Yuvrajsinh Jadeja (@YAJadeja) header
Yuvrajsinh Jadeja (@YAJadeja) profile picture

તું ચાલજે સત્યના રાહ પર અડીખમ બનીને એકલો, યાદ રાખજે તારી પાછળ હશે એક દિવસ કાફલો. #યુવા_અધિકાર_ન્યાય_ચળવળ #યુવા_શક્તિ_રાષ્ટ્ર_શક્તિ 🤳9099409723

Gandhinagar, India
Joined November 2019
Photo by Yuvrajsinh Jadeja (@YAJadeja)Photo by Yuvrajsinh Jadeja (@YAJadeja)Photo by Yuvrajsinh Jadeja (@YAJadeja)Photo by Yuvrajsinh Jadeja (@YAJadeja)Photo by Yuvrajsinh Jadeja (@YAJadeja)Photo by Yuvrajsinh Jadeja (@YAJadeja)Photo by Yuvrajsinh Jadeja (@YAJadeja)Photo by Yuvrajsinh Jadeja (@YAJadeja)Photo by Yuvrajsinh Jadeja (@YAJadeja)Photo by Yuvrajsinh Jadeja (@YAJadeja)
યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની #ગૂજરાત_ફાઈલ તૈયાર કરી રહીયો છું. આવનાર દિવસોમાં આધાર પુરાવા સાથે એક એક ને જાહેર જનતા જોગ મૂકીશ. તપાસ થી ઘણા #મોટા_માથા અને કૌભાંડીઓ ના આકા સામે આવી શકે છે. અત્યારસુધી ની કૌભાંડની તપાસમાં સૌથી વધારે #શિક્ષણ_જગત સાથે સંકળાયેલ લોકો સામે આવ્યા છે. યુવાનો ના સપના અને આશાઓ ને ચકનાચૂર કરનાર ને કોઈપણ ભોગે #મે_છોડેગા_નહીં..... 🙏સરકાર પાસે ઘણીવાર પ્રોટેક્શન ની માંગણી કરી છે આપે કે ન આપે તે એનો વિષય છે. હું મારું કર્મ કરીશ મારો ધર્મ નીભાવિશ. સત્તા અને એના સમર્થકો તેનું કાર્ય કરે. હું પડકાર જીલનાર માણસ છું અને જીવમાં જીવ છે ત્યાંસુધી યુવહિત માટે લડીશ.💪 #રાષ્ટ્રનિર્માણની અને ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માં હું લડીશ અને જેને જેને ખોટું કર્યું છે એને છોડીશ નહીં. મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, મારે કોઈપણ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી.હા એ ચોક્કસ છે કે મને કે મારા પરિવારને ખોટી રીતે #ફસાવવાનો પ્રયાસ થશે તો ચૂપ પણ નહીં બેસું.હું ગુજરાતના યુવાનો માટે લડ્યો છું. મે હંમેશા યુવહીત અને જાહેરહિતનું કામ કર્યું છે #ટ્રેક_રેકોર્ડ એકવાર ખાસ જોજો. સિસ્ટમ અંદર રહેલ સડો અને સિસ્ટમ અંદર આવતું દૂષણ દૂર કરવાનું મારું કામ શરૂ છે અને રહશે. #શુદ્ધિકરણ ના આ યજ્ઞ માં સામાન્ય જનતા એ પણ જોડાવું જોઈ અને આહુતિ આપવી પડશે, આ લડાઈ તમારી આવનાર પેઢી માટેની પણ છે. #યુવાશક્તિ_રાષ્ટ્રશક્તિ #યુવાહીત_રાષ્ટ્રહીત @PMOIndia @narendramodi @AmitShah @Bhupendrapbjp @CMOGuj m.facebook.com/story.php?sto…
858
2,290
70
6,692
1,479,816
#BreakingNews પૃથુલ દેસાઈ બન્યા ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ: ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીની જગ્યા લેશે, RSS સાથે સંકળાયેલા વધુ એકની યુનિવર્સિટીના વડા તરીકે વરણી @InfoGujarat @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @GSTV_NEWS @sandeshnews @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @VoraMalhar
2
6
48
6,364
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार! #GenZ_Against_Fixpay_Gujarat #કાળીચૌદશ એટલે અનિષ્ટ શક્તિઓ, કાળ અને નકારાત્મકતા પર સદાચાર અને પ્રકાશના વિજયનું પર્વ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ દિવસ અન્યાય અને પીડા આપનારી દૂષિત વ્યવસ્થાઓના નાશનો દિવસ ગણાય છે. જ્યારે આખો પ્રદેશ આ દિવસે અંતરના અને ઘરના અંધકારને દૂર કરવા દીવા પ્રગટાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય પર છવાયેલા સૌથી મોટા '#કાળ' સમાન ફિક્સ પે પ્રથા સામે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે. 📢શા માટે ફિક્સ પે 'કાળ' સમાન છે?👇🏻 સમાન કામ, સમાન વેતનના બંધારણીય અધિકારનું હનન: સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ મહેનત કરીને, લાખો ઉમેદવારો વચ્ચે મેરિટમાં સ્થાન મેળવ્યા પછી પણ યુવાનને પૂરા હકનું વેતન ન મળે તે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું અપમાન છે. એક જ ટેબલ પર બેસીને સમાન કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે વેતનમાં આભ-જમીનનો તફાવત રાખવો એ નીતિ વિરુદ્ધ છે. 💢આજના યુગમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે પાંચ વર્ષ સુધી નજીવા માનદ વેતનથી ઘર ચલાવવું, કુટુંબની જવાબદારી નિભાવવી કે વૃદ્ધ માતા-પિતાની સારવાર કરાવવી અશક્ય બની જાય છે. પરિણામે, રાજ્યનું યુવાધન માનસિક તણાવ, આર્થિક ભીંસ અને હતાશામાં ધકેલાય છે. 💢'કહેવાતા મોડલ રાજ્યમાં સરકારી સેવામાં જોડાતા શિક્ષિત યુવાનોનું સત્તાવાર રીતે અલ્પવેતનમાં નિયોજન થાય તે શોભતું નથી. વિકાસનું ખરું મોડલ એ છે જ્યાં શ્રમ અને પ્રતિભાનું પૂરું સન્માન જળવાય, નહિ કે તેનું આર્થિક અવમૂલ્યન થાય. #Gen_Z અને નવી પેઢીનો બદલાતો અભિગમ: નવી પેઢી મૂંગા મોઢે અન્યાય સહન કરવા ટેવાયેલી નથી. તેઓ પારદર્શિતા, યોગ્ય વળતર અને આત્મસન્માનની માંગ કરે છે. જ્યાં સુધી રાજ્યના વહીવટી તંત્રના પાયામાં બેઠેલો યુવાન અસંતુષ્ટ અને અસુરક્ષિત રહેશે, ત્યાં સુધી વહીવટની ગુણવત્તા પણ પ્રભાવિત થયા વગર રહેશે નહીં. કાળીચૌદશની આ સાંજે અંધકારરૂપી આ દૂષણનો નાશ થાય અને આવતીકાલની દિવાળી દરેક શિક્ષિત યુવાનના ઘરમાં આર્થિક સુરક્ષા અને આત્મસન્માનનો સાચો પ્રકાશ લાવે તે જ સાચી પ્રાર્થના હોઈ શકે. जब तक फिक्स-पे खत्म नहीं होगा, युवाओं का संघर्ष बंद नहीं होगा! #GenZ_Against_Fixpay_Gujarat
89
1,550
36
1,464
19,878
🤔શું આ માત્ર એક સંયોગ છે, કે પછી લાખો યુવાનોના આક્રોશને દબાવવા પાછળનું કોઈ ચોક્કસ ‘સાયકોલોજિકલ સાયન્સ’?❓જરા શાંતિથી વિચારજો અને જાતે જ તર્ક લગાવજો.👇🏻 📝જ્યારે પણ ગુજરાતમાં કોઈ મોટી પરીક્ષાનું પરિણામ #શંકાના_દાયરામાં આવવાનું હોય, કટ-ઓફ કે નોર્મલાઇઝેશન સામે સવાલો ઉભા થવાના હોય, ત્યારે જ: ૧. એ પરિણામ હંમેશા મોડી સાંજે કે રાતે જ કેમ અપલોડ થાય છે?🤔 ૨. પરિણામ માટે શુક્રવારની રાત, શનિ-રવિની રજાઓ કે #દિવાળી_હોળી જેવા મોટા તહેવારોની આગલી સાંજ જ કેમ પસંદ કરાય છે ?🤔 ૩. ભરતી બોર્ડની ઓફિસો, સચિવાલય અને કોર્ટ બંધ થવાના ગણતરીના કલાકો પહેલાં જ આ ‘બોમ્બ’ કેમ ફૂટે છે?🤔 👆🏻આ #ટાઈમિંગ પાછળ કોઈ ભૂલ નથી, એક અચૂક અને ચોક્કસ ગણતરી છે. 📌રજાઓ શરૂ થતાં જ સચિવાલય બંધ, બોર્ડની ઓફિસો બંધ, અને કોર્ટ પણ બંધ. જો ઉમેદવાર આવેદનપત્ર આપવા કે રજૂઆત કરવા માંગે તો કોને કરે ? 🫣સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન કહે છે કે સામાન્ય માણસનો આક્રોશ પ્રથમ ૨૪ થી ૪૮ કલાકમાં ચરમસીમાએ હોય છે. જો એ ૪૮ કલાક કચેરીઓ બંધ હોય, આવેદનપત્ર લેવાવાળું કોઈ ટેબલ જ હાજર ન હોય, તો એ આક્રોશ #સોશિયલ_મીડિયાની ચાર પોસ્ટ પૂરતો સીમિત રહીને આપોઆપ ઓગળી જાય છે. રજાઓ પૂરી થાય ત્યાં સુધીમાં માહોલ #શાંત. 👆🏻👉🏻અને એનાથી પણ મોટો ખેલ: ‘#ધ્યાન_ભટકાવવાની_ક્રોનોલોજી’👇🏻 🎉ઉદાહરણ ૧: CCE Group A ના પરિણામ સામે અસંતોષ ભડકે ➔ ગણતરીની મિનિટોમાં રેવન્યુ તલાટીની નવી જાહેરાત ફેંકવામાં આવે! 🧨ઉદાહરણ ૨: CCE પ્રિલિમ્સના નોર્મલાઇઝેશન સામે વિરોધનો સૂર ઉઠે ➔ તાબડતોબ નવી CCE ભરતીનું નોટિફિકેશન સામે ધરી દેવામાં આવે! 🎇ઉદાહરણ ૩: TAT HS નું પરિણામ ધનતેરસ ના દિવસે આવવું. 🎆ઉદાહરણ ૪: અગ્નિવિર સ્કીમ માં દિવાળી સમયે જ અચાનક 2 વર્ષ દિવાળી સમયે જ વધારી દેવાના. 💢ઉદાહરણ ૫: દિવાળી સમયે જ પંચવર્ષીય યોજના GPSC ક્લાસ 1-2 2023 ની જાહેરાતનું પરિણામ કાળી ચૌદસના દિવસે આપવું. ✔️ઉદાહરણ ૬: PTC એડમિશન પ્રક્રિયા.... 👆🏻આવા ‘#ડાઈવર્ઝન_ટેક્ટિક’ ના અનેકો ઉદાહરણ તમે પણ જાણતા હશો...✔️ 👆🏻આ કઈ વહીવટી કાર્યક્ષમતા છે જે પરિણામ આપતી વખતે મહિનાઓ લગાવે છે, પણ વિરોધ દબાવવા માટે નવી જાહેરાતો કલાકોમાં બહાર પાડી દે છે ? 🗣️કારણ સ્પષ્ટ છે: સિસ્ટમ જાણે છે કે લાચાર બેરોજગાર યુવાનનો વિરોધ ‘#નવી_આશા’ (ગાજર) આગળ નબળો પડી જાય છે. એક પરીક્ષામાં થયેલા અન્યાય સામે લડવા માટે યુવાન બહાર નીકળે, એ પહેલાં જ એના હાથમાં નવો સિલેબસ પકડાવી દેવામાં આવે છે. 💢‘કાલ સવારે ઉઠીને વાંચવા લાગો, નવરા પડો તો વિરોધ કરો ને!’💢 ⛔માનસિકતા સાથે રમત: ‘આશા’નો નશો તંત્ર બહુ સારી રીતે જાણે છે કે બેરોજગાર યુવાન લાચાર છે. એને લડવું છે, પણ સાથે-સાથે ઘરની પરિસ્થિતિ અને વયમર્યાદા પણ નડી રહી છે. 👆🏻આખી સિસ્ટમ જાણે એક વાત પર ચાલે છે: "આ યુવાનોનો #ગુસ્સો_ફુગ્ગા_જેવો છે,🎈કાં તો સમય આપીને હવા કાઢી નાખો, અથવા નવી જાહેરાતનું ગાજર લટકાવીને બીજી દિશામાં દોડાવી દો." 📌હવે સવાલ એ છે: ❓શું ભરતી બોર્ડ પાસે દિવસના સામાન્ય કામકાજના કલાકોમાં, ખુલ્લા દિવસે પરિણામ જાહેર કરવાની હિંમત નથી ?😠 ❓જો બધું જ પારદર્શક અને નિયમ મુજબ છે, તો દર વખતે તહેવારો અને રજાઓની ‘ઓથ’ કેમ લેવી પડે છે?😠 ❓જૂની પરીક્ષાઓની ભૂલો સુધાર્યા વગર નવી જાહેરાતો આપી દેવી, એ ન્યાય છે કે માત્ર યુવાનોની મનોસ્થિતિ સાથે રમાતી રમત?😠 🤦🏻આ સવાલો એ દરેક યુવાનના છે જેણે રાત-દિવસ એક કરીને મહેનત કરી છે.😠 📢‘#ક્રોનોલોજી’ માત્ર સંજોગ નથી, સિસ્ટમની સુનિયોજિત રણનીતિ છે! ગુજરાતના લાખો સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓની ભાવનાઓ અને ભવિષ્ય સાથે જે રીતે વહીવટી તંત્ર રમી રહ્યું છે, તે હવે કોઈ છૂપી વાત નથી રહી. આ માત્ર સામાન્ય વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ યુવાનોના આક્રોશને દબાવવા માટેનું એક વ્યવસ્થિત અને મનોવૈજ્ઞાનિક ‘#ડેમેજ_કંટ્રોલ_મોડેલ’ છે. 🎉આ અકસ્માત નથી, આ ગણતરીપૂર્વક રચાયેલું ચક્રવ્યૂહ છે. યુવાનોએ હવે માત્ર તૈયારી કરવાની સાથે સાથે આ વહીવટી મનોવિજ્ઞાનને પણ ઓળખવું પડશે. અન્યાય સામેનો અવાજ નવી જાહેરાતોના ઘોંઘાટમાં દબાઈ ન જવો જોઈએ! #RealityOfExams #ChronologySamjho #TransparencyFirst #StopDiversion #FairExams #YouthDemandsAnswers #SystemUnderQuestion @InfoGujarat @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @GSTV_NEWS @sandeshnews @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @VoraMalhar
46
410
9
647
49,898
#GPSC #Ad_47 ☝️GPSC જાહેરાત ક્રમાંક : ૪૭/૨૦૨૩-૨૪, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨નું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું. ✅Gujarat Administrative Service, Class-I; Gujarat Civil Services, Class-I & II and Gujarat State Municipal Chief Officers' Service, Class-II Advt. No. 47/2023-24 🟢ભલામણ યાદી @InfoGujarat @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @GSTV_NEWS @sandeshnews @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @VoraMalhar
5
9
110
13,698
#TAT HS (હાયર સેકન્ડરી) મુખ્ય પરીક્ષા પરિણામ જાહેર... કદાચ પૂર્વમાં મારી કરેલ ટકોર આજે ઘણા મહેનતુ વિદ્યાર્થીઓને સાચી લાગી હશે.. 📌મિત્રો કેવું રહ્યું આપનું પરિણામ અને અનુભવ ? આપની પ્રતિક્રિયા જણાવજો👇🏻
56
25
1
106
21,873
ગુજરાત પોલીસ ના આ નિર્ણય વિશે તમારું શું માનવું છે ?🤔🤔
54
31
1
287
63,784
Yuvrajsinh Jadeja retweeted
PTC કોલેજોમાં ડોનેશન વસૂલાતાના વિધાર્થી નેતાના આક્ષેપ #PTCCollege #Donation #StudentLeader #Gujarat #SandeshNews
2
13
1,413
#CCE 2.0 🚨ગુજરાત ગૌણ સેવા (#GSSSB) દ્વારા વર્ગ-૩ ની નવી ભરતી જાહેર ⛔કુલ જગ્યાઓ: ૧,૨૩૭ 📌ગ્રુપ-A (૨૪૩): હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સબ રજિસ્ટ્રાર, નાયબ ચિટનીસ/સમાજ કલ્યાણ નિરીક્ષક વગેરે. 📌ગ્રુપ-B (૯૯૪): જુનિયર ક્લાર્ક. ⛔શૈક્ષણિક લાયકાત: કોઈપણ પ્રવાહમાં સ્નાતક (Graduate). ⛔વયમર્યાદા: ૨૦ થી ૩૫ વર્ષ (અનામત વર્ગ અને મહિલાઓને નિયમાનુસાર છૂટછાટ). 📝ફોર્મ ભરવાની તારીખ: ૦૫/૧૧/૨૦૨૬ થી ૩૦/૧૧/૨૦૨૬. 📢પરીક્ષા પદ્ધતિ: તબક્કો-૧ (પ્રાથમિક): ૧૫૦ ગુણની MCQ ટેસ્ટ (ગ્રુપ-A અને B બંને માટે સંયુક્ત). તબક્કો-૨ (મુખ્ય પરીક્ષા): ગ્રુપ-A માટે વર્ણનાત્મક (Descriptive) અને ગ્રુપ-B માટે MCQ પદ્ધતિ. #GSSSB #GujaratJobs #CCE202627 #JuniorClerk #SeniorClerk #GujaratGovernmentJobs #OJAS #JobUpdateGujarat #BreakingNews @InfoGujarat @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @GSTV_NEWS @sandeshnews @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @VoraMalhar
5
23
1
223
14,116
#CCE પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોના ગુણ જાહેર... તમારા ઓરિજિનલ માર્ક્સની સરખામણીએ #Normalization પછી કેટલો ફેરફાર (વધારો કે ઘટાડો) થયો ? કમેન્ટ કરીને જણાવો. 👇🏻
65
5
225
69,929
જાહેરાતો 'ભૂતકાળની ખાલી પડેલી કાયમી જગ્યાઓ' માટે હતી. ⛔ઠરાવમાં સ્પષ્ટ લખ્યું છે કે સરકાર દ્વારા તા. ૦૧-૦૧-૨૦૧૬ના ૭મા પગાર પંચના ઠરાવથી મંજૂર થયેલ કાયમી જગ્યાઓ પૈકી કર્મચારીઓના અવસાન, વયનિવૃત્તિ, રાજીનામા કે સ્વૈચ્છિક રાજીનામાથી ખાલી પડેલી જગ્યાઓ ભરવાની મંજૂરી અપાઈ હતી. વિદ્યાર્થી પક્ષે મુદ્દો: આ કોઈ નવી ઊભી કરેલી જગ્યાઓ નહોતી; આ વર્ષોથી મંજૂર થયેલી કાયમી (#Sanctioned_Permanent) ખાલી જગ્યાઓ હતી. જો ૭મા પગાર પંચની અમલવારી (૦૧-૦૧-૨૦૧૬) પછી કર્મચારીઓ નિવૃત્ત થયા હોય, તો તે જગ્યાઓ ૭મા પગાર પંચ હેઠળ જ ખાલી પડી ગણાય. તેથી "જગ્યા ૬ઠ્ઠા પગાર પંચની છે" કહીને રદ કરવાનો તર્ક જ પાયાવિહોણો ઠરે છે. 📝 સરકારે જ ૩૧-૧૨-૨૦૨૫ સુધીમાં 'તાકીદે ભરતી પૂર્ણ કરવા' આદેશ આપેલો (બાબત ક્રમાંક - ૩) શિક્ષણ વિભાગના ઉપસચિવના પત્ર નં. ED/1076/05/2025 (તા. ૨૯-૦૫-૨૦૨૫) માં સરકારે પોતે યુનિવર્સિટીને આદેશ કર્યો હતો કે આ ખાલી પડેલી કાયમી જગ્યાઓ "તા. ૩૧-૧૨-૨૦૨૫ સુધીમાં ભરી દેવી". 📌યુનિવર્સિટીએ ભરતી પ્રક્રિયા સરકારના નિર્ધારિત સમયમર્યાદા (Deadline) ના આદેશ હેઠળ જ શરૂ કરી હતી. સરકારે પોતે મુદત આપી હોય અને હવે સરકારનો જ શિક્ષણ વિભાગ એવું કહે કે "અમને પૂછ્યા વિના કે ખોટા પગાર પંચ હેઠળ કરી", તો આ સરકારના બે આદેશો વચ્ચેનો ખુલ્લો વિરોધાભાસ છે. ⛔ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીની બે-બે વાર લેખિત મંજૂરી હતી. 📝 ભરતી જાહેરાત બહાર પાડવા અને પરીક્ષા સંચાલન માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના બે સત્તાવાર પત્રોનો સંદર્ભ છે: પત્ર ક્રમાંક: આઇએસસી-૭/યુનિ./૨૦૨૫/૧૩૩૪-૪૭ (તા. ૧૨-૦૬-૨૦૨૫) પત્ર ક્રમાંક: આઇ.એસ.સી-૦૭/અ.સ.ત્ર./ભરત/વશી/૨૦૨૫/૪૧૩૭ (તા. ૨૨-૧૨-૨૦૨૫) 📌👆🏻ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીની સત્તાવાર મંજૂરી મળ્યા પછી જ જાહેરાતો (GU/EST/NT/01/2025 તથા ADMIN-01 થી ADMIN-36) અખબારોમાં પ્રસિદ્ધ થઈ હતી. કમિશનર કચેરીએ પોતે મંજૂરી આપી હોય તો આજે એ જ કચેરી એમ કેવી રીતે કહી શકે કે જાહેરાત ખોટી છે? આખી ભૂલ કમિશનર કચેરી અને યુનિવર્સિટીના સંકલનની છે, જેમાં ઉમેદવારોનો કોઈ વાંક નથી. 📝'ભૂલ સુધારી લેવાનો' યુનિવર્સિટીનો પોતાનો જ પૂર્વ દાખલો 👇🏻 બાબત ક્રમાંક-૭ માં બાંધકામ સમિતીની ભલામણોમાં તારીખની મોટી "ટાઈપોગ્રાફિકલ એરર (Typographical Error)" થયેલી, જેને બોર્ડ ઓફ મેનેજમેન્ટે પૂર્વાવર્તી અસરથી (#Retrospective_Effect) સુધારીને સર્વાનુમતે સ્વીકારી લીધી! 📢યુનિવર્સિટી જ્યારે પોતાના વહીવટી કે બાંધકામના કામોમાં ભૂલ થાય ત્યારે "ટાઈપોગ્રાફિકલ એરર" ગણીને પૂર્વાવર્તી અસરથી સુધારો કરી શકે છે, તો હજારો યુવાનોના ભવિષ્યનો સવાલ હોય ત્યારે પગાર પંચની કહેવાતી ભૂલમાં પૂર્વાવર્તી સુધારો (Ex-post facto ratification) કેમ ન કરી શકે ?❓ 📢અધિકારીઓ પોતાના કિસ્સામાં ભૂલો સુધારી લે અને વિદ્યાર્થીઓના કિસ્સામાં સીધી આખી ભરતી જ રદ કરી દે, આ બેવડા માપદંડ (Double Standards) કેમ ?❓ 📝લાખો રૂપિયાના સરકારી નાણાંનો વ્યય 👆🏻વર્તમાનપત્રોમાં જાહેરાતો આપવાનો, પરીક્ષા સંચાલન કરવાનો અને સમગ્ર એજન્સીઓનો ખર્ચ બોર્ડ ઓફ મેનેજમેન્ટે સત્તાવાર સરકારી મંજૂરીથી પાસ કરેલો છે. 📢📌👆🏻ઉમેદવારો પાસેથી ફી ઉઘરાવવામાં આવી અને સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયા વર્તમાનપત્રોની જાહેરાતો અને પરીક્ષા લેવામાં ખર્ચાયા. જો આ ભરતી રદ થાય, તો ઉમેદવારોના નાણાં અને પ્રજાના ટેક્સના પૈસા જે પરીક્ષા લેવામાં વેડફાયા તેનો હિસાબ કોણ આપશે ?❓ આ સમગ્ર મિનિટ્સ સાબિત કરે છે કે ભરતી પ્રક્રિયા શિક્ષણ વિભાગના તા. ૨૯-૦૫-૨૦૨૫ના પત્ર, ઉચ્ચ શિક્ષણ કમિશનરના તા. ૨૨-૧૨-૨૦૨૫ના પત્ર, અને ૭મા પગાર પંચના મૂળ ઠરાવ મુજબ સત્તાવાર રીતે જ ચાલી હતી. જો તંત્ર પોતાની બાંધકામ ભૂલો પૂર્વાવર્તી અસરથી સુધારી શકતું હોય (બા.ક્ર. ૭), તો આ ભરતીને પણ પૂર્વાવર્તી મંજૂરી આપીને તાત્કાલિક પરિણામ જાહેર કરવું જોઈએ, નહીં કે ભરતી રદ કરવી. @InfoGujarat @Bhupendrapbjp @CMOGuj @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @GSTV_NEWS @sandeshnews @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @VoraMalhar
😠તંત્રની ઘોર બેદરકારી અને ઉમેદવારોનો ભોગ: આમાં યુવાનોનો શું વાંક ?❓❓❓ 😏ગુજરાત યુનિવર્સિટીની બિન-શૈક્ષણિક સ્ટાફ (જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિત) ની ભરતી પ્રક્રિયામાં સામે આવેલી વહીવટી લાપરવાહી અત્યંત આઘાતજનક અને શરમજનક છે. 😏છેલ્લા એક વર્ષથી ૮,૦૦૦થી વધુ યુવાનો દિવસ-રાત એક કરીને મહેનત કરી રહ્યા હતા. મોંઘી ફી ભરીને ફોર્મ ભર્યા, પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી અને મેઇન્સ (મુખ્ય) પરીક્ષા પણ આપી દીધી. હવે જ્યારે પરિણામ અને નિમણૂકની આશા બંધાઈ હતી, ત્યારે અચાનક શિક્ષણ વિભાગ કુંભકર્ણ નિંદ્રા માંથી જાગે છે અને તઘલખી આદેશ આપે છે કે – “જગ્યાઓ છઠ્ઠા પગાર પંચ મુજબ મંજૂર હતી અને જાહેરાત સાતમા પગાર પંચ મુજબ અપાઈ ગઈ, માટે ૫૦%થી વધુ ભરતી રદ કરો!” ⛔અમારો સીધો સવાલ સરકાર અને યુનિવર્સિટી તંત્રને: ૧. જગ્યા કયા પગાર પંચ હેઠળ મંજૂર છે તે જોવાની પ્રાથમિક જવાબદારી કોની હતી? ઉમેદવારોની કે એસી ચેમ્બરમાં બેસીને જાહેરાતો બહાર પાડતા બાબુઓની?❓ ૨. એક આખું વર્ષ આખી પ્રક્રિયા ચાલી, બે-બે તબક્કાની પરીક્ષાઓ લેવાઈ ગઈ, ત્યાં સુધી શિક્ષણ કે નાણાં વિભાગ ઊંઘતું હતું?❓ ૩. અધિકારીઓની ટેકનિકલ બેદરકારીની સજા નિર્દોષ બેરોજગાર ઉમેદવારો કેમ ભોગવે ?❓ ૪. ફરી નવી જાહેરાતો પડશે અને પ્રક્રિયા લંબાશે તેમાં જે ઉમેદવારોની વયમર્યાદા (Age Limit) વટી જશે, તેમના ભવિષ્યની જવાબદારી કોણ લેશે? ❓ 😠આ માત્ર એક ભરતી રદ થવાની વાત નથી, હજારો યુવાનોના વર્ષોના પરિશ્રમ, પરિવારની આશાઓ અને માનસિક સ્થિતિ સાથે થયેલો ક્રૂર મજાક છે. 📝👇🏻અમારી સ્પષ્ટ માંગણી: 📢ભરતી કોઈ પણ સંજોગોમાં રદ ન થવી જોઈએ. નાણાં વિભાગ સાથે સંકલન સાધીને ભૂલ સુધારી, આ જગ્યાઓને ભૂતકાળની અસરથી મંજૂરી (Post-facto approval) આપીને પ્રક્રિયા આગળ વધારવામાં આવે. 📢આવી ગંભીર બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસ અને પગલાં લેવામાં આવે. 📢યુવાનોની મહેનત પર પાણી ફેરવવાનું બંધ કરો! #GujaratUniversity #GujaratJobs #JusticeForCandidates #CancelRecruitmentScam #ClerkRecruitment #SaveYouthFuture #GujaratGovt #EmploymentMatters #YouthRights @InfoGujarat @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @GSTV_NEWS @sandeshnews @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @VoraMalhar
10
27
2
104
26,855
😠તંત્રની ઘોર બેદરકારી અને ઉમેદવારોનો ભોગ: આમાં યુવાનોનો શું વાંક ?❓❓❓ 😏ગુજરાત યુનિવર્સિટીની બિન-શૈક્ષણિક સ્ટાફ (જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિત) ની ભરતી પ્રક્રિયામાં સામે આવેલી વહીવટી લાપરવાહી અત્યંત આઘાતજનક અને શરમજનક છે. 😏છેલ્લા એક વર્ષથી ૮,૦૦૦થી વધુ યુવાનો દિવસ-રાત એક કરીને મહેનત કરી રહ્યા હતા. મોંઘી ફી ભરીને ફોર્મ ભર્યા, પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી અને મેઇન્સ (મુખ્ય) પરીક્ષા પણ આપી દીધી. હવે જ્યારે પરિણામ અને નિમણૂકની આશા બંધાઈ હતી, ત્યારે અચાનક શિક્ષણ વિભાગ કુંભકર્ણ નિંદ્રા માંથી જાગે છે અને તઘલખી આદેશ આપે છે કે – “જગ્યાઓ છઠ્ઠા પગાર પંચ મુજબ મંજૂર હતી અને જાહેરાત સાતમા પગાર પંચ મુજબ અપાઈ ગઈ, માટે ૫૦%થી વધુ ભરતી રદ કરો!” ⛔અમારો સીધો સવાલ સરકાર અને યુનિવર્સિટી તંત્રને: ૧. જગ્યા કયા પગાર પંચ હેઠળ મંજૂર છે તે જોવાની પ્રાથમિક જવાબદારી કોની હતી? ઉમેદવારોની કે એસી ચેમ્બરમાં બેસીને જાહેરાતો બહાર પાડતા બાબુઓની?❓ ૨. એક આખું વર્ષ આખી પ્રક્રિયા ચાલી, બે-બે તબક્કાની પરીક્ષાઓ લેવાઈ ગઈ, ત્યાં સુધી શિક્ષણ કે નાણાં વિભાગ ઊંઘતું હતું?❓ ૩. અધિકારીઓની ટેકનિકલ બેદરકારીની સજા નિર્દોષ બેરોજગાર ઉમેદવારો કેમ ભોગવે ?❓ ૪. ફરી નવી જાહેરાતો પડશે અને પ્રક્રિયા લંબાશે તેમાં જે ઉમેદવારોની વયમર્યાદા (Age Limit) વટી જશે, તેમના ભવિષ્યની જવાબદારી કોણ લેશે? ❓ 😠આ માત્ર એક ભરતી રદ થવાની વાત નથી, હજારો યુવાનોના વર્ષોના પરિશ્રમ, પરિવારની આશાઓ અને માનસિક સ્થિતિ સાથે થયેલો ક્રૂર મજાક છે. 📝👇🏻અમારી સ્પષ્ટ માંગણી: 📢ભરતી કોઈ પણ સંજોગોમાં રદ ન થવી જોઈએ. નાણાં વિભાગ સાથે સંકલન સાધીને ભૂલ સુધારી, આ જગ્યાઓને ભૂતકાળની અસરથી મંજૂરી (Post-facto approval) આપીને પ્રક્રિયા આગળ વધારવામાં આવે. 📢આવી ગંભીર બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસ અને પગલાં લેવામાં આવે. 📢યુવાનોની મહેનત પર પાણી ફેરવવાનું બંધ કરો! #GujaratUniversity #GujaratJobs #JusticeForCandidates #CancelRecruitmentScam #ClerkRecruitment #SaveYouthFuture #GujaratGovt #EmploymentMatters #YouthRights @InfoGujarat @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @GSTV_NEWS @sandeshnews @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @VoraMalhar
21
32
1
126
43,358
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (#GSSSB) ની CCE (ગ્રુપ-A અને ગ્રુપ-B) પ્રાથમિક પરીક્ષા તા. ૧૬-૦૯ થી ૨૯-૦૯-૨૦૨૬ દરમિયાન યોજાઈ હતી, અને ગ્રુપ-A ની મુખ્ય પરીક્ષા આગામી તા. ૨૮/૧૧/૨૦૨૬ ના રોજ નિર્ધારિત છે. આ સમયપત્રક સામે ગંભીર વહીવટી સવાલો ઊભા થાય છે: ❓❓❓ ☝️કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિમાં પ્રાથમિક પરિણામ અને મુખ્ય પરીક્ષા વચ્ચે ઉમેદવારોને પૂરતો તૈયારીનો સમય મળવો અનિવાર્ય છે. અહીં માંડ ૨૦ થી ૨૨ દિવસ બાકી હોવા છતાં પરિણામ ન હોવું એ મંડળની નબળી આયોજન શૈલી દર્શાવે છે.જ્યારે પરીક્ષા CBRT (ઓનલાઇન) લેવાતી હોય, ત્યારે પરિણામમાં આટલો મોટો વિલંબ શા માટે? ❓ ☝️ડિજિટલ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય જ ઝડપ છે: પરંપરાગત OMR/ઓફલાઇન પદ્ધતિમાં પેપર કલેક્શન, સ્કેનિંગ અને મૂલ્યાંકનમાં સમય લાગે તે સમજી શકાય છે. પરંતુ CBRT પદ્ધતિમાં ઉમેદવાર સબમિટ કરે તે જ ક્ષણે ડેટા સર્વર પર ડિજિટલી પ્રોસેસ થઈ જાય છે. આમ છતાં પરીક્ષા પૂર્ણ થયાને એક મહિનાથી વધુ સમય વીતી જવા છતાં પરિણામ ન આવવું એ ટેકનોલોજીના ઉપયોગ સામે પ્રશ્ન ઊભો કરે છે. ☝️ટેકનોલોજી અપનાવ્યા પછી પણ પરિણામ કેમ પેન્ડિંગ?: રાષ્ટ્રીય કક્ષાની એજન્સીઓ (જેમ કે NTA, TCS/SSC) લાખો ઉમેદવારોની CBRT પરીક્ષાના પ્રાથમિક પરિણામો અથવા આન્સર કી ગણતરીના દિવસોમાં જાહેર કરતી હોય છે. તો રાજ્ય કક્ષાએ આટલો લાંબો સમય કેમ લાગી રહ્યો છે ?❓❓❓ ☝️મેન્સની તારીખ નજીક હોવા છતાં વિલંબ અન્યાયી: મુખ્ય પરીક્ષા નિર્ધારિત તારીખે લેવી હોય તો પ્રાથમિક પરિણામ ઝડપથી આપવું એ CBRT સિસ્ટમની પ્રાથમિક ફરજ બને છે. જો ડિજિટલ એક્ઝામમાં પણ ઑફલાઇન કરતાં વધુ સમય લાગતો હોય, તો CBRT પદ્ધતિ લાવવાનો અર્થ શું?❓❓ ☝️ પરિણામ જાહેર થયા વગર ઉમેદવાર મુખ્ય પરીક્ષાની (મેન્સ) તૈયારી કરે કે નહીં? ક્વોલિફાય થયા હોવાની ખાતરી વગર આખો અભ્યાસક્રમ કેવી રીતે પૂર્ણ કરે?❓❓ ☝️જો મંડળ અચાનક છેલ્લી ઘડીએ પરિણામ જાહેર કરશે, તો સિલેક્ટેડ ઉમેદવારોને મુખ્ય પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચવા, દસ્તાવેજો કે માનસિક તૈયારી માટે પૂરતો અવકાશ નહીં મળે. GSSSB વહેલામાં વહેલી તકે CCE નું પ્રાથમિક પરિણામ જાહેર કરે જેથી વિદ્યાર્થીઓ સ્પષ્ટતા સાથે મુખ્ય પરીક્ષાની રણનીતિ બનાવી શકે. 🙏 @GSSSB_OFFICIAL @GsssbOfficial #GSSSB #CCEExam2026 #StudentVoice #GujaratAdmin #GSSSBUpdate #ExamReform #GSSSBRecruitment #GSSSB_Update #YouthOfGujarat @InfoGujarat @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @GSTV_NEWS @sandeshnews @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @VoraMalhar
35
178
3
697
131,737
#GSSSB જાહેરાત ક્રમાંક: 349 (મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર) ની પરીક્ષા માં #હોબાળો... સંસ્થા: New L J Institute of Engineering and Technology. સરનામું: સિંધુભવન રોડ, પકવાન ચાર રસ્તા પાસે, એસ.જી. હાઇવે, અમદાવાદ, પરીક્ષા શરૂ થયાના આશરે એક કલાક બાદ અચાનક તમામ કમ્પ્યુટર બંધ થઈ ગયા હતા. સમગ્ર કોલેજના કમ્પ્યુટર સિસ્ટમ બંધ થઈ જતાં પરીક્ષા અટકી પડી હતી. કેન્દ્ર પર હાજર જવાબદાર અધિકારીઓ કે સ્ટાફ સંતોષકારક જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગયા હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. કમ્પ્યુટર બંધ થઈ જવાના કારણે અને પરીક્ષા અટકી પડતાં રોષે ભરાયા તમામ ઉમેદવારો @GsssbOfficial @GSSSB_OFFICIAL @InfoGujarat @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @VoraMalhar
23
89
381
71,943
2/2 ⚡કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ: આઉટસોર્સિંગમાં આવતા યુવાનોને નજીવું વેતન મળે છે, જ્યારે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ખર્ચાય છે છતાં વીજ નેટવર્કની ગુણવત્તા જોખમમાં રહે છે. 📌#કાયમી_ભરતી કેમ અટકી છે? જ્યાં સુધી લાઇનમેન કે SBO ને ઉપર પ્રમોશન આપવામાં ન આવે, ત્યાં સુધી નીચેની એન્ટ્રી-લેવલ (હેલ્પર અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) ની જગ્યાઓ સત્તાવાર ખાલી પડતી નથી.  📌મેનેજમેન્ટ આ #પ્રમોશન_ચેનલ દબાવીને બેઠું છે, જેથી નવી કાયમી ભરતીની જાહેરાત બહાર પાડવી ન પડે અને #આઉટસોર્સિંગ નો ધંધો સતત ધમધમતો રહે. 📌બીજી તરફ, આઈટીઆઈ (ITI) કે ડિપ્લોમા પાસ હજારો યુવાનો એપ્રેન્ટિસશિપ પૂર્ણ કરીને કાયમી નોકરીની રાહમાં વયમર્યાદા વટાવી રહ્યા છે. 📌ઇજનેરોનો કાર્યભાર ઓછો કરવો જેટલો જરૂરી છે, તેટલું જ અનિવાર્ય સબ સ્ટેશનો પર ૪ SBO, ૪ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અને પૂર્ણ મેઇન્ટેનન્સ ગેંગનું મહેકમ ભરવું છે. આઉટસોર્સિંગના નામે પ્રજાના કરોડો રૂપિયા ખાનગી એજન્સીઓને લૂંટાવવાને બદલે અટકેલી પ્રમોશન ચેનલ તાત્કાલિક શરૂ કરી પાયાના સ્ટાફની #કાયમી_ભરતી કરવી જોઈએ. ⚡નવી ભરતીના અભાવે ફિલ્ડ સ્ટાફને ૧૨ થી ૧૬ કલાક સુધી સતત ખેંચાવું પડે છે. ઊંઘ અને શારીરિક થાક વચ્ચે હાઈ-ટેન્શન લાઇન પર સહેજ પણ ચૂક થાય તો સીધો જીવ જાય છે. જો અધિકારીઓના ટેબલ વર્કના ભારણની આટલી ચિંતા થતી હોય, તો ૨૪ કલાક મોતના મુખમાં ફરજ બજાવતા આ પાયાના ટેકનિકલ જવાનોના ભારણ અને માનસિક ત્રાસની ચિંતા કેમ નહીં ? 📢#કાયમી_સ્ટાફની ભરતી કરવાને બદલે સરેરાશ ₹૨,૨૦,૦૦૦ પ્રતિ સબ સ્ટેશનના ભાવે ખાનગી એજન્સીઓને કરોડોના ટેન્ડર #લહાણી કરવામાં આવે છે. દર મહિને અંદાજે ₹૨૬.૪ કરોડ (અંદાજે વાર્ષિક ₹૩૧૫ કરોડથી વધુ) પ્રજાના પરસેવાની કમાણી ખાનગી એજન્સીઓ અને #વચેટીયાઓના ખિસ્સા ભરવામાં વેડફાઈ રહી છે. આઉટસોર્સિંગના નામે શોષણ અને કાયમી કર્મચારીઓ પર અન્યાયી બોજ આ જ જેટકો મેનેજમેન્ટની વાસ્તવિક નીતિ બની ગઈ છે! આ કડવી હકીકત સામે કેમ બધા મૌન છે ? ⛔પ્રમોશન ચેનલ #કાચબા ચાલ જેમ ચાલુ રાખીને બેરોજગાર યુવાનો સાથે મજાક કરી રહ્યા છે 4 sbo. ALM 5 વર્ષ ની જગ્યાએ 3 વર્ષ આપવાનો સર્ક્યુલર લયાવ્યા પણ અત્યાર સુધીમાં 3 વર્ષમાં કેટલા કર્મચારી ને 3 વર્ષ માં આપ્યા ? 👲🏻ભરતી અટકાવવાનો કારસો:વહીવટતંત્ર જાણીજોઈને પ્રમોશન ચેનલ દબાવીને બેઠું છે, જેથી નીચેની એન્ટ્રી-લેવલની (હેલ્પર/ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) જગ્યાઓ કાગળ પર ખાલી ન બતાવી શકાય અને કાયમી ભરતી ન કરવી પડે. ⛔જ્યાં સુધી પ્રમોશન ચેનલ નહિ ચાલે ત્યાં સુધી નવી ભરતી ની આશા નહિવત છે..બીજી બાજુ, ITI અને ડિપ્લોમા પાસ હજારો આશાસ્પદ યુવાનો વર્ષોથી એપ્રેન્ટિસશિપ પૂર્ણ કરીને કાયમી નોકરીની આશામાં રઝળી રહ્યા છે અને વયમર્યાદા વટાવી રહ્યા છે. કાયદેસર લાયકાત ધરાવતા બેરોજગારો રસ્તા પર છે અને સિસ્ટમ કોન્ટ્રાક્ટ પ્રથાના સહારે ધકેલાઈ રહી છે. 🙏🏻અમારી સ્પષ્ટ અને સચોટ માંગણીઓ: 📝સમાન ન્યાય અને ભારણમુક્તિ: જેટલી ચિંતા ઉચ્ચ અધિકારીઓના કાર્યભારની છે, એટલી જ પ્રાથમિકતા ફિલ્ડમાં ફરજ બજાવતા ટેકનિકલ કર્મચારીઓના ભારણ અને સલામતીને આપો. 📝પ્રમોશન ચેનલ તાત્કાલિક શરૂ કરો: વર્ષોથી એક જ સ્થાને અટવાયેલા લાઇનમેન, SBO અને ટેકનિકલ સ્ટાફને નિયમ મુજબ તુરંત બઢતી આપો. 📝કાયમી ભરતી જાહેર કરો: પ્રમોશનથી ખાલી પડતી હેલ્પર અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ પર એપ્રેન્ટિસ યુવાનો માટે તાત્કાલિક કાયમી મોટી સંખ્યામાં ભરતી કરો. 📝લૂંટારૂ આઉટસોર્સિંગ બંધ કરો: પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા ખાનગી એજન્સીઓને લૂંટાવવાનું બંધ કરી, કાયમી મહેકમ ભરીને ગુજરાતના વીજ નેટવર્કને સુરક્ષિત બનાવો! 🗣️અમારો સ્પષ્ટ મત છે:ઇજનેરોની સમસ્યાઓનું તુરંત નિરાકરણ લાવો, પરંતુ તેની સાથે સાથે ગ્રાઉન્ડ લેવલના ટેકનિકલ કર્મચારીઓની વર્ષો જૂની અટકેલી પ્રમોશન ચેનલ ખોલો, #કરોડોનું_શોષણકારી_આઉટસોર્સિંગ બંધ કરો અને એપ્રેન્ટિસ યુવાનો માટે હેલ્પર તથા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની નવી કાયમી ભરતી જાહેર કરો. ઇજનેરથી લઈને હેલ્પર સુધીના સમગ્ર મહેકમની કાયમી પૂર્તિ જ ગુજરાતના વીજ નેટવર્કને ખરા અર્થમાં સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવી શકે છે! @PaschimGujVCL @GujEPD @GuvnlOfficial @mgvcl_mgvcl @InfoGujarat @EnergyGujarat @dgvcl_vyara @UGVCL_official @Bhupendrapbjp @VtvGujarati @tv9gujarati @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @JigarThakar_NC @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9
જેટકો (#GETCO) વહીવટીતંત્રને એક માસુમ પ્રશ્ન : ઈજનેરો કામના ભારણની ચિંતા, પણ ૨૪ કલાક મોતના મુખમાં કામ કરતા ફિલ્ડ સ્ટાફની કોઈ કિંમત નહીં ? અમારો વિરોધ ઇજનેરો સામે નથી, પણ વહીવટતંત્રની અસમતુલા અને અધૂરા સત્ય સામે છે ! ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) માં કાર્યરત ઇજનેરો દ્વારા પોતાના સ્ટાફની અછત અને વધારાના કાર્યભાર સામે જે આંદોલન શરૂ કરાયું છે, તે સંપૂર્ણ વાજબી અને ન્યાયિક લડત છે. ઇજનેરો પર ૧૦૦૦ જેટલી ખાલી જગ્યાઓ વચ્ચે વધારાના સબ સ્ટેશનોનો બોજ નાખવામાં આવે તે અસ્વીકાર્ય છે અને સરકાર તથા મેનેજમેન્ટે તેમની તમામ વ્યાજબી માંગણીઓનો તાત્કાલિક સ્વીકાર કરી ઉકેલ લાવવો જ જોઈએ. પરંતુ, વહીવટીતંત્ર દ્વારા રજૂ કરવામાં આવતી અધૂરી વાસ્તવિકતા જુવો:👇🏻 વાસ્તવિકતાની સમતુલા: જો માત્ર સુપરવિઝનની જવાબદારી ધરાવતા ૧ જુનિયર ઇજનેરને ૫ સબ સ્ટેશનનું ભારણ અસહ્ય લાગતું હોય, તો એ જ ૫ સબ સ્ટેશનો પર રાઉન્ડ-ધ-ક્લોક કંટ્રોલ રૂમ સંભાળતા અને ભરઉનાળે કે ધોધમાર વરસાદમાં જીવના જોખમે સ્વીચયાર્ડ તથા ટાવર પર ચડતા ૪૬ ટેકનિકલ જવાનો (SBO, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, લાઇનમેન અને હેલ્પર) ની પીડા પણ સામે આવવી જ જોઈએ. ઇજનેર માત્ર આદેશ આપી શકે છે, પણ ફોલ્ટ રિપેર કરવા માટે જો ગ્રાઉન્ડ પર પૂરતી મેઇન્ટેનન્સ ટીમ કે લાઇનમેન-હેલ્પર જ હાજર ન હોય, તો ઇજનેર પણ લાચાર બની જાય છે. તેથી ટેકનિકલ કર્મચારીઓની ઘટ એ સીધી રીતે ઇજનેરોના કાર્યભાર અને તણાવમાં પણ વધારો કરે છે. 📝આજે અખબારોમાં હેડલાઇનો ચમકે છે કે ૧૫૦ જેટલા ઇજનેરોને વધારાનો ચાર્જ સોંપાતા કામના ભારણ સામે વિરોધ પ્રદર્શન અને આંદોલનો શરૂ થયા છે. જો નિયમ મુજબ ૫ સબ સ્ટેશન વચ્ચે માત્ર ૧ જુનિયર ઈજનેર (JE) ની સુપરવાઇઝરની જવાબદારી હોય અને છતાં એમને કામનું ભારણ અસહ્ય લાગતું હોય, તો જરા એ વિચારો કે એ જ ૫ સબ સ્ટેશનો પર રાત-દિવસ જીવના જોખમે ફરજ બજાવતા ૪૬ ટેકનિકલ કર્મચારીઓ (SBO, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, લાઇનમેન અને હેલ્પર) ની જમીની હાલત કેવી હશે ? ⚡૧ ઇજનેર સામે ૪૬ ગ્રાઉન્ડ સ્ટાફનું મહેકમ: નિયમ અનુસાર ૫ સબ સ્ટેશનનું સંચાલન કરવા માટે ૧ જુનિયર ઈજનેર ઉપરાંત નીચે મુજબનું પાયાનું મહેકમ અનિવાર્ય છે: ⚡૨૦ SBO (સ્ટેશન બોલ ઓપરેટર): રાઉન્ડ-ધ-ક્લોક કંટ્રોલ રૂમ શિફ્ટ સંચાલન માટે (પ્રતિ સબ સ્ટેશન ૪). ⚡૨૦ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ: સ્વીચયાર્ડ અને ઓપરેશનલ સપોર્ટ માટે (પ્રતિ સબ સ્ટેશન ૪). ⚡૬ કર્મચારીઓની મેઇન્ટેનન્સ ટીમ: ૧ LI (લાઇનમેન ઇન-ચાર્જ), ૧ LM (લાઇનમેન), ૧ ALM (આસિસ્ટન્ટ લાઇનમેન) અને ૩ હેલ્પર. 🤔જોખમ કોણ ઉઠાવે છે ? જો કોઈ હોનારત થાય તો ભોગ કોનો લેવાય છે ? ઇજનેરે માત્ર કાગળ પર સુપરવિઝન કે મોનિટરિંગ કરવાનું હોય છે, જ્યારે ભર ઉનાળે, ધોધમાર વરસાદમાં કે ભરઅડધી રાત્રે હાઈ-વોલ્ટેજ સ્વીચયાર્ડમાં સ્વીચિંગ કરવું, ટાવર પર ચડીને ફોલ્ટ પકડવો અને જીવંત લાઇન પર કામ કરવાનું અતિ જોખમી કામ આ ટેકનિકલ સ્ટાફ કરે છે.🧑🏻‍🚒 👤૫ સબ સ્ટેશન ચલાવવા માટે ૧ ઇજનેર સામે ૪૬ ફિલ્ડ કર્મચારીઓ (૪૦ ઓપરેશન સ્ટાફ + ૬ મેઇન્ટેનન્સ સ્ટાફ) ની જરૂર પડે છે. ઇજનેરો અછતનો અવાજ ઉઠાવે તે યોગ્ય છે, પરંતુ જો ૫ સબ સ્ટેશને ૪૬ ગ્રાઉન્ડ સ્ટાફની જગ્યાઓ ખાલી કે અધૂરી હોય, તો વાસ્તવિક જોખમ અને શારીરિક થાક કોના ભાગે આવે છે ?🤔 🧑🏻‍🚒ડબલ શિફ્ટ અને અકસ્માતનો ખતરો: પૂરતા SBO કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ન હોવાને કારણે હાલના સ્ટાફને ૧૨ થી ૧૬ કલાક સુધી કંટ્રોલ રૂમમાં બેસવું પડે છે. હાઈ-વોલ્ટેજ સ્વીચયાર્ડમાં માનસિક થાક સીધો જ જીવલેણ વિદ્યુત અકસ્માતને નોતરે છે. 🧑🏻‍🚒મેઇન્ટેનન્સ ટીમનો અભાવ: ૫ સબ સ્ટેશન વચ્ચે ૧ લાઇનમેન ઇન-ચાર્જ (LI), ૧ લાઇનમેન (LM), ૧ આસિસ્ટન્ટ લાઇનમેન (ALM) અને ૩ હેલ્પરની બનેલી સંપૂર્ણ ગેંગ હોવી જોઈએ. જ્યારે આખી ગેંગ જ ન હોય ત્યારે ફોલ્ટ અટેન્ડ કરવામાં કલાકો નીકળી જાય છે અને એકલા-દોકલા કર્મચારીને ઊંચા ટાવર કે લાઇન પર જીવના જોખમે ચડવું પડે છે. 👲🏻📌ગુજરાતની વાસ્તવિકતા સમગ્ર રાજ્યનું ચિત્ર અને #આઉટસોર્સિંગનું અર્થતંત્ર દિવસેને દિવસે ફળીફૂલી રહ્યું છે...રાજ્યમાં દર વર્ષે ૧૦૦ થી વધુ સબ સ્ટેશન વધે છે અને હાલ અંદાજે ૧૧૮૦ થી ૧૨૦૦ #સબ_સ્ટેશનો કાર્યરત છે. 👆🏻⚡જરૂરી કુલ ફિલ્ડ સ્ટાફ: ૧૨૦૦ સબ સ્ટેશન માટે નિયમ મુજબ ૪,૮૦૦ SBO, ૪,૮૦૦ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અને ૧,૪૪૦ મેઇન્ટેનન્સ સ્ટાફ (કુલ ૧૧,૦૦૦+ ટેકનિકલ કર્મચારીઓ) હોવા જોઈએ એની સામે કરોડોનું આઉટસોર્સિંગ બિલ: કાયમી ભરતી અટકાવીને સરેરાશ ₹૨,૨૦,૦૦૦ પ્રતિ સબ સ્ટેશનના ભાવે ખાનગી એજન્સીઓને #કોન્ટ્રાક્ટ સોંપાય છે. ૧૨૦૦ સબ સ્ટેશનો પાછળ દર મહિને ₹૨૬++ કરોડ અને વાર્ષિક ₹૩૧૫ કરોડથી વધુ રકમ માત્ર વચેટીયાઓ અને આઉટસોર્સિંગ એજન્સીઓના ખિસ્સામાં જાય છે. 😏 1/2
2
38
99
16,923
જેટકો (#GETCO) વહીવટીતંત્રને એક માસુમ પ્રશ્ન : ઈજનેરો કામના ભારણની ચિંતા, પણ ૨૪ કલાક મોતના મુખમાં કામ કરતા ફિલ્ડ સ્ટાફની કોઈ કિંમત નહીં ? અમારો વિરોધ ઇજનેરો સામે નથી, પણ વહીવટતંત્રની અસમતુલા અને અધૂરા સત્ય સામે છે ! ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) માં કાર્યરત ઇજનેરો દ્વારા પોતાના સ્ટાફની અછત અને વધારાના કાર્યભાર સામે જે આંદોલન શરૂ કરાયું છે, તે સંપૂર્ણ વાજબી અને ન્યાયિક લડત છે. ઇજનેરો પર ૧૦૦૦ જેટલી ખાલી જગ્યાઓ વચ્ચે વધારાના સબ સ્ટેશનોનો બોજ નાખવામાં આવે તે અસ્વીકાર્ય છે અને સરકાર તથા મેનેજમેન્ટે તેમની તમામ વ્યાજબી માંગણીઓનો તાત્કાલિક સ્વીકાર કરી ઉકેલ લાવવો જ જોઈએ. પરંતુ, વહીવટીતંત્ર દ્વારા રજૂ કરવામાં આવતી અધૂરી વાસ્તવિકતા જુવો:👇🏻 વાસ્તવિકતાની સમતુલા: જો માત્ર સુપરવિઝનની જવાબદારી ધરાવતા ૧ જુનિયર ઇજનેરને ૫ સબ સ્ટેશનનું ભારણ અસહ્ય લાગતું હોય, તો એ જ ૫ સબ સ્ટેશનો પર રાઉન્ડ-ધ-ક્લોક કંટ્રોલ રૂમ સંભાળતા અને ભરઉનાળે કે ધોધમાર વરસાદમાં જીવના જોખમે સ્વીચયાર્ડ તથા ટાવર પર ચડતા ૪૬ ટેકનિકલ જવાનો (SBO, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, લાઇનમેન અને હેલ્પર) ની પીડા પણ સામે આવવી જ જોઈએ. ઇજનેર માત્ર આદેશ આપી શકે છે, પણ ફોલ્ટ રિપેર કરવા માટે જો ગ્રાઉન્ડ પર પૂરતી મેઇન્ટેનન્સ ટીમ કે લાઇનમેન-હેલ્પર જ હાજર ન હોય, તો ઇજનેર પણ લાચાર બની જાય છે. તેથી ટેકનિકલ કર્મચારીઓની ઘટ એ સીધી રીતે ઇજનેરોના કાર્યભાર અને તણાવમાં પણ વધારો કરે છે. 📝આજે અખબારોમાં હેડલાઇનો ચમકે છે કે ૧૫૦ જેટલા ઇજનેરોને વધારાનો ચાર્જ સોંપાતા કામના ભારણ સામે વિરોધ પ્રદર્શન અને આંદોલનો શરૂ થયા છે. જો નિયમ મુજબ ૫ સબ સ્ટેશન વચ્ચે માત્ર ૧ જુનિયર ઈજનેર (JE) ની સુપરવાઇઝરની જવાબદારી હોય અને છતાં એમને કામનું ભારણ અસહ્ય લાગતું હોય, તો જરા એ વિચારો કે એ જ ૫ સબ સ્ટેશનો પર રાત-દિવસ જીવના જોખમે ફરજ બજાવતા ૪૬ ટેકનિકલ કર્મચારીઓ (SBO, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, લાઇનમેન અને હેલ્પર) ની જમીની હાલત કેવી હશે ? ⚡૧ ઇજનેર સામે ૪૬ ગ્રાઉન્ડ સ્ટાફનું મહેકમ: નિયમ અનુસાર ૫ સબ સ્ટેશનનું સંચાલન કરવા માટે ૧ જુનિયર ઈજનેર ઉપરાંત નીચે મુજબનું પાયાનું મહેકમ અનિવાર્ય છે: ⚡૨૦ SBO (સ્ટેશન બોલ ઓપરેટર): રાઉન્ડ-ધ-ક્લોક કંટ્રોલ રૂમ શિફ્ટ સંચાલન માટે (પ્રતિ સબ સ્ટેશન ૪). ⚡૨૦ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ: સ્વીચયાર્ડ અને ઓપરેશનલ સપોર્ટ માટે (પ્રતિ સબ સ્ટેશન ૪). ⚡૬ કર્મચારીઓની મેઇન્ટેનન્સ ટીમ: ૧ LI (લાઇનમેન ઇન-ચાર્જ), ૧ LM (લાઇનમેન), ૧ ALM (આસિસ્ટન્ટ લાઇનમેન) અને ૩ હેલ્પર. 🤔જોખમ કોણ ઉઠાવે છે ? જો કોઈ હોનારત થાય તો ભોગ કોનો લેવાય છે ? ઇજનેરે માત્ર કાગળ પર સુપરવિઝન કે મોનિટરિંગ કરવાનું હોય છે, જ્યારે ભર ઉનાળે, ધોધમાર વરસાદમાં કે ભરઅડધી રાત્રે હાઈ-વોલ્ટેજ સ્વીચયાર્ડમાં સ્વીચિંગ કરવું, ટાવર પર ચડીને ફોલ્ટ પકડવો અને જીવંત લાઇન પર કામ કરવાનું અતિ જોખમી કામ આ ટેકનિકલ સ્ટાફ કરે છે.🧑🏻‍🚒 👤૫ સબ સ્ટેશન ચલાવવા માટે ૧ ઇજનેર સામે ૪૬ ફિલ્ડ કર્મચારીઓ (૪૦ ઓપરેશન સ્ટાફ + ૬ મેઇન્ટેનન્સ સ્ટાફ) ની જરૂર પડે છે. ઇજનેરો અછતનો અવાજ ઉઠાવે તે યોગ્ય છે, પરંતુ જો ૫ સબ સ્ટેશને ૪૬ ગ્રાઉન્ડ સ્ટાફની જગ્યાઓ ખાલી કે અધૂરી હોય, તો વાસ્તવિક જોખમ અને શારીરિક થાક કોના ભાગે આવે છે ?🤔 🧑🏻‍🚒ડબલ શિફ્ટ અને અકસ્માતનો ખતરો: પૂરતા SBO કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ન હોવાને કારણે હાલના સ્ટાફને ૧૨ થી ૧૬ કલાક સુધી કંટ્રોલ રૂમમાં બેસવું પડે છે. હાઈ-વોલ્ટેજ સ્વીચયાર્ડમાં માનસિક થાક સીધો જ જીવલેણ વિદ્યુત અકસ્માતને નોતરે છે. 🧑🏻‍🚒મેઇન્ટેનન્સ ટીમનો અભાવ: ૫ સબ સ્ટેશન વચ્ચે ૧ લાઇનમેન ઇન-ચાર્જ (LI), ૧ લાઇનમેન (LM), ૧ આસિસ્ટન્ટ લાઇનમેન (ALM) અને ૩ હેલ્પરની બનેલી સંપૂર્ણ ગેંગ હોવી જોઈએ. જ્યારે આખી ગેંગ જ ન હોય ત્યારે ફોલ્ટ અટેન્ડ કરવામાં કલાકો નીકળી જાય છે અને એકલા-દોકલા કર્મચારીને ઊંચા ટાવર કે લાઇન પર જીવના જોખમે ચડવું પડે છે. 👲🏻📌ગુજરાતની વાસ્તવિકતા સમગ્ર રાજ્યનું ચિત્ર અને #આઉટસોર્સિંગનું અર્થતંત્ર દિવસેને દિવસે ફળીફૂલી રહ્યું છે...રાજ્યમાં દર વર્ષે ૧૦૦ થી વધુ સબ સ્ટેશન વધે છે અને હાલ અંદાજે ૧૧૮૦ થી ૧૨૦૦ #સબ_સ્ટેશનો કાર્યરત છે. 👆🏻⚡જરૂરી કુલ ફિલ્ડ સ્ટાફ: ૧૨૦૦ સબ સ્ટેશન માટે નિયમ મુજબ ૪,૮૦૦ SBO, ૪,૮૦૦ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અને ૧,૪૪૦ મેઇન્ટેનન્સ સ્ટાફ (કુલ ૧૧,૦૦૦+ ટેકનિકલ કર્મચારીઓ) હોવા જોઈએ એની સામે કરોડોનું આઉટસોર્સિંગ બિલ: કાયમી ભરતી અટકાવીને સરેરાશ ₹૨,૨૦,૦૦૦ પ્રતિ સબ સ્ટેશનના ભાવે ખાનગી એજન્સીઓને #કોન્ટ્રાક્ટ સોંપાય છે. ૧૨૦૦ સબ સ્ટેશનો પાછળ દર મહિને ₹૨૬++ કરોડ અને વાર્ષિક ₹૩૧૫ કરોડથી વધુ રકમ માત્ર વચેટીયાઓ અને આઉટસોર્સિંગ એજન્સીઓના ખિસ્સામાં જાય છે. 😏 1/2
1
15
1
79
23,228
"ફિક્સ પે નામના રાવણનું દહન થશે કે શોષણ ચાલુ રહશે ? એનો નિર્ણય હવે કર્મચારીઓની એકતાની તાકાત કરશે!" જે રાજ્યમાં અન્ય રાજ્યો કરતાં બમણો વિકાસ હોવાના દાવા થાય છે, ત્યાં પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવા માટે સુપ્રીમ કોર્ટમાં વકીલો પાછળ એક-એક તારીખે લાખો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે ! 📌વર્ષ ૨૦૦૬માં સરકારી તિજોરી પરનો નાણાકીય બોજ ઘટાડવાના હેતુથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતીમાં ૫ વર્ષની ફિક્સ પગાર નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. શરૂઆતમાં જે વ્યવસ્થા અલ્પકાલીન આર્થિક ઉપાય તરીકે રજૂ થઈ હતી, તે ધીમે ધીમે કાયમી પ્રથા બની ગઈ. 📌 બંધારણ સમાન કાર્ય માટે સમાન વેતનનો અધિકાર આપે છે. કાર્યાલયમાં સંપૂર્ણ જવાબદારી સાથે પૂરા કલાકો કામ કરતા કર્મચારીને નિયમિત કર્મચારી જેટલું જ કામ કરવા છતાં માત્ર નજીવો ફિક્સ પગાર મળે છે. 📌ફિક્સ પે હેઠળ કામ કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડું (HRA), કે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જેવા કોઈ પણ લાભ ૫ વર્ષ સુધી મળતા નથી. આજના મોંઘવારીના યુગમાં આ રકમથી પરિવારનું ભરણપોષણ કરવું અત્યંત કપરું બને છે. 📌યુવાવસ્થાના સૌથી ઊર્જાવાન પાંચ વર્ષ માત્ર ફિક્સ પે માં વીતી જાય છે. આ સમયગાળો પેન્શન કે અન્ય સર્વિસ ગણતરીમાં પણ ધ્યાને લેવાતો નથી, જે નિવૃત્તિ સમયે પણ નુકસાન પહોંચાડે છે. 📌ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૧માં ફિક્સ પે નીતિને ગેરબંધારણીય ગણાવી યુવાનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને તેને શ્રમનું શોષણ ગણાવ્યું હતું. જોકે, આ બાબત આગળ જતાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને વર્ષોથી તારીખો અને સુનાવણી વચ્ચે અટવાયેલી છે. ‘ફિક્સ પે પ્રથા નાબૂદી’ નો મૂળ મુદ્દો હજુ પણ વણ ઉકેલાયેલો છે. 📌મિત્રો કોઈપણ રાજ્યની પ્રગતિ તેના સંતુષ્ટ અને સુરક્ષિત કર્મચારીઓ પર નિર્ભર છે. કર્મચારીઓનું શોષણ કરીને આર્થિક બચત કરવાનો વિચાર લાંબાગાળે વહીવટી તંત્રને નબળું પાડે છે. જો યુવા શક્તિના અધિકાર અને આત્મસન્માનનું રક્ષણ કરવું હોય, તો આ પ્રથાનો કાયમી ઉકેલ લાવવો અનિવાર્ય છે. 📌અન્યાય સામે મૌન રહેવું એ અન્યાય સહન કરવા સમાન છે. વર્ગ-૩ અને ૪ ના તમામ કર્મચારીઓ, શિક્ષિત યુવાનો અને પરિવારો પોતાના હક અને સ્વાભિમાન માટે એક તાંતણે બંધાઈ અવાજ બુલંદ કરો! #Remove5yearfixpay #Remove_Fix_Pay_Gujarat #remove_fix_pay_in_gujrat #RemoveFixPayInGujarat #FixPayબંધકરો #સમાનકામસમાનવેતન #StopFixPayExploitation #GenZAgainstFixPay #GujaratEmployees @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @VoraMalhar
105
1,301
28
1,702
76,276
શું હવે માસૂમ અને નિર્દોષ બાળ સુરક્ષા નહીં જોખમાય ? હવે ભાજપ અને તંત્ર કોની ઉપર '#POCSO' અને કાયદા લગાવશે? પ્રિન્સિપાલ ઉપર કે પોતાના જ મળતિયાઓ ઉપર?🤔 ⛔સ્કૂલે ભણવા મોકલેલા બાળકો ભાજપની રેલીમાં પ્લેકાર્ડ પકડીને ઊભા છે! આ છે તમારું '#લોકતંત્ર_બચાવો' અભિયાન કે સત્તા ભૂખ્યા નેતાઓનું #ભીડતંત્ર?! 🤔ક્યાં ગયા એ કથિત સંઘોના ઠેકેદારો જે બાળકોની ગરિમા અને પ્રાઈવસીની વકીલાત કરતા હતા ? આજે માસૂમ બાળકોને રાજકીય ઝંડા અને પ્લેકાર્ડ પકડાવતા શરમ નથી આવતી કે પછી અહીંયા બાળકોની ગરિમાને લાંછન નહીં લાગતું ? 📌વાલીઓ ફી ભણતર માટે ભરે છે, તમારા રાજકીય તાયફાઓમાં તાળીઓ પાડવા નહીં! #ChildSafety #GujaratEducation #SarkariShala #Rajkot #SaveEducation #BJPGujarat #HypocrisyExposed @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u
11
115
3
381
17,070
🙏🏻#ભાવભીની_શ્રદ્ધાંજલિ🙏🏻 મુખ્યમંત્રી સુરક્ષા વ્યવસ્થામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (#PSI) તન્વીરસિંહ જે. ઝાલા (ટી. જે. ઝાલા)ના અકાળે અને દુઃખદ અવસાનથી સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર તેમજ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ૨૦૧૭ બેચના સીધા PSI તરીકે પોલીસ સેવામાં જોડાયેલા અને મૂળ બનાસકાંઠાના કુડા ગામના વતની એવા કર્તવ્યનિષ્ઠ અધિકારીની આ અણધારી વિદાય અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક છે. એક સમર્પિત અને સક્ષમ અધિકારી ગુમાવવાની ખોટ ક્યારેય પુરી શકાય તેમ નથી. 🙏🏻🙏🏻મિત્રો આત્મહત્યા કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી: જિંદગી કિંમતી છે....સમસ્યાઓ ક્ષણિક છે, જિંદગી કાયમી છે: પરિસ્થિતિ ગમે તેટલી વિકટ કેમ ન હોય, સમય હંમેશા બદલાય છે.મુશ્કેલીઓનો અંત ચોક્કસ આવે છે, પરંતુ આત્મહત્યાથી જિંદગી જ અટકી જાય છે. એક વ્યક્તિ માટે કદાચ તકલીફ ક્ષણભરમાં પૂરી થઈ જાય, પરંતુ તેની પાછળ નિર્દોષ માતા-પિતા, જીવનસાથી અને બાળકો માટે આખી જિંદગીનું અસહ્ય દર્દ અને શૂન્યાવકાશ રહી જાય છે. કોઈ પણ સમસ્યા એટલી મોટી નથી હોતી જેનો ઉકેલ વાતચીતથી ન આવી શકે. જ્યારે પણ મનમાં ભાર લાગે ત્યારે પોતાના કોઈ અંગત મિત્ર, પરિવારજન કે કાઉન્સિલર સાથે ખુલીને વાત કરવી જોઈએ. બોલવાથી ભાર હળવો થાય છે અને નવા રસ્તા ખૂલે છે.🙏🏻 ઈશ્વર દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને આ અસહ્ય દુઃખની ઘડીમાં સમગ્ર શોકગ્રસ્ત પરિવારને આ વજ્રપાત સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના. ૐ શાંતિ... શાંતિ... શાંતિ... #RIP_PSIZala #GandhinagarPolice #GujaratPolice #BhavbhiniShraddhanjali #OmShanti #SaluteToService #આત્મહત્યા_કોઈ_સમાધાન_નથી #જીવન_અમૂલ્ય_છે #વાત_કરો_મન_હળવું_કરો #StopSuicide #ChooseLife @GujaratPolice @sanghaviharsh @Bhupendrapbjp @CMOGuj @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u
19
18
217
59,238
ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી એ વનકર્મચારીઓનું આંદોલન. “જ્યાં નેતા કે બાબુ જતાં ડરે છે, ત્યાં હાથમાં માત્ર લાકડી લઈને વનરક્ષક જંગલનું રક્ષણ કરે છે!” સુરક્ષા અને સિક્યુરિટી એલાઉન્સ:વનરક્ષક તથા વનપાલ કર્મચારીઓની ફિલ્ડ સુરક્ષા સુનિશ્ચિત કરવી અને તેમને સિક્યુરિટી એલાઉન્સ (જોખમ ભથ્થું) આપવું. રજા પગારનું પૂરું ચૂકવણું (પોલીસ વિભાગ સમકક્ષ): રજાના દિવસે બજાવવામાં આવતી ફરજનો વાર્ષિક રજા પગાર ૪૮ દિવસની મર્યાદાને બદલે પૂરેપૂરો આપવો તેમજ તેનું ચૂકવણું પોલીસ વિભાગના ધારાધોરણ મુજબ બેઝિક + DA ના આધારે કરવું. પગાર વિસંગતતા દૂર કરવી (ગ્રેડ-પે સુધારો): વર્ગ-૪ ના રોજમદારોને મળેલા રૂ. ૧૯૦૦ ગ્રેડ-પેની સરખામણીએ વર્ગ-૩ ના વનરક્ષક કેડરને ઓછું વેતન મળવાની ગંભીર વિસંગતતા દૂર કરવી. આ માટે ઉચ્ચ કક્ષાની વિભાગીય સમિતિ રચી સમગ્ર પગાર માળખાની સમીક્ષા કરી નાણાં વિભાગમાં યોગ્ય દરખાસ્ત કરવી. પડતર બદલીના પ્રશ્નોનું નિરાકરણ: વનરક્ષક તથા વનપાલ કર્મચારીઓની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી સામાન્ય અને આંતર-વર્તુળ બદલીઓની અરજીઓનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવું. “પ્રાણીઓ વધ્યા, જંગલ વધ્યું, સાહેબોનું બજેટ વધ્યું; પણ રક્ષણ કરનારા જવાનોનું મહેકમ કેમ ઘટ્યું?” “જંગલમાં સિંહ સામે લડનારો વનરક્ષક, ગાંધીનગરની કલમ સામે ક્યારેય નહીં ઝૂકે!” #GujaratForestDepartment #GujaratVanrakshakAndolan #વનરક્ષક_હક્કની_લડત #PayAnomalyForestDept #વનરક્ષક_ગ્રેડપે_સુધારો #LeavePayLikePolice #સંપૂર્ણ_રજા_પગાર_આપો #VanrakshakSecurityAllowance #વનકર્મી_સુરક્ષા_ભથ્થું @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u
7
67
1
298
17,186