Groot retweeted
Replying to @Raj_1843
A man who hangs around beautiful women without clearing his intentions will end up fetching water for the guests in her wedding.
- African proverb
ભવિષ્યમાં વાહનચાલકને હરસ મસા છે કે નહીં એ પણ જોવામાં આવશે. જે નીચે તકીયો મૂક્યા વગર ચલાવે એને દંડ કરવામાં આવશે.
હવે ટોલ પ્લાઝા પર પણ ચેક થશે વાહનનો વીમો!
NHAI દ્વારા નવી વ્યવસ્થા શરૂ કરવાની પહેલ, ટ્રાયલ શરૂ
વીમા વગરની કાર પકડાય તો ₹10,000 સુધીનો દંડ થઈ શકે
વીમો ન હોય તો વાહનના રજિસ્ટર્ડ માલિકને SMS એલર્ટ મળશે
#NHAI #VehicleInsurance #TollPlaza #TrafficRules #VTVDigital
Groot retweeted
દ્વારકા SP માટે યુવક બન્યો માથાનો દુખાવો! 😂
પહેલા દ્વારકા મંદિરમાં વીડિયો બનાવતાં યુવક પાસે માફી મંગાવાઈ, હવે એ જ યુવક મોરારિ બાપુ અને કીર્તિદાનના વીડિયો મામલે કાર્યવાહીની માંગ સાથે મેદાનમાં!
સાહેબ,આ વખતે સવાલ યુવક નહીં,કાયદાના સરખા અમલનો છે!
@SP_Dwarka | #ViralVideo #Dwarka
Groot retweeted
અમદાવાદ: ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરની ગુણવત્તા અંગે મુનસીટાપલીનો ખુલાસો: ચોમાસા માટે આજથી જ લોકોને તૈયાર કરીએ છીએ.
Groot retweeted
I loveeee how the edit is so amateur, low quality pics, poorly cropped pics, pics of different ratio some horizontal some vertical yet it hits harder than any professionally edited video in 4K 💛
Groot retweeted
GSRTC (State Transport Corporation) chahate toh ticket prices round figure bhi rakh sakte the, lekin inki chhutta-paise maangne vaali masti toh dekho.
Groot retweeted
મોટા માં મોટું દાન કયું ?
" જેના રૂપિયા લીધા હોય
એ પાછા આપી દેવા ”
Good Morning Tweeter Hearts 🙌
Groot retweeted
પૈસા લ્યે એનો'ય વાંધો નથી, પણ જેટલા પૈસા લ્યો છો.. એવી ક્વોલિટી પણ આપો કાકા'વ..
બટેટા-ભૂંગળામાં માખીઓ બણબણતી હોય, જલેબી દાયકા જૂની વાસ મારતી હોય, ભેળમાં સ્વાદ સિવાય બધુ જ ભેળવી નાખ્યું હોય, ચા પીઓ પછી પૂછવા જવું પડે કે આ પીધું એ શું હતું?
અને પૈસા તો એવા લેશે જાણે આપણે દીધેલ પૈસાથી સીધું બંગલાનું ડાઉન પેમેન્ટ ભરવાનું હોય.
આમ તો કેમનું હાલશે? @sanghaviharsh
સામાન્ય માણસો પાસેથી ઉઘાડી લૂંટ ચાલે છે એ વર્ષોથી લોકો તંત્રના કાનમાં આવીને રાડો પાડી પાડીને બોલે છે છતાં એ બાબતે કામ નથી જ કરવું એને કોણ પોગે?
@narendramodi
✍️ ગુજરાતના હાઈવે પર નાસ્તાના નામે ખુલ્લી લૂંટ: પ્રવાસીઓ અને સામાન્ય જનતાની પીડા. @sanghaviharsh
અત્યાર સુધી આપણે પણ હાઈવે પર મુસાફરી દરમિયાન આ બાબતે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું ન હતું. મોટાભાગે આપણે પરિવાર કે મિત્રો સાથે હોટલ પર ઊભા રહીએ, ગરમાગરમ નાસ્તો કરીએ, જે બિલ આવે તે ચૂકવીને ચૂપચાપ આગળ નીકળી જતા હોઈએ છીએ. પરંતુ હમણાં એક મિત્ર ને થયેલ અનુભવ પરથી વિચાર આવ્યો કે આ '૧૦૦ ગ્રામની પ્લેટ'ની ખરેખર કિંમત શું થાય છે? અને તેનું ગણિત માંડતા જ આંખો પહોળી થઈ ગઈ!
કોઈ દુર્ગમ કે પહાડી વિસ્તારોમાં જ્યાં વાહનવ્યવહારનો ખર્ચ વધારે હોય, ત્યાં ચીજવસ્તુઓના ભાવ ઊંચા હોવા સ્વાભાવિક છે. પરંતુ વાત જ્યારે ગુજરાતના ધમધમતા નેશનલ અને સ્ટેટ હાઈવેની આવે છે, ત્યારે ચિત્ર તદ્દન અલગ અને ચોંકાવનારું છે. અહીં રોજબરોજ લાખો અજાણ્યા પ્રવાસીઓ અવરજવર કરતા હોય છે, જેઓની મજબૂરી અને અજાણપણાનો ગેરલાભ ઉઠાવીને હોટલ સંચાલકો દ્વારા ખાદ્ય પદાર્થોના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે.
આ સાથે હાઈવે પરની એક હોટલનું પ્રાઇસ લિસ્ટ મુકેલ છે, જેના આંકડા જોઈને કોઈપણ સામાન્ય માણસના હોશ ઉડી જાય તેમ છે:
⭕ સાદા ચણાના લોટમાંથી બનતા ગાંઠિયા અને ફાફડા સીધા ₹૧,૦૦૦ પ્રતિ કિલો (₹૧૦૦ ના ૧૦૦ ગ્રામ)ના ભાવે વેચાઈ રહ્યા છે.
⭕ ખમણ, ઢોકળા, પાપડી, ખીચું, સમોસા, બ્રેડ પકોડા, બટેકાવડા અને મેથી ભજીયા જેવા સામાન્ય નાસ્તા ₹૯૦૦ પ્રતિ કિલો (₹૯૦ ના ૧૦૦ ગ્રામ)ના ભાવે ઉપલબ્ધ છે.
⭕ પૌંવા ₹૮૦૦ પ્રતિ કિલો (₹૮૦ ના ૧૦૦ ગ્રામ) છે.
⭕ નવાઈની વાત તો એ છે કે શુદ્ધ ઘી કે ચાસણીથી બનતી જલેબી પણ અહીં "સસ્તી" એટલે કે ₹૯૦૦ કિલો વેચાય છે, જ્યારે સાદા ગાંઠિયા તેનાથી પણ મોંઘા છે!
⭕આટલું જ નહીં, ચા-કોફી માટે પણ "એક્સ્ટ્રા કપ ચાર્જેબલ" જેવા નિયમો રાખીને ગ્રાહકોના ખિસ્સા ખાલી કરવામાં કોઈ કસર છોડવામાં આવતી નથી.
આમ જનતા અને મધ્યમવર્ગને પડતી મુશ્કેલીઓ:
⭕જ્યારે મધ્યમવર્ગીય પરિવાર કે નોકરિયાત વર્ગ પોતાના બાળકો અને વડીલો સાથે ફરવા કે લાંબી સફરે નીકળે છે, ત્યારે રસ્તામાં નાસ્તો કરવો તેમની જરૂરિયાત બની જાય છે. ચાર-પાંચ સભ્યોનો પરિવાર માત્ર એક ટંક સાદો નાસ્તો કરે તો પણ હાઈવે પર હજારો રૂપિયાનું બિલ બની જાય છે, જે ક્યારેક તો આખી મુસાફરીના ઇંધણના ખર્ચ કરતા પણ વધી જાય છે.
⭕બોર્ડ પર કે મેનુમાં ૧૦૦ ગ્રામના નાના આંકડા લખીને પ્રવાસીઓને અસમંજસમાં મૂકવામાં આવે છે. ઉતાવળમાં કે ભૂખની સ્થિતિમાં રહેલા મુસાફરો ભાવ પારખ્યા વગર ઓર્ડર આપી દે છે અને જ્યારે બિલ ચૂકવવાનો સમય આવે છે, ત્યારે પરિવારની આબરૂ કે ઝઘડાથી બચવા માટે તેઓ ચૂપચાપ લૂંટાઈ જવા મજબૂર બને છે.
⭕આ ફરસાણમાં કોઈ મોંઘા ડ્રાયફ્રુટ્સ (કાજુ, બદામ, પિસ્તા) કે સોના-ચાંદીના વરખનો ઉપયોગ થતો નથી. શહેરોમાં જે શુદ્ધ નાસ્તો ₹૪૦૦ થી ₹૫૦૦ પ્રતિ કિલોમાં સરળતાથી મળી જાય છે, તે જ વસ્તુ હાઈવે પર બમણા ભાવે મળે છે. વળી, ત્યાં બેસવા માટે કોઈ એસી કે લક્ઝુરિયસ રેસ્ટોરાં નથી હોતી, પરંતુ પતરાંના શેડ નીચે ઊભા રહીને નાસ્તો કરવાનો હોય છે. છતાં પણ માત્ર પોતાના 'મોટા નામના ઓથા' હેઠળ કાળાબજાર જેવા ભાવ વસૂલવામાં આવે છે.
⭕ડાયાબિટીસના દર્દીઓ, વૃદ્ધો કે નાના બાળકો માટે સમયસર કંઈક ખાવું અનિવાર્ય હોય છે. હોટલ સંચાલકો મુસાફરોની આ જ લાચારી અને વિવશતાનો ભરપૂર ફાયદો ઉઠાવે છે.
આ આખી સમસ્યા નૈતિકતા અને શોષણની છે:
ઘણા લોકો એવી દલીલ કરી શકે છે કે "જેને ન પોસાતું હોય તે ઘરેથી લઈને નીકળે," પરંતુ હાઈવે પર ફરતા દરેક પ્રવાસી માટે ઘરનું ભાથું સાથે રાખવું હંમેશાં શક્ય નથી હોતું. આ સવાલ માત્ર પૈસાનો નથી, પણ વ્યાપારિક નૈતિકતાનો છે. અજાણ્યા પ્રવાસીઓની મજબૂરીનો લાભ લઈને ગલ્લા ભરવાની આ માનસિક ગરીબી ખરેખર ચિંતાજનક છે.
⭕ ગુજરાતના નાગરિકો અને પ્રવાસીઓના હિતમાં રાજ્ય સરકાર, ગ્રાહક સુરક્ષા મંચ તથા તોલમાપ અને અન્ન-નાગરિક પુરવઠા વિભાગે આ ગંભીર બાબતની નોંધ લેવી જોઈએ. સમગ્ર ગુજરાતના હાઈવે પર ચાલતી આ રીતની બેફામ લૂંટને અટકાવવા માટે ફરસાણ અને ખાદ્ય પદાર્થોના ભાવ નિયંત્રણ માટેના કડક નિયમો બને અને કાયદો તોડનારાઓ સામે સખત કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે.
૧૫/૧૧/૨૦૨૬
પોસ્ટ ક્રેડિટ: આદર્શ પરમાર
Groot retweeted
Trailer aya toh ye Vfx artists ban gaye
Film aayi toh ye sab Valmiki ke pote bane
Pre diwali pe disaster ghoshit kar diya
Diwali jump pe corporate bhi bol diya
Ab roz collection update pe ye bsdk CA bane baithe hain.
It just never ends. Lol.
Groot retweeted
Replying to @SP_Dwarka
@SP_Dwarka
જન્માષ્ઠમીના તહેવારના દિવસોમાં એક સામાન્ય માણસ,એક સામન્ય ઈન્ફ્લુએન્સર ન્યૂઝીલેન્ડથી દ્વારકા દ્વારકાધીશના દર્શનાર્થે દ્વારકા આવ્યા હતા.
એમને નો'તી ખબર કે મંદિરમાં મોબાઇલ લઈ જવાથી અને મંદિર અંદર રીલ કે videography કરવાથી પોલીસ એમની અટકાયત કરશે,એમની નગ્ન પગે પોલીસ સ્ટેશનનું બોર્ડ આવે એમ ઊભા રાખીને પરેડ કરવાશે જાણે પેલા શ્રદ્ધાળુ દ્વારા મોટું પાપ કરી નાખ્યું હોય! એવી રીતે એમનું કેરેક્ટર એસેસિનેટ કરવામાં આવ્યું! અને આ બધું કર્યું કેમ કે મિડિયામાં પોલીસ સામે મંદિર સુરક્ષાની બાબતે ચૂક થઈ એના વિશે સવાલો ઊભા થયા,પોતાની ભૂલો ને ઢાંકવા માટે એમને એક માણસને બેસાડીને ટેટેટેટેની રીલ બનાવી.
આ ઘટનાઓ બાદ ઘણા એવાં નેતુડીઓ,કલાકારો,અને સેલ્બ્રિયાઓના વીડિયો અને ફોટો અમે ટેગ કરી કરીને તમારું ધ્યાન દોર્યું હતું,પણ આજ સુધી પેલો ટેટેટેટે ના BGM વાળો વીડિયો ન આવ્યો તે લોકોનો!, કેમ ?? કેમ કે આવા લોકો થોડી એક કિલોમીટરની લાઇનમાં ઊભા રહીને દર્શને ગયા હશે, આવા લોકોને થોડી મંદિર પરિસરના પૂજારીઓના સ્ટાફ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાવાઇ હશે,આ બધી સામન્ય જનતા છે,સામન્ય શ્રદ્ધાળુ છે,અને આવા લોકોને તો કીડા મકોડા સમજીને કાયદાનો,જાહેર હુકમનો કે અન્ય કોઈ પણ બાબતે પાઠ ભણાવીને ટેટેટેટે BGM વાળો વીડિયો નાખીને તમારી વાહવાહીયા કરી લેવાના હાચુ કે આ????
આ વીડિયો બે ત્રણ દિવસ પહેલાનો જ છે, પરમપૂજ્ય મોરારિબાપુ અને એકાદ બે નામી કલાકારિયાવ મંદિરમાં દર્શન કરવા જાય છે,અને એમના જ લોકો મજા આવે એવી રીલ બનાવી રહ્યા છે.સોશીયલ મિડિયામાં પોસ્ટ કરી રહ્યા છે,અને હજારો view બેટોરીને દ્વારકા પોલીસને કહે છે કે જાવ તમારા થી થાય તે કરી લો,ત્રેવડ હોય તો કરાવો જાહેરહુકમનો અમલ,અને આરામ થી મોજ કરી રહ્યા છે.
શું મોરારી બાપુ જે કોઈ કાયદાઓ કે હુકમ લાગુ નથી પડતા?
શું કિર્તીદાન ગઢવીને કોઈ મોટી તોપ છે કે તે નિયમોથી ઊંચા છે?
શું મોરારિબાપુના સ્ટાફ માટે મંદિરમાં મોબાઇલ લઈ જવાની છૂટ છે?
શું પોલીસ ની પરવાનગીથી એમને આવી વ્યવસ્થા આપી છે?
અને પોલીસ પરવાનગી થી આવી વ્યવસ્થાઓ VVIP માણસો ને આપી શકાય તો સામાન્ય માણસ ને કેમ નહીં?
શું આ વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી થશે?
શું આમનો માફીનામાંનો વીડિયો,સિંઘમ BGM માં આવશે?
instagram.com/reel/DfvmVZRA3…
@devanshijoshi71
@Yuvi_1212
@dave_janak
@Janak_Sutariyaa
@kathiyawadiii
@itsurbunny7
@khud_gabbar007
@MaheshPethani
@krupa_thakkar_
@dave_janak
@JournoJayesh
@Hiral_Mehta9
@komalchavda__83
@our_rajkot
@gujratsamachar
Groot retweeted
A recent incident made me realise good people exist!
2 days ago, I collapsed in the middle of the road. I was surrounded by strangers. Men, women. Vegetable vendors. Next thing I know.. I woke up in a car. My fiance was there. A stranger drove us to the hospital. Fainted again. – at Anekal Bangaluru, India
Everyone is reviewing Ramayana with facts and all but no one is saying it feels lengthy and you feel sleepy while watching it.
5
138
Groot retweeted
નશેડીઓનો આતંક યથાવત
અમદાવાદના નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકે એક્ટિવા પર જઈ રહેલા દંપતિને મારી ટક્કર
કારચાલક સહિત બંને લોકો નશામાં હતા ચૂર, કારમાંથી દારૂની બોટલ પણ મળી
પોલીસે ચિરાગ ગાંગાણી અને ગૌતમ ગોહિલની કરી અટકાયત
#Gujarat #Ahmedabad #DrinkAndDrive
@AhmedabadPolice

























