલ ગરબામાં જે કહેવાયા હિન્દુ સંગઠનના અરાજક તત્વોએ ગુંડાગર્દી કરી એ તમામ વિરૂદ્ધ ગુજરાતની બહાદુર પોલીસે FIR લખી એવા એહવાલો કેમ ના આવ્યા ?
👉આયોજકે યોજેલા કોમર્શિયલ ગરબામાં અચાનક ટોળું ઘૂસી જાય માહોલ બગાડે લોકોમાં ભય પેદા થાય માં બહેનની ગાળો ભાંડે પોલીસને પણ ગાંઠે નહીં આયોજકને અને કર્મચારીઓને ધમકાવે વ્યાપાર અને વ્યવસાયના બંધારણીય હકોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થાય, દેશની તાકાત એવી હિન્દુ મુસ્લિમ એકતાને ખંડિત કરવાનો પ્રયાસ થાય એ સ્થિતિમાં ભારતના કાયદામાં કોઈ FIR થઈ શકે એવી કોઈ જોગવાઈ ખરી ?
કહો મારી ગુજરાતની ધન્ય ધરાની બહાદુર પોલીસ !
👉શું પોલીસને ખબર નથી નવરાત્રી આવે એટલે આવા અરાજક તત્વોની પણ ગુંડાગર્દીની સીઝન ચાલુ થઈ જાય છે તો આવા કથિત હિન્દુ સંગઠનોના રહેબરોના ઈશારે અરાજકતા ના ફેલાવા માટે અગાઉથી કોઈ અટકાયતી પગલાં લેવા જોઈએ કે નહીં ? જેમ તાજેતરમાં જ ગુજરાતના આંદોલનકારીઓ દિલ્લી જઇને SIR નો વિરોધના કરે એટલે હોમ એરેસ્ટ કે ડિટેઇન કર્યા હતા એમ
👉આ બધા વિરોધભાષ જોઈને અખા ભગતની પંક્તિ મને આપણી પોલીસ માટે યાદ આવે છે કે👇
👉પોલું છે તે બોલ્યું એમાં તે શી કરી કારીગરી !સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે
👉 છતાં અમે મારી @GujaratPolice ની મજબૂરી ના સમજી શકીએ એટલા નાદાન નથી
પણ ક્યારેય કોઈ સમાન્ય માણસને તમારા દ્વારા હેરાન કરવામાં ના આવે અથવા અન્ય દ્વારા જો હેરાન કરવામાં આવતા હોય તમારી પાસે ફરિયાદ લઈને આવે તો માનવીય અભિગમ રાખજો એવી પોલીસને અપીલ સાથે
અસ્તુ 🙏
હિન્દુ સંગઠન બનાવીને ગુંડાગર્દી કરી વિધર્મીઓનો વિરોધ લુખ્ખાઓની ભાવના ખાલી નવરાત્રિમાં જ કેમ આહત થાય છે ?
વિધર્મીઓ કે વિધર્મી દેશો તરફથી ખરીદેલી વસ્તુઓ કે સેવાઓ અને સુવિધાઓનો લાભ છોડી કેમ નથી આવા લુખ્ખાઓ ?
અસલમ બેન્ડ દ્વારા નવરાત્રિમાં પોતાનું પેટિયું રળતા સામાન્ય મુસ્લિમોનો વિરોધ કેમ ?
#bhavnagar #rangoli #bajarangdalgoons #hindusangathan
👉પોતાની બાઇક કે કારમાં #મુસ્લિમ કન્ટ્રીમાંથી ખરીદેલું પ્રેટ્રોલ ભરાઈને ગરબા રમવા જવું છે
👉નવરાત્રી દરમિયાન ગરબાના વિડિઓ અને ફોટા #યહૂદી ( માર્ક ઝુકરબર્ગ) ના પ્લેટફોર્મ FB ,Insta અને whatsapp પર મૂકવા છે
👉છતાં આખી નવરાત્રી #વિધર્મીઓનો વિરોધ કરવો છે બોલો !
👉માં બહેનની ગાળો દેતા દેતા માં બહેનની રક્ષા કરવા નીકળેલા લુખ્ખા લબાડ લોકોને શું કહેવું ?
#Navratri #Garba #bhavnagar #rangoli
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) retweeted
હું તો દરબાર છું અમારા દરબારો દલિતોના વરઘોડા રોકે છે! Shankarsinh Vaghela
#ShankarsinhVaghela
લઠ્ઠા કાંડ પછી પણ ના સુધર્યા બુટલેગરો ! ખુલ્લેઆમ દારૂનું વેચાણ ! કપડવંજમાં કાયદાના ધજાગરા @GujaratPolice
અનામત વિરોધી જાતંકવાદીઓને જડબાતોડ જવાબ આપતા @devdesai74
પૂરો વિડિઓ જોવા માટે નીચે કોમેન્ટ બોક્સમાં લિન્ક છે
#scstobc
#reservationhataoandolan
#antireservation
#krantimarg
અમાનત વિરોધીઓને જડબાતોડ જવાબ! અનામત હટશે તો શું થશે?
youtu.be/_89locg4Vh4
મોટા બેન, મારા મતે PM નો આ વિડિઓ “મનની વાત”થોપવા જેવી જ બાબત છે પણ હવે વિધાર્થીઓની મનની વાત સાંભળવાનું ટાણું છે ક્યાં સુધી એક તરફી વાતો સાંભળતા રહેવું ?
👉પેપર લીકના કારણે ૨૦ થી વધુ આત્મહત્યાની જવાબદારી વિશે PM ચૂપ
👉ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામાં અંગે PM ચૂપ
👉 સ્ટુડન્ટ્સના પ્રોટેસ્ટ અંગે PM ચૂપ
👉દિલ્લી પોલીસની બર્બરતા, લાઢીચાર્જ વિશે PM ચૂપ
👉લાઠીચાર્જ કરનાર જનરલ ડાયર અને એના આકા વિશે PM ચૂપ
👉હવે ક્યારેય પેપર લીક નહીં થાય એવી બાહેંધરી કે આશ્વાસન અંગે PM ચૂપ
પેપરલીકની ઘટના પછી આટલું બધું થઈ ગયું એટલિસ્ટ એમના શબ્દોમાં એ બાબતે દુઃખ થયું એવું તો હોવું જોઈતું હતું એની દિલગીરી હોવી જોઈતી હતી
મેં પોતે જંતરમંતર પર દિવસો વિતાવ્યા છે મને નથી લાગતું વિધાર્થીઓ મોદીજીના સસ્તા લોલીપોપથી માની જાય
મોદીજીની આ પોસ્ટ (વિડિયો) જરાય આશ્ચર્યજનક નથી
આશ્ચર્યજનક ફક્ત એટલું જ છે હજુ પણ વિધાર્થીઓની બેસિક માંગોની અવગણના સાથે મોદીજીની પોતાની વાત થોપવાની જૂની ટેકનિકમાં જરાય બદલાવ નથી
હવે વાત નહીં, સંવાદ થવો જોઈએ અને સંવાદમાં બંને પક્ષની વાતો હોય,સવાલ અને જવાબ હોય આ તો શાહરૂખ ખાનના બદલેલા ડાયલોગ જેવું છે એક તરફી બાત કી કીમત તુમ યે ક્યા જાનો વિદ્યાર્થી બાબુ..
(મારી આ પોસ્ટ કોઈ વ્યક્તિ વિશેષની વાતને ધ્યાને લઈ ટાર્ગેટ કરવાની નથી મારી ફીડમાં બેનની પોસ્ટ આવી તો repost કરીને પોતાની વાત મૂકવાની ઈચ્છા થઈ ગઈ બસ..)
#NEET
#PMmodi
#NEETProtest
👉શું હવે ભ્રષ્ટ અધિકારીઓને સ્ટીલના જીવડા ના પડવા જોઈએ ?
👉આ ભાઈના સૂર કેમ બદલાયા ?
👉આ ભાઈ ડરપોક નીકળ્યો કે હર્ષ સંઘવીએ દિલ જીતી લીધું ?
👉આ ભાઈનો શરૂઆતનો આક્રોશ વ્યાજબી જ હતો SMC ની અને તેના અધિકારીઓની જવાબદારી આવે કે વરસાદી પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા ઊભી કરવી પણ એમના પાપે દર વર્ષે સુરતને પાણીમાં ગરકાવ થવાની નોબત આવે છે
આ આક્રોશ પછી @sanghaviharsh હર્ષ સંઘવીએ એવો તો શું કમાલ કર્યો કે પાણીથી પીડિત આ ભાઈ પાણીમાં બેસી ગયો !
👉 ૧ સત્તામાં બેસેલા નેતાઓ પીડિતોની સંવેદના સાંભળતા થાય એ પીડિતનો આક્રોશ શાંત થાય
👉૨ એ નેતા સંવાદ કરે તો પીડિતોને ન્યાયની આશા બંધાય
👉૩ એ નેતા સમાધાનની વાત કરે એટલે પીડિતને વિશ્વાસ આવે
👉૪ એ નેતા એ મુદ્દે એક્શન લેય ત્યારે પીડિતને એ નેતા પ્રત્યે લાગણી પેદા થાય એ પોતાની પીડા ભૂલતો થાય
👉સાંભળવુ ,સંવાદ કરવો ,સમાધાનની ચર્ચા કરવી ,ત્યાર બાદ એક્શન લેવું
👉હર્ષ સંઘવીની આ ફોર્મ્યુલાએ વિરોધ વધે એ પહેલા બ્રેક લગાવી
👉હર્ષ સંઘવીની નીતિ બંધારણ વિરોધમાં હોય ત્યાં ઘણી આલોચના કરી આવનારા દિવસોમાં પણ નીતિગત આલોચના થશે જ
ઉપરનું મારું આંકલન ફક્ત આ મુદ્દે સંઘવીની વધતી રાજનૈતિક પરિપક્વતા દર્શાવતું છે
વિપક્ષ માટે અને સંઘવીના આલોચક માટે આ પરિપક્વતા અવરોધ બની શકે છે
👉સત્તાધીશો બે પ્રકારે વિરોધ ડામે છે
એક : સામ દામ દંડ ભેદ કાવતરા થકી
બે : દિલ જીતીને
કાવતરામાંથી દિલ જીતવા બાજુ સંઘવીનો ઝુકાવ વધવો બની શકે એમની લોકપ્રિયતામાં વધારો કરે
બસ હવે ખેડૂતોનું દિલ જીતે તો ખરું બાકી કાવતરા તો છે જ..
અસ્તુ
મેલોની સાથે ખુશીની પળો વિતાવવી PM મોદીને ભારે પડી,
રાહુલ ગાંધીએ નૌટંકીબાજ કહીને મોદીની ટીકા કરી.
આર્થિક તોફાન માથે છે, અને વડાપ્રધાન ઇટલીમાં ચોકલેટ વહેંચી રહ્યા છે!
ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂરો અને નાના વેપારીઓ બધા રડી રહ્યા છે, એવામાં PM હસીને રીલ બનાવી રહ્યા છે, અને BJP વાળા તાળીઓ પાડી રહ્યા છે.
આ નેતૃત્વ નથી, નૌટંકી છે. - રાહુલ ગાંધી ( વિપક્ષ નેતા,લોકસભા )
#meloni #melodi #pmmodi #italyvisit












