પાટણમાં ૧૫ નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાશે : કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા
એપીએમસી પાટણ ખાતે યોજાનારા જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં પાંચ હજાર લોકોની ઉપસ્થિતિનું આયોજન
@CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN
પાટણ-ડીસા હાઈવે પર વાહનચાલકોને મોટી રાહત
કોઈટા બ્રિજ પાસે રૂ. ૨.૫૦ કરોડના ખર્ચે તૈયાર ડાયવર્ઝનનું લોકાર્પણ
@CMOGuj
@InfoGujarat @CollectorPatan @DDO_PATAN @RACPatan
પાટણ-ડીસા હાઇવે પર કોઈટા બ્રિજ પાસે રૂ.૨.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ડાયવર્ઝનનું પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ
લોકહિતને પ્રાધાન્ય આપી સરકારશ્રીની ત્વરિત મંજૂરી: કોઈટા બ્રિજ પાસે ૪૦૦ મીટર લાંબો ડાયવર્ઝન નાગરિકો માટે ખુલ્લો મુકાયો
@CMOGuj
Info Patan GoG retweeted
🪶 પ્રકૃતિની પાઠશાળામાં વિજ્ઞાનની અનોખી ઉડાન... 🌿
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની જૂના પીપળીયા પ્રાથમિક શાળામાં 80 જેટલા પક્ષી પ્રજાતિઓનાં પીંછાંનો અનોખો સંગ્રહ બન્યો જ્ઞાનનો ખજાનો...
કુદરતી રીતે ખરી પડેલાં પીંછાં દ્વારા વિદ્યાર્થીઓ પક્ષીઓની રચના, ઉડાન અને જૈવવિવિધતાને પ્રત્યક્ષ નિહાળી વિજ્ઞાનનું રસપ્રદ શિક્ષણ મેળવી રહ્યા છે...
પુસ્તકોથી પ્રકૃતિ સુધીની આ જ્ઞાનયાત્રા, શિક્ષણમાં નવતર અભિગમનું પ્રેરણાદાયી ઉદાહરણ...
@inforajkotgog
Info Patan GoG retweeted
પ્રવાસન,
સાંસ્કૃતિક આદાનપ્રદાન,
પરંપરાગત કારીગરીને પ્રોત્સાહન...
ભારત પર્વ-2026 અને દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને તા. 9 નવેમ્બર, 2026ના સોમવારે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે...
#BharatParv2026 #EkBharatShreshthaBharat
Info Patan GoG retweeted
એકતાનગરના આંગણે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ઉજવણીનો ઉત્સાહ...
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની વિભાવનાને સાકાર કરતાં ભારત પર્વમાં પરંપરાગત વાનગીઓના સ્વાદથી લઈને લોકનૃત્યોની મનમોહક પ્રસ્તુતિઓ; પ્રથમ ત્રણ દિવસમાં 25 હજારથી વધુ પ્રવાસીઓએ લીધી એકતાનગરની મુલાકાત...
પ્રવાસન પેવેલિયન, હસ્તકલા, હેન્ડલૂમ, પ્રાદેશિક વાનગીઓ, લાઇવ કુકિંગ ડેમો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારત પર્વ-2026માં દેશની એકતા અને વિવિધતાની ઉજવણીની સાથોસાથે પ્રવાસન, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને પરંપરાગત કારીગરીને પ્રોત્સાહન...
#BharatParv2026 #EkBharatShreshthaBharat
Info Patan GoG retweeted
કેરળનો પરંપરાગત નૃત્ય-નાટ્ય પ્રકાર કયો છે?
#BharatParv #CulturalDiversity
Info Patan GoG retweeted
AMRUT 2.0 એટલે શહેરી વિસ્તારો માટે અમૃત સમાન મિશન...
🔹 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આ મિશન અંતર્ગત શહેરોમાં પાણી પુરવઠો, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, તળાવોના નવીનીકરણ અને બાગ-બગીચાઓના વિકાસનાં કામો હાથ ધરવામાં આવી રહ્યાં છે
🔹 ગુજરાતમાં AMRUT 2.0 હેઠળ ₹4,832 કરોડના 497 કામો પૂર્ણ, 2.72 લાખથી વધુ નવાં નળ જોડાણો અને 1.03 લાખથી વધુ નવાં ગટર જોડાણો ઉમેરાયાં
🔹 શહેરોમાં બ્યુટીફિકેશનને પ્રોત્સાહન; આ મિશન હેઠળ 78 તળાવોના નવીનીકરણ અને 87 બાગ-બગીચાઓના વિકાસના કામો પૂર્ણ
🔹 શહેરી વિસ્તારોમાં નાગરિકોને ગુણવત્તાયુક્ત પાણી અને ગટર વ્યવસ્થાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ‘અમૃત મિશન’ મહત્વપૂર્ણ સાબિત થયું
#UrbanDevelopment #AtalMissionforRejuvenationandUrbanTransformation #AMRUT
Info Patan GoG retweeted
‘મેડ ઇન ગુજરાત’ને વૈશ્વિક બ્રાન્ડ બનાવવાની પહેલ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘નિકાસ પ્રક્રિયા’ને સંસ્થાકીય મજબૂતી આપવાની દિશામાં ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય; નિકાસને નવી ઊંચાઈ આપવા ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC)ની સ્થાપનાને મંજૂરી...
✅ MSME, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવા એક જ સંસ્થા હેઠળ માર્ગદર્શન
✅ માર્કેટિંગ, ટેક્નિકલ સહયોગ અને નિકાસલક્ષી માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે
✅ જિલ્લાવાર નિકાસ શક્યતાઓ ઓળખીને ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન બનશે
✅ ગુજરાતના સ્થાનિક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવા વિશેષ વ્યૂહરચના ઘડાશે
✅ AI, બ્લોકચેઇન, ઇન્ડસ્ટ્રી 4.0, ગ્રીન ટેક્નોલોજી, ટેસ્ટિંગ-સર્ટિફિકેશન અને ટ્રેડ ફાઇનાન્સ જેવી સુવિધાઓના વિકાસ પર ભાર
@CMOGuj
Info Patan GoG retweeted
ભારતની એકતા અને સાંસ્કૃતિક વૈવિધ્યતાને પોંખવાનો અવસર એટલે ભારત પર્વ 2026
🗓️ 1થી 15 નવેમ્બર, 2026
📍 એકતા નગર
#BharatParv2026 #EkBharatShreshthaBharat
Info Patan GoG retweeted
દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડા ફોડતી વખતે આપેલી બાબતોનું ધ્યાન રાખીએ, કારણ કે આનંદની સાથે સલામતી પણ એટલી જ જરૂરી છે...
#MahitiMorning #ThursdayTips #SafeDiwali #SafetyFirst
Info Patan GoG retweeted
આજનો શબ્દ
#wordoftheday #GujaratiWord
Info Patan GoG retweeted
ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રિતુ રાજેશ તાવડેએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી...
મુંબઈના વીરમાતા જિજિબાઈ ભોસલે બોટાનિકલ ઉદ્યાન અને ઝૂ તથા જૂનાગઢના પ્રસિદ્ધ સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્ક વચ્ચે વન્યપ્રાણીઓના સંકલન વિષયે ચર્ચા-પરામર્શ...
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી નિર્માણ પામેલા ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સિટી (GIFT City)ની મુલાકાતથી પણ પ્રભાવિત થયા...
Info Patan GoG retweeted
'રાષ્ટ્રીય એકતા દિવસ-2026'ની ઐતિહાસિક ઉજવણીને “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ-લંડન”નું ગૌરવવંતુ સ્થાન...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ-2026'ની ઐતિહાસિક ઉજવણીને “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ-લંડન”નું ગૌરવવંતુ સ્થાન; કેબિનેટ બેઠકમાં સર્ટિફિકેટ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂ કરાયું...
રાજ્ય સરકારે આ ઉજવણીને માત્ર કેવડિયા પૂરતી મર્યાદિત ન રાખતા, રાજ્યના 18,000થી વધુ ગામો, તમામ 17 મહાનગરપાલિકાઓ અને 152 નગરપાલિકાઓમાં વ્યાપક લોકભાગીદારી સાથે લોકઉત્સવમાં પરિવર્તિત કરી...
રાજ્યવ્યાપી ઉજવણીમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે 1.32 કરોડથી વધુ નાગરિકો જોડાયા: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
Info Patan GoG retweeted
‘ભારત પર્વ-2026’માં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની ભવ્ય ઉજવણી: પ્રથમ ત્રણ દિવસમાં 25000થી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત...
સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને ગુજરાત પ્રવાસનના સંયુક્ત ઉપક્રમે તા. 1થી 15 નવેમ્બર, 2026 દરમિયાન આયોજિત ‘ભારત પર્વ-2026’ને પ્રવાસીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે; મહોત્સવના પ્રથમ ત્રણ દિવસમાં જ 25,000થી વધુ મુલાકાતીઓએ દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાનો સંગમ નિહાળ્યો...
ભારત પર્વ અને દિવાળી વેકેશનને ધ્યાને રાખીને તા. 9 નવેમ્બર, 2026ના રોજ પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે (માત્ર વ્યૂવિંગ ગેલેરી બંધ રહેશે). તમામ નાગરિકોને તા. 15 નવેમ્બર સુધી ચાલનારા આ ભવ્ય મહોત્સવની મુલાકાત લેવા હાર્દિક નિમંત્રણ...
#BharatParv2026
Info Patan GoG retweeted
ભારત પર્વ 2026
ભારત પર્વમાં આસામના બિહુ નૃત્યની પ્રસ્તુતિ કરાઈ...
🗓️ 1થી 15 નવેમ્બર, 2026
📍 એકતાનગર
#BharatParv2026 #EkBharatShreshthaBharat @souindia
Info Patan GoG retweeted
પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે મુખ્યમંત્રીશ્રીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય...
🔹 "નેશનલ લાઈવસ્ટોક મિશન" અંતર્ગત 'પશુધન વીમા સહાય યોજના’ની રાજ્યમાં સફળતાપૂર્વક અમલવારી કરવામાં આવી રહી છે
🔹 માત્ર રૂ. 229 ભરીને પશુપાલકો પોતાના પશુ માટે મેળવી શકશે રૂ. 40,000 સુધીનું એક વર્ષ માટે વીમા કવચ; પશુ વીમા પ્રીમિયમમાં 85% (રૂ. 1,300) સહાય સરકાર ચૂકવશે
🔹 વર્તમાન સ્થિતિએ રાજ્યના 'આઈ-ખેડૂત' પોર્ટલ પર અત્યાર સુધીમાં 87,147 પશુઓના વીમા માટે અરજીઓ પ્રાપ્ત થઈ ચૂકી છે
🔹 વર્ષ 2026-27 માટે ભારત સરકાર દ્વારા ગુજરાત માટે રૂ. 250 લાખની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે, જે પૈકી પ્રથમ હપ્તા તરીકે રૂ. 115 લાખની ફાળવણી થઈ ચૂકી છે. ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા રૂ. 55 લાખની 'રાજ્ય પુરસ્કૃત પશુધન વીમા સહાય યોજના' પણ મંજૂર કરાઈ છે
🔹 રાજ્યમાં 1 લાખ પશુઓને મળશે નજીવા દરે વીમા સુરક્ષા કવચ: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
@jitu_vaghani
Info Patan GoG retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં મહત્ત્વનો નિર્ણય...
🔹 રાજ્ય સરકાર દ્વારા શિયાળબેટ ખાતે આધુનિક સુવિધાયુક્ત મત્સ્ય ઉતરાણ કેન્દ્ર (ફિશ લેન્ડિંગ સેન્ટર) વિકસાવવાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે...
🔹 શિયાળબેટ ખાતે મત્સ્ય ઉતરાણ કેન્દ્રના વિકાસ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત ટાપુ પર પાઇલ જેટી, રીક્લેમેશન, સ્ટોન બન્ડ, પેવર બ્લોક સર્ફેસ અને ઇલેક્ટ્રિકલ જેવી આધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે; આ સુવિધાઓના નિર્માણથી માછલીના હેન્ડલિંગ, સંગ્રહ, હરાજી, સંરક્ષણ અને પરિવહનની તમામ વ્યવસ્થાઓ એક જ સ્થળે ઉપલબ્ધ બનશે...
અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુ પર આકાર પામશે નવું મત્સ્ય ઉતરાણ કેન્દ્ર: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
@Infoamreligog
Info Patan GoG retweeted
દિવાળી પૂર્વે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્યના 9.69 લાખ કર્મયોગીઓ-પેન્શનરોને મહત્વપૂર્ણ ભેટ...
➡️ 4.62 લાખ કર્મયોગીઓ અને 5.07 લાખ પેન્શનર્સને મળશે લાભ
➡️ જુલાઈ-2026થી ઓક્ટોબર-2026 સુધીના 4 માસની તફાવતની રકમ નવેમ્બર-2026ના પગાર સાથે એક જ હપ્તામાં ચૂકવાશે
➡️ રાજ્ય સરકાર એરિયર્સ પેટે રૂ. 523 કરોડ ચૂકવશે
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે : પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી





























